< હઝકિયેલ 24 >
1 ૧ નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
१नवें वर्ष के दसवें महीने के दसवें दिन को, यहोवा का यह वचन मेरे पास पहुँचा:
2 ૨ “હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.
२“हे मनुष्य के सन्तान, आज का दिन लिख ले, क्योंकि आज ही के दिन बाबेल के राजा ने यरूशलेम आ घेरा है।
3 ૩ આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, “પ્રભુ યહોવાહ આમ કહે છે: કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો,
३इस विद्रोही घराने से यह दृष्टान्त कह, प्रभु यहोवा कहता है, हण्डे को आग पर रख दो; उसे रखकर उसमें पानी डाल दो;
4 ૪ તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો. સારાં હાડકાંથી તેને ભરો!
४तब उसमें जाँघ, कंधा और सब अच्छे-अच्छे टुकड़े बटोरकर रखो; और उसे उत्तम-उत्तम हड्डियों से भर दो।
5 ૫ ટોળાંમાંથી એક ઉત્તમ ઘેટું લો, પેલાં હાડકાં તેની નીચે નાખો, તેને ખૂબ ઉકાળો, હાડકાંને બફાવા દો.
५झुण्ड में से सबसे अच्छे पशु लेकर उन हड्डियों को हण्डे के नीचे ढेर करो; और उनको भली भाँति पकाओ ताकि भीतर ही हड्डियाँ भी पक जाएँ।
6 ૬ માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે, જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ. તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
६“इसलिए प्रभु यहोवा यह कहता है: हाय, उस हत्यारी नगरी पर! हाय उस हण्डे पर! जिसका मोर्चा उसमें बना है और छूटा नहीं; उसमें से टुकड़ा-टुकड़ा करके निकाल लो, उस पर चिट्ठी न डाली जाए।
7 ૭ કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય,
७क्योंकि उस नगरी में किया हुआ खून उसमें है; उसने उसे भूमि पर डालकर धूलि से नहीं ढाँपा, परन्तु नंगी चट्टान पर रख दिया।
8 ૮ તે ઢંકાય નહિ માટે મેં તેને ખુલ્લા ખડક પર રાખ્યું છે. જેથી મારો કોપ સળગે અને હું વૈર વાળું.
८इसलिए मैंने भी उसका खून नंगी चट्टान पर रखा है कि वह ढँप न सके और कि बदला लेने को जलजलाहट भड़के।
9 ૯ તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ.
९प्रभु यहोवा यह कहता है: हाय, उस खूनी नगरी पर! मैं भी ढेर को बड़ा करूँगा।
10 ૧૦ લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો!
१०और अधिक लकड़ी डाल, आग को बहुत तेज कर, माँस को भली भाँति पका और मसाला मिला, और हड्डियाँ भी जला दो।
11 ૧૧ પછી ખાલી કઢાઈને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય અને તેનું પિત્તળ તપી જાય, તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ પીગળી જાય.
११तब हण्डे को छूछा करके अंगारों पर रख जिससे वह गर्म हो और उसका पीतल जले और उसमें का मैल गले, और उसका जंग नष्ट हो जाए।
12 ૧૨ તે સખત પરિશ્રમથી કંટાળી ગઈ છે, પણ તેનો કાટ એટલો બધો છે કે તે અગ્નિથી પણ જતો નથી.
१२मैं उसके कारण परिश्रम करते-करते थक गया, परन्तु उसका भारी जंग उससे छूटता नहीं, उसका जंग आग के द्वारा भी नहीं छूटता।
13 ૧૩ તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.
१३हे नगरी तेरी अशुद्धता महापाप की है। मैं तो तुझे शुद्ध करना चाहता था, परन्तु तू शुद्ध नहीं हुई, इस कारण जब तक मैं अपनी जलजलाहट तुझ पर शान्त न कर लूँ, तब तक तू फिर शुद्ध न की जाएगी।
14 ૧૪ મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે.” એવું પ્રભુ યહોવાહ કહે છે.
१४मुझ यहोवा ही ने यह कहा है; और वह हो जाएगा, मैं ऐसा ही करूँगा, मैं तुझे न छोड़ूँगा, न तुझ पर तरस खाऊँगा, न पछताऊँगा; तेरे चाल चलन और कामों ही के अनुसार तेरा न्याय किया जाएगा, प्रभु यहोवा की यही वाणी है।”
15 ૧૫ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
१५यहोवा का यह भी वचन मेरे पास पहुँचा:
16 ૧૬ “હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.
