< હઝકિયેલ 21 >

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
És lőn az Úrnak beszéde hozzám, mondván:
2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
Embernek fia! fordítsd arczodat Jeruzsálem felé, és szólj a szent helyek ellen és prófétálj Izráel földje ellen!
3 ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
És mondjad Izráel földjének: Így szól az Úr: Ímé, én reád megyek, és kivonszom kardomat hüvelyéből, és kivágok belőled igazat és gonoszt.
4 તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
Azért, hogy kivágjak belőled igazat és gonoszt, azért megyen ki kardom hüvelyéből minden test ellen délről északig.
5 ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”
És megérti minden test, hogy én, az Úr vontam ki kardomat hüvelyéből, mert belé többé vissza nem tér.
6 હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ: ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
És te, embernek fia, nyögj! Derekad fájdalmában keserűséggel nyögj szemök láttára.
7 જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું, ‘જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે.”
És lészen, mikor mondják néked: Miért nyögsz te? ezt mondjad: A hírért, mert beteljesedett: és elolvad minden szív és elerőtlenedik minden kéz és elcsügged minden lélek és minden térd elolvad mint a víz. Ímé beteljesedett és meglett, ezt mondja az Úr Isten.
8 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
És lőn az Úr beszéde hozzám, mondván:
9 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
Embernek fia! prófétálj és mondjad: Ezt mondta az Úr: Mondjad: fegyver, fegyver! megélesített és meg is fényesített!
10 ૧૦ મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારવા માટે તેને ધારદાર બનાવી છે. મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
Hogy öldököljön, megélesíttetett, hogy legyen villámlása, megfényesíttetett. Avagy örüljünk-é? Fiam e veszszeje megvet minden fát!
11 ૧૧ તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે. સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
És adta azt megfényesítésre, hogy marokba fogják; megélesíttetett az a kard s megfényesíttetett, hogy adják a megölőnek kezébe.
12 ૧૨ હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
Kiálts és jajgass, embernek fia! mert ez az én népemen lészen és Izráel minden fejedelmin: e kardra jutnak népemmel együtt, ezokért üss czombodra.
13 ૧૩ કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’
Már megpróbáltatott. De hát ha a vessző maga is vonakodnék? Nem úgy lészen, ezt mondja az Úr Isten!
14 ૧૪ હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર. એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે.
Te pedig, embernek fia, prófétálj, és csapd össze tenyeredet, mert kettős lesz a kard, most harmadszor; öldöklő kard az, a nagy öldöklő kard körüljárja őket.
15 ૧૫ તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અને, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
Hogy elolvadjon a szív és sokan elhulljanak: minden kapujokban rájok vetem a kard villámlását, hisz villámlásra készült, öldöklésre kifényesíttetett!
16 ૧૬ હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
Szedd össze magadat; tarts jobbra, tarts előre, tarts balra, a merre éled irányozva van.
17 ૧૭ હું પણ મારા હાથથી તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવાહ આ બોલ્યો છું.”
Én is összecsapom tenyeremet, és megnyugotom haragomat. Én, az Úr szólottam.
18 ૧૮ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
És lőn az Úr beszéde hozzám, mondván:
19 ૧૯ “હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.
És te, embernek fia, csinálj magadnak két útat, a melyen jőjjön a babiloni király kardja; egy földről jőjjön ki mind a kettő; s egy kezet véss föl, a városba vezető út fejénél vésd föl.
20 ૨૦ આમ્મોનીઓના નગર રાબ્બાહમાં બાબિલીઓના સૈન્યને આવવાનો એક માર્ગ બનાવ. બીજો માર્ગ યહૂદિયામાં એટલે કોટવાળા યરુશાલેમમાં આવવાનો માર્ગ બનાવ.
Útat csinálj, hogy jőjjön a kard az Ammon fiainak Rabbájára, aztán Júdára, a körülkerített Jeruzsálemre.
