< હઝકિયેલ 21 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
१मग परमेश्वर देवाचा शब्द माझ्याकडे आला आणि म्हणाला,
2 ૨ “હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
२मानवाच्या मुला आपले तोंड यरूशलेमेकडे कर आणि पवित्र ठिकाणा विषयी इस्राएलाच्या भूमी विरुध्द भविष्यवाणी कर.
3 ૩ ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
३इस्राएलाच्या भूमिला सांग, परमेश्वर देव म्हणतो; पाहा! मी तुझ्या विरुध्द आहे, मी शेथापासून आपली तलवार म्यानातून उपसून घेऊन तुझ्यापासून धर्मिकाला आणि दुर्जनाला वेगळे करीन.
4 ૪ તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
४माझ्या क्रमाने नीतिमान आणि दुर्जन तुझ्यापासून वेगळे करेन, माझी तलवार म्यानातून निघून शेथापासून सर्व जीवा विरूद्ध उत्तर दक्षिण भागात बाहेर पडेल
5 ૫ ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”
५मग सर्व जीवांना कळेल मी परमेश्वर देव आहे. मी शेथा जवळ तलवार ठेवली आहे. ती परत म्यानात जाणार नाही.
6 ૬ હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ: ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
६आणि तू, मानवाच्या मुला, कंबर मोडल्याप्रमाणे उसासा टाक, त्यांच्या नजरे देखत कष्टाने कण्हत राहा.
7 ૭ જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું, ‘જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે.”
७मग ते तुला विचारतील काय झाले? तू का विव्हळतोस? मग तू त्यांना सांग कारण अशी बातमी येत आहे, प्रत्येक हृदय क्षीण होईल, प्रत्येक हात अडखळेल आणि प्रत्येक गुडघा पाणी पाणी होईल, पाहा! असे घडून येत आहे आणि ते तसेच होईल “असे परमेश्वर देव जाहीर करीत आहे.”
8 ૮ ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
८मग परमेश्वर देवाचा शब्द माझ्याकडे आला आणि म्हणाला,
9 ૯ હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
९मानवाच्या मुला, भाकीत कर आणि म्हण असे परमेश्वर देव सांगत आहे, तलवारीला धार लावा आणि त्यास चकाकीत करा.
10 ૧૦ મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારવા માટે તેને ધારદાર બનાવી છે. મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
१०मारुन टाकण्यासाठी हत्याराला धारधार करा; तिला चकाकीत करा; आमच्या पुत्राच्या राजदंडाचा आम्ही उत्सव करु? जी तलवार येईल ती सर्व दंडाला कमी लेखते.
11 ૧૧ તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે. સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
११मग तलवारीला चकाकीत होण्यासाठी सोपवून दिली, आणि मग आपल्या हातांनी जप्ती केली. तलवारीला धार लावली आणि चकाकीत केली ठार मारणाऱ्या पुरुषाच्या हाती दिली.
12 ૧૨ હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
१२मानवाच्या मुला, मदतीसाठी हाक मार आक्रोश कर कारण ती तलवार माझ्या लोकांवर आली आहे, ती इस्राएलाच्या वडीलांवर आली आहे ज्याकडे तलवार भिरकावली, ते माझे लोक आहे त्यामुळे अतितीव्र दुःखाने आपली छातीपीट कर.
13 ૧૩ કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’
१३तेथे खटला भरला पण ज्याकडे राजदंड आहे त्याने शेवट केला नाही? हे परमेश्वर देव सांगत आहे.
14 ૧૪ હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર. એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે.
१४आता तू मानवाच्या मुला, भाकीत कर आणि आपल्या दोन्ही हातांनी टाळी दे यास्तव तलवार तिसऱ्यांदा चालून येईन. ती तलवार अनेकांना ठार मारण्यास, सगळीकडे भेदून पार करण्यासाठी आहे.
15 ૧૫ તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અને, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
१५त्याच्या हृदयाचे पाणी पाणी होण्यास आणि अनेकांना अडखळण होण्यासाठी त्यांच्या वेशीवर ठार मारण्यासाठी तलवारी सिध्द केल्या आहे. आहाहा! तिला विजेसारखी चमकवली आहे, ती कसाई सारखी उपसली आहे.
16 ૧૬ હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
१६हे तलवारी, जशी तू आपले मुख फिरवशील तशी उजवीकडे डावीकडे तुझ्या मर्जी प्रमाणे वळवली जा.
17 ૧૭ હું પણ મારા હાથથી તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવાહ આ બોલ્યો છું.”
१७मी सुध्दा टाळी वाजवून आपल्या त्वेषाला शांत करेन, असे परमेश्वर देव जाहीर करतो.
18 ૧૮ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
१८परमेश्वर देवाचा शब्द पुन्हा माझ्याकडे आला आणि म्हणाला.
19 ૧૯ “હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.
१९आता तू मानवाच्या मुला बाबेलाच्या राजाची तलवार येण्यासाठी दोन मार्ग सिध्द कर, दोन्ही मार्गाची सुरुवात एकाच ठिकाणी होईल, दिशादर्शक दगड शहराकडे निर्देश करेल.
20 ૨૦ આમ્મોનીઓના નગર રાબ્બાહમાં બાબિલીઓના સૈન્યને આવવાનો એક માર્ગ બનાવ. બીજો માર્ગ યહૂદિયામાં એટલે કોટવાળા યરુશાલેમમાં આવવાનો માર્ગ બનાવ.
