< હઝકિયેલ 17 >

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
וַיְהִי דְבַר־יְהֹוָה אֵלַי לֵאמֹֽר׃
2 હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.
בֶּן־אָדָם חוּד חִידָה וּמְשֹׁל מָשָׁל אֶל־בֵּית יִשְׂרָאֵֽל׃
3 તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.
וְאָמַרְתָּ כֹּה־אָמַר ׀ אֲדֹנָי יֱהֹוִה הַנֶּשֶׁר הַגָּדוֹל גְּדוֹל הַכְּנָפַיִם אֶרֶךְ הָאֵבֶר מָלֵא הַנּוֹצָה אֲשֶׁר־לוֹ הָרִקְמָה בָּא אֶל־הַלְּבָנוֹן וַיִּקַּח אֶת־צַמֶּרֶת הָאָֽרֶז׃
4 વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; તેણે તે વેપારીઓના નગરમાં રોપી.
אֵת רֹאשׁ יְנִיקוֹתָיו קָטָף וַיְבִיאֵהוּ אֶל־אֶרֶץ כְּנַעַן בְּעִיר רֹכְלִים שָׂמֽוֹ׃
5 તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.
וַיִּקַּח מִזֶּרַע הָאָרֶץ וַֽיִּתְּנֵהוּ בִּשְׂדֵה־זָרַע קָח עַל־מַיִם רַבִּים צַפְצָפָה שָׂמֽוֹ׃
6 તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.
וַיִּצְמַח וַיְהִי לְגֶפֶן סֹרַחַת שִׁפְלַת קוֹמָה לִפְנוֹת דָּֽלִיּוֹתָיו אֵלָיו וְשׇׁרָשָׁיו תַּחְתָּיו יִהְיוּ וַתְּהִי לְגֶפֶן וַתַּעַשׂ בַּדִּים וַתְּשַׁלַּח פֹּרֹֽאות׃
7 પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.
וַיְהִי נֶֽשֶׁר־אֶחָד גָּדוֹל גְּדוֹל כְּנָפַיִם וְרַב־נוֹצָה וְהִנֵּה הַגֶּפֶן הַזֹּאת כָּפְנָה שׇׁרָשֶׁיהָ עָלָיו וְדָֽלִיּוֹתָיו שִׁלְחָה־לּוֹ לְהַשְׁקוֹת אוֹתָהּ מֵעֲרֻגוֹת מַטָּעָֽהּ׃
8 તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!”
אֶל־שָׂדֶה טּוֹב אֶל־מַיִם רַבִּים הִיא שְׁתוּלָה לַעֲשׂוֹת עָנָף וְלָשֵׂאת פֶּרִי לִהְיוֹת לְגֶפֶן אַדָּֽרֶת׃
9 લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?
אֱמֹר כֹּה אָמַר אֲדֹנָי יֱהֹוִה תִּצְלָח הֲלוֹא אֶת־שׇׁרָשֶׁיהָ יְנַתֵּק וְאֶת־פִּרְיָהּ ׀ יְקוֹסֵס וְיָבֵשׁ כׇּל־טַרְפֵּי צִמְחָהּ תִּיבָשׁ וְלֹֽא־בִזְרֹעַ גְּדוֹלָה וּבְעַם־רָב לְמַשְׂאוֹת אוֹתָהּ מִשׇּׁרָשֶֽׁיהָ׃
10 ૧૦ હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’”
וְהִנֵּה שְׁתוּלָה הֲתִצְלָח הֲלֹא כְגַעַת בָּהּ רוּחַ הַקָּדִים תִּיבַשׁ יָבֹשׁ עַל־עֲרֻגֹת צִמְחָהּ תִּיבָֽשׁ׃
11 ૧૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
וַיְהִי דְבַר־יְהֹוָה אֵלַי לֵאמֹֽר׃
12 ૧૨ “તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.
אֱמׇר־נָא לְבֵית הַמֶּרִי הֲלֹא יְדַעְתֶּם מָה־אֵלֶּה אֱמֹר הִנֵּה־בָא מֶלֶךְ־בָּבֶל יְרוּשָׁלַ͏ִם וַיִּקַּח אֶת־מַלְכָּהּ וְאֶת־שָׂרֶיהָ וַיָּבֵא אוֹתָם אֵלָיו בָּבֶֽלָה׃
13 ૧૩ તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,
וַיִּקַּח מִזֶּרַע הַמְּלוּכָה וַיִּכְרֹת אִתּוֹ בְּרִית וַיָּבֵא אֹתוֹ בְּאָלָה וְאֶת־אֵילֵי הָאָרֶץ לָקָֽח׃
14 ૧૪ તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.
לִֽהְיוֹת מַמְלָכָה שְׁפָלָה לְבִלְתִּי הִתְנַשֵּׂא לִשְׁמֹר אֶת־בְּרִיתוֹ לְעׇמְדָֽהּ׃
15 ૧૫ યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?