< હઝકિયેલ 27 >
1 ૧ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
И бысть слово Господне ко мне глаголя:
2 ૨ “હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
и ты, сыне человечь, возми на Сор плачь,
3 ૩ અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
и речеши Сору населенному на морстем входе, торжищу людий от островов многих, сия глаголет Адонаи Господь Сору: ты рекл еси: аз сам возложих на мя мою доброту,
4 ૪ તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
в сердцы морстем веелиму, и сынове твои возложиша на тя доброту.
5 ૫ તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
Кедр от Санира истесася тебе, тонкия доски кипарисныя от Ливана взяты быша, еже сотворити тебе ядрила елова:
6 ૬ તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
от Васанитиды сотвориша весла твоя: святилища твоя состроиша от слоновых (костей), домы древяны от островов Хеттиимских:
7 ૭ તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
виссон со испещрением от Египта бысть тебе постеля, еже обложити тебе славу и облещи тя в синету и во багряницу от островов Елиссе, и бысть одежда твоя.
8 ૮ તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
И князи твои живущии во Сидоне и Арадиане быша весленицы твои: премудрии твои, Сор, иже быша в тебе, сии кормчии твои.
9 ૯ ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
Старейшины Вивлийстии и премудрии их, иже быша в тебе, тии укрепляху совет твой: и вси корабли морстии и весленицы их быша в тебе ко западом западов.
10 ૧૦ ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
Персяне и Лидяне и Ливиане беша в силе твоей, мужие доблии твои щиты и шлемы повесиша в тебе, сии даша славу твою.
11 ૧૧ તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
Сынове Арадийстии и сила твоя на забралех твоих окрест: но и Мидяне во пиргах твоих быша стражие, тулы своя обесиша на забралех твоих окрест: сии совершиша твою доброту.
12 ૧૨ તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
Кархидоняне купцы твои, от множества силы твоея, сребро и злато, и медь и железо, и чистое олово и свинец даша куплю твою.
13 ૧૩ યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
Еллада вся и ближнии твои продаяху в тебе душы человечы, и сосуды медяны даша куплю твою.
14 ૧૪ બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
От дому Форгамова кони и конники и мщята даша куплю твою.
15 ૧૫ દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
Сынове Родийстии купцы твои от островов умножиша куплю твою, зубы слоновы, и вводимым воздавал еси мзды твоя.
16 ૧૬ તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
Человеки куплю твою от множества примешенца твоего, стакти и пестроты и синету от Фарсиса, и рамоф и хорхор даша куплю твою.
17 ૧૭ યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
Иуда и сынове Израилевы, сии купцы твои: продаянием пшеницы и миров и касии, и первый мед и елей и ритину даша примешенцу твоему.
18 ૧૮ તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
Дамаск купцы твои от множества всея силы твоея, вино от Хелвона, и волну блещащуся от Милита, и вино Деданово и Ионаново и Меозелево в куплю твою даша.
19 ૧૯ ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
От ассиила железо деланое и колеса в примесницех твоих суть.
20 ૨૦ દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
Дедан купцы твои со скоты избранными в колесницы.
21 ૨૧ અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
Аравиа и вси князи Кидарстии, сии купцы рукою твоею, велблюды и овны и агнцы в тебе продадят, имиже куплю творят.
22 ૨૨ શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
Купцы Савы и Раммы, тии купцы твои с первыми сладостьми и со камением драгим, и злато даша куплю тебе.
23 ૨૩ હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
Харран, Ханаа и Дедан, сии купцы твои: Сава, Ассур и Харман купцы твои,
24 ૨૪ તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
приносяще куплю синету и червленицу, и испещренная и сокровища избранная связана ужами, и кипарисная.
25 ૨૫ તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
Корабли, в тех купля твоя, (корабли) Кархидонстии купцы твои, во множестве смесник твоих, и насытился еси, и отягчал зело в сердцах морских.
26 ૨૬ તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
В воде мнозе привождаху тя весленицы твои: ветр южный сокруши тя в сердцы морстем.
27 ૨૭ તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
Быша силы твоя и мзда твоя от смесник твоих, и весленицы твои и кормчии твои, и советницы твои и смесницы от смесников твоих, и вси мужие твои доблии в тебе и весь сонм твой падут среде тебе в сердцы морстем, в день падения твоего.
28 ૨૮ તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
От гласа вопля твоего кормчии твои страхом убоятся.
29 ૨૯ તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
И снидут с кораблей своих вси весленицы твои, и всадницы и ловцы морстии на земли станут:
30 ૩૦ તેઓ તારું દુ: ખ જોઈને વિલાપ કરશે અને દુ: ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
и воскликнут на тя гласом своим, и воскричат горце, и возложат землю на главы своя, и прах постелют:
31 ૩૧ તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
и оплешивеют над тобою плешьми, и облекутся во вретище, и восплачутся о тебе в горести души, и плачем горьким ужаснутся:
32 ૩૨ તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
и возмут о тебе сынове их плачь, возрыдают плаканием о тебе: кто якоже Тир умолкнувый среде моря? Колику обрел еси мзду от моря?
33 ૩૩ જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
Наполнил еси страны от множества твоего и от смесник твоих обогатил еси вся цари земныя.
34 ૩૪ જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
Ныне же сокрушился еси в мори, во глубинах водных смесницы твои, и весь сонм твой среде тебе падоша, и вси весленицы твои.
35 ૩૫ દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
Вси же живущии во островех уныли по тебе, и царие их ужасом ужасошася, и прослезися лице их.
36 ૩૬ પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”
Купцы от язык позвиждут о тебе, в погибель был еси, и ктому не будеши в век, глаголет Господь Бог.