< હઝકિયેલ 2 >
1 ૧ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”
И ми рече: Сине човешки, изправи се на нозете си, и ще ти говоря.
2 ૨ તે મારી સાથે વાત કરતો હતો ત્યારે આત્માએ મારામાં પ્રવેશીને મને પગ પર ઊભો કર્યો; મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી.
И като ми говори, Духът влезе в мене и ме постави на нозете ми; и чух онзи, който ми говореше.
3 ૩ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
И рече ми: Сине човешки, аз те изпращам при израилтяните, при бунтовни люде, които въстанаха против Мене; те и бащите им са престъпвали Моите думи дори до тоя днешен ден.
4 ૪ તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે,
Тия чада, при които те изпращам, са безочливи и коравосърдечни; а ти да им думаш: Така казва Господ Иеова.
5 ૫ ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.
послушали или непослушали, (защото е бунтовен дом), пак те ще познаят, че е имало пророк всред тях.
6 ૬ હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.
И ти, сине човешки, да се не плашиш от тях, и от думите им да се не убоиш, ако и да има тръни и бодили около тебе, и да живееш между скорпии; да се не убоиш от думите им, нито да се ужасяваш от погледите им, макар че са бунтовен дом.
7 ૭ જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.
И да им говориш думите Ми, или послушали или непослушали; защото са твърде бунтовни.
8 ૮ હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”
Ти обаче, сине човешки, слушай това, което ти говоря; не ставай и ти бунтовник като тоя бунтовен дом; отвори устата си и изяж това, което ти давам.
9 ૯ ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.
И като погледнах, ето ръка простряна към мене, и ето в нея свитък книга.
10 ૧૦ તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.
И той го разви пред мене. Писаното бе отвътре и отвън, в което бяха написани плачове, ридание и горко.