२०एका मार्गाला बाबेलाच्या सेन्यासाठी खुण करून ठेवा अम्मोनीच्या मुलाकडे राब्बा जवळ येण्यासाठी मार्ग सिध्द करा, दुसरी खुण यरूशलेमेच्या शहरा जवळ यहूदाच्या सेन्याकडे तट बंदीकडे निर्देश करा.
21 ૨૧ કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
२१वाडीत बाबेलचा राजा रस्ता ओलांडण्यासाठी थांबेल, भविष्यकथन मिळवून घेण्यासाठी तो काही बाण हलवून मूर्ती पासून मार्गदर्शन मागेल, काळजावरुन तो तपासणी करेल.
22 ૨૨ તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં. મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા!
२२यरूशलेमेबद्दल पुढे घडून येणारी गोष्ट त्याच्या उजव्या हातात असेल, किल्ल्याचे दरवाजे फोडण्याचे हत्यार त्याविरूद्ध असेल, त्यांच्या तोंडातून मारण्याचा, युध्दाची ओरड! त्यासाठी हत्यार वेशीसाठी तयार केले, त्यासाठी मातीचे टेकाड बुरुज बांधावे.
23 ૨૩ બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.
२३पुढे घडून येणारी ती उपयोग हीन बाब दिसून येईल, यरूशलेमपैकी एक, ज्याच्याकडे तलवार व तोंडात बाबेलांची शपथ आहे. पण त्याच्या वेढ्याच्या पुढे राजा उल्लंघन करणारा तहाचा आरोप केला जाईल.
24 ૨૪ તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.
२४यास्तव परमेश्वर देव हे सांगत आहे, कारण तुझे अपराध माझ्यापुढे स्मरण केले जाईल, तुझे अपराध प्रकट केले जातील; तुझी पापे तुझ्या सर्व कृतीतून दर्शीवीली जातील, यास्तव तू सर्वांच्या स्मरणात राहून आपल्या शत्रुच्या तावडीत सापडशील.
25 ૨૫ હે ઇઝરાયલના અપવિત્ર અને દુષ્ટ સરદાર, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, અન્યાય કરવાના સમયનો અંત આવ્યો છે.
२५तू पवित्रते बद्दल अनादर दाखवला आणि दुष्ट इस्राएलचे शास्ते त्यांच्यावर शासन करण्याचा दिवस येत आहे, त्याने केलेल्या अपराधांचा समय संपला आहे.
26 ૨૬ પ્રભુ યહોવાહ કહે છે: તારી પાઘડી કાઢી નાખ અને મુગટ ઉતાર. હવે અગાઉના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
२६प्रभू परमेश्वर देव हे सांगत आहे. आपल्या डोक्यावरील पगडी मुकुट बाजुला सारा, सर्व काही एक समान राहाणार नाही, जे उंचावलेले नमवले जातील आणि नम्र उंच केले जातील.
27 ૨૭ હું બધાનો વિનાશ કરીશ. વિનાશ, વિનાશ, પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
२७मी सगळ्यांची नासाडी, नासाडी, नासाडी करेन, जमाव उरणार नाही, ज्याला हक्क आहे त्यास तो मिळेल.
28 ૨૮ હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેઓએ મારેલાં મહેણા વિષે પ્રભુ યહોવાહ આમ કહે છે, તલવાર, તલવાર ઘાત કરવાને તાણેલી છે, તે કતલ કરીને નાશ કરે માટે તેને ધારદાર બનાવી છે, જેથી તે વીજળીની જેમ ચમકે છે.
२८तर मग तू मानवाच्या मुला भाकीत कर आणि बोल; परमेश्वर देव हे सांगत आहे, अम्मोनच्या मुलांविषयी जो कलंक आहे तो त्यावर येत आहे. तलवार उचलली आहे ती अधाशीपणे ठार मारण्यासाठी तेजधार केली आहे ती विजेप्रमाणे चकाकत आहे.
29 ૨૯ જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, જેઓની શિક્ષાનો સમય તથા અન્યાયનો સમય પાસે આવી પહોંચ્યો છે તેઓની ગરદન પર નાખવાને તેઓ વ્યર્થ સંદર્શનો કહે છે તથા જૂઠા શકુન જુએ છે.
२९ते तुझ्यापुढे कपटाचा संदेश देत असता, तुला खोटा शकुन सांगत असता, ज्या जखमी झालेल्या पातक्यांचा पापजन्य अंतसमय येऊन ठेपला आहे त्यांच्या कापलेल्या मानांवर ती तलवार तुला लोळवील.
30 ૩૦ પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.
३०तलवार म्यानात जाईल, तू ज्या ठिकाणी जन्मला तुझी जेथे सुरुवात झाली त्या भूमिवर मी तुझा न्याय करेन.
31 ૩૧ હું મારો કોપ તારા પર રેડીશ, મારો કોપરૂપી અગ્નિ હું તમારા પર ફૂંકીશ. સંહાર કરવામાં કુશળ તથા પશુવત માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.
३१मी तुझ्यावर माझा कोपाग्नीचा संताप ओतेन आणि तुला क्रुर कोशल्याने हानी करण्यास लोकांच्या ताब्यात देईन.
32 ૩૨ તું અગ્નિમાં બળવાનું બળતણ થશે. તારું લોહી તારા દેશમાં રેડાશે. તને યાદ કરવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ આ બોલ્યો છું!”
३२तू अग्नीसाठी इंधन होशील; तुझे रक्त भूमिच्या मध्यभागी सांडले जाईल. तुझे स्मरण पुन्हा केले जाणार नाही. “मी परमेश्वर देव हे जाहीर करत आहे.”