१६“हे मनुष्य के सन्तान, देख, मैं तेरी आँखों की प्रिय को मारकर तेरे पास से ले लेने पर हूँ; परन्तु न तू रोना-पीटना और न आँसू बहाना।
17 ૧૭ તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.”
१७लम्बी साँसें ले तो ले, परन्तु वे सुनाई न पड़ें; मरे हुओं के लिये भी विलाप न करना। सिर पर पगड़ी बाँधे और पाँवों में जूती पहने रहना; और न तो अपने होंठ को ढाँपना न शोक के योग्य रोटी खाना।”
18 ૧૮ સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.
१८तब मैं सवेरे लोगों से बोला, और साँझ को मेरी स्त्री मर गई। तब सवेरे मैंने आज्ञा के अनुसार किया।
19 ૧૯ લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?”
१९तब लोग मुझसे कहने लगे, “क्या तू हमें न बताएगा कि यह जो तू करता है, इसका हम लोगों के लिये क्या अर्थ है?”
20 ૨૦ ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
२०मैंने उनको उत्तर दिया, “यहोवा का यह वचन मेरे पास पहुँचा,
21 ૨૧ ‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.
२१‘तू इस्राएल के घराने से कह, प्रभु यहोवा यह कहता है: देखो, मैं अपने पवित्रस्थान को जिसके गढ़ होने पर तुम फूलते हो, और जो तुम्हारी आँखों का चाहा हुआ है, और जिसको तुम्हारा मन चाहता है, उसे मैं अपवित्र करने पर हूँ; और अपने जिन बेटे-बेटियों को तुम वहाँ छोड़ आए हो, वे तलवार से मारे जाएँगे।
22 ૨૨ ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો: તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ.
२२जैसा मैंने किया है वैसा ही तुम लोग करोगे, तुम भी अपने होंठ न ढाँपोगे, न शोक के योग्य रोटी खाओगे।
23 ૨૩ તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે.
२३तुम सिर पर पगड़ी बाँधे और पाँवों में जूती पहने रहोगे, न तुम रोओगे, न छाती पीटोगे, वरन् अपने अधर्म के कामों में फँसे हुए गलते जाओगे और एक दूसरे की ओर कराहते रहोगे।
24 ૨૪ હઝકિયેલ તમારે માટે ચિહ્નરૂપ થશે. જ્યારે તે આવશે ત્યારે જે સર્વ તેણે કર્યું તે પ્રમાણે તમે કરશો. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું!”
२४इस रीति यहेजकेल तुम्हारे लिये चिन्ह ठहरेगा; जैसा उसने किया, ठीक वैसा ही तुम भी करोगे। और जब यह हो जाए, तब तुम जान लोगे कि मैं परमेश्वर यहोवा हूँ।’
25 ૨૫ “પણ હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેઓનું સામર્થ્ય, જે તેઓનો આનંદ છે, તેઓનો ગર્વ, જે તેઓ જુએ છે અને તેઓની ઇચ્છા છે તેને કબજામાં લઈ લઈશ અને તેઓના દીકરા તથા દીકરીઓને લઈ લઈશ.
२५“हे मनुष्य के सन्तान, क्या यह सच नहीं, कि जिस दिन मैं उनका दृढ़ गढ़, उनकी शोभा, और हर्ष का कारण, और उनके बेटे-बेटियाँ जो उनकी शोभा, उनकी आँखों का आनन्द, और मन की चाह हैं, उनको मैं उनसे ले लूँगा,
26 ૨૬ તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે.
२६उसी दिन जो भागकर बचेगा, वह तेरे पास आकर तुझे समाचार सुनाएगा।
27 ૨૭ તે જ દિવસે તારું મુખ ખૂલશે અને તું બચી ગયેલાઓ સાથે વાત કરશે. ત્યાર પછી તું શાંત રહેશે નહિ. તું તેઓ માટે ચિહ્નરૂપ થશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
२७उसी दिन तेरा मुँह खुलेगा, और तू फिर चुप न रहेगा परन्तु उस बचे हुए के साथ बातें करेगा। इस प्रकार तू इन लोगों के लिये चिन्ह ठहरेगा; और ये जान लेंगे कि मैं यहोवा हूँ।”