21 ૨૧ કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
Mert megáll a babiloni király az útak kezdetén, a két út fejénél, hogy jövendőt láttasson; megrázza a nyilakat, megkérdezi a Teráfimot, megnézi a májat.
22 ૨૨ તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં. મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા!
Jobbjába adta a jövendölés Jeruzsálemet, hogy állasson faltörő kosokat, hogy nyissa száját ordításra, hogy üssön zajt trombitával, hogy állasson faltörő kosokat a kapuk ellen, hogy töltsön sánczot, építsen tornyot.
23 ૨૩ બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.
De ez nékik hamis jövendölésnek látszik: szent esküik vannak nékik Istentől; ám Ő emlékezetbe hozza vétköket, hogy megfogassanak.
24 ૨૪ તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.
Ezokáért ezt mondja az Úr Isten: Mivelhogy emlékezetbe hozzátok vétketeket, midőn nyilvánvalókká lesznek gonoszságaitok, hogy megláttassanak bűneitek minden cselekedeteitekben; mivelhogy eszembe juttok, kézzel megfogattok.
25 ૨૫ હે ઇઝરાયલના અપવિત્ર અને દુષ્ટ સરદાર, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, અન્યાય કરવાના સમયનો અંત આવ્યો છે.
És te elvetemedett, te gonosztevő, Izráel fejedelme, a kinek napja eljött az utolsó vétek idején:
26 ૨૬ પ્રભુ યહોવાહ કહે છે: તારી પાઘડી કાઢી નાખ અને મુગટ ઉતાર. હવે અગાઉના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
Így szól az Úr Isten: El a süveggel, le a koronával! Ez nem lészen ez: az alacsony legyen magas, és a magas alacsony!
27 ૨૭ હું બધાનો વિનાશ કરીશ. વિનાશ, વિનાશ, પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
Rommá, rommá, rommá teszem azt; ez sem lesz állandó, míg el nem jő az, a kié az uralkodás, és néki adom azt!
28 ૨૮ હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેઓએ મારેલાં મહેણા વિષે પ્રભુ યહોવાહ આમ કહે છે, તલવાર, તલવાર ઘાત કરવાને તાણેલી છે, તે કતલ કરીને નાશ કરે માટે તેને ધારદાર બનાવી છે, જેથી તે વીજળીની જેમ ચમકે છે.
És te, embernek fia, prófétálj, és mondjad: Ezt mondja az Úr Isten Ammon fiairól és gyalázkodásukról, és mondjad: Fegyver, fegyver, öldöklésre kivont, megfényesíttetett, hogy ragyogjon, azért, hogy villámljék;
29 ૨૯ જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, જેઓની શિક્ષાનો સમય તથા અન્યાયનો સમય પાસે આવી પહોંચ્યો છે તેઓની ગરદન પર નાખવાને તેઓ વ્યર્થ સંદર્શનો કહે છે તથા જૂઠા શકુન જુએ છે.
De mivel felőled hiábavalóságot látnak, hazugságot jövendölnek, hogy odatesznek téged a megölt gonoszok nyakára, a kiknek napjok eljött az utolsó vétek idején:
30 ૩૦ પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.
Tedd vissza hüvelyébe azt; a helyen, melyen teremtettél, származásod földjén ítéllek meg téged.
31 ૩૧ હું મારો કોપ તારા પર રેડીશ, મારો કોપરૂપી અગ્નિ હું તમારા પર ફૂંકીશ. સંહાર કરવામાં કુશળ તથા પશુવત માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.
És kiontom reád haragomat, búsulásom tüzét fúvom reád, és adlak goromba férfiak kezébe, kik mesterek, téged elveszteni.
32 ૩૨ તું અગ્નિમાં બળવાનું બળતણ થશે. તારું લોહી તારા દેશમાં રેડાશે. તને યાદ કરવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ આ બોલ્યો છું!”
A tűz eledele leszel; véredet benyeli a föld; emlékezetbe nem jösz többé, mert én, az Úr szóltam.

< હઝકિયેલ 21 >