< હઝકિયેલ 25 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
E veio a mim a palavra do SENHOR, dizendo:
2 ૨ હે મનુષ્યપુત્ર, આમ્મોનીઓ તરફ તારું મુખ ફેરવ અને તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
Filho do homem, dirige tua face contra os filhos de Amom, e profetiza sobre eles.
3 ૩ આમ્મોન લોકોને કહે: ‘પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ કહે છે કે: જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો હતો ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તમે તેઓની વિરુદ્ધ કહ્યું છે કે, “વાહ!”
E diz aos filhos de Amom: Ouvi a palavra do Senhor DEUS; assim diz o Senhor DEUS: Dado que disseste: Ha, ha! Acerca de meu santuário quando foi profanado, e acerca da terra de Israel quando foi desolada, e acerca da casa de Judá quando foram ao cativeiro,
4 ૪ તેથી જુઓ! હું તમને પૂર્વના લોકોને તેઓના વારસા તરીકે આપું છું; તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને તમારામાં પોતાના તંબુઓ બાંધશે. તેઓ તમારાં ફળ ખાશે અને તેઓ તમારું દૂધ પીશે.
Por isso, eis, eu te entregarei como possessão aos filhos do oriente, e estabelecerão suas acampamentos em ti, e porão suas tendas em ti; eles comerão teus frutos e beberão teu leite.
5 ૫ હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ટોળાંઓને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
E tornarei a Rabá em estábulo de camelos, e os filhos de Amom em curral de ovelhas; e sabereis que eu sou o SENHOR.
6 ૬ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.
Porque assim diz o Senhor DEUS: Dado que bateste palmas, e bateste o pés, e te alegraste na alma em todo teu desprezo sobre a terra de Israel,
7 ૭ તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”
Por isso, eis que eu estenderei minha mão contra ti, e te entregarei às nações para seres saqueada; e eu te cortarei dentre os povos, e te destruirei dentre as terras; eu te eliminarei, e saberás que eu sou o SENHOR.
8 ૮ પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”
Assim diz o Senhor DEUS: Visto que Moabe e Seir dizem: Eis que a casa de Judá é como todas as nações,
9 ૯ તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.
Por isso, eis que abrirei a lateral de Moabe desde as cidades, desde suas cidades que estão em suas fronteiras, as melhores terras: Bete-Jesimote, e Baal-Meom, e até Quiriataim;
10 ૧૦ તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના લોકોને સારુ ખોલી આપીશ, હું તેઓને વારસા તરીકે આમ્મોનીઓને આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન રહેશે નહિ.
Serão para os filhos do oriente, com [a terra] dos filhos de Amom; e a entregarei por possessão, para que não haja lembrança dos filhos de Amom entre as nações.
11 ૧૧ એ રીતે હું મોઆબનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
Também farei julgamentos em Moabe; e saberão que eu sou o SENHOR.
12 ૧૨ પ્રભુ યહોવાહ આમ કહે છે: “અદોમે યહૂદિયાના લોકો પર વૈર વાળીને તેનું નુકસાન કર્યું છે, ને તેના પર વૈર વાળીને મોટો ગુનો કર્યો છે.”
Assim diz o Senhor DEUS: Dado que Edom se vingou contra a casa de Judá, e se tornaram extremamente culpados ao se vingarem deles;
13 ૧૩ તેથી પ્રભુ યહોવાહ કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીને તેનાં મનુષ્યો તથા જાનવરોનો નાશ કરીશ. હું તેમાનથી માંડીને દેદાન સુધી તેને વેરાન કરીશ. તેઓ તલવારથી મરશે.
Por isso assim diz o Senhor DEUS: Eu também estenderei minha mão contra [a terra de] Edom: exterminarei dela homens e animais, e a tornarei desolada; desde Temã e Dedã cairão à espada.
14 ૧૪ મારા ઇઝરાયલી લોકો દ્વારા હું અદોમ પર મારું વૈર વાળીશ, તેઓ અદોમ સાથે મારા રોષ તથા ક્રોધ પ્રમાણે વર્તાવ કરશે, તેઓ મારા વૈરનો અનુભવ કરશે!” જાણશે કે મેં વૈર વાળ્યું છે.” પ્રભુ યહોવાહ આમ કહે છે.
E me vingarei contra Edom pela mão do meu povo Israel; e farão em Edom segundo minha ira, e conhecerão minha vingança, diz o Senhor DEUS.
15 ૧૫ પ્રભુ યહોવાહ આમ કહે છે: “પલિસ્તીઓએ તેઓનાં હૃદયના તિરસ્કાર તથા જૂની દુશ્મનાવટને કારણે યહૂદિયા પર વૈર વાળીને તેનો નાશ કર્યો છે.
Assim diz o Senhor DEUS: Dado que os filisteus agiram com vingança, quando se vingaram com desprezo na alma, destruindo por hostilidades antigas,
16 ૧૬ આમ પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, હું કરેથીઓનો તથા દરિયાકિનારાના બાકીના ભાગનો નાશ કરીશ.
Por isso assim diz o Senhor DEUS: Eis que eu estendo minha mão contra os filisteus, e exterminarei os queretitas, e destruirei o resto da costa do mar.
17 ૧૭ હું સખત ધમકીઓ સહિત તેઓના પર વૈર વાળીશ. જ્યારે હું તેઓના પર મારું વૈર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
E farei neles grandes vinganças, com castigos de furor; e saberão que eu sou o SENHOR, quando me vingar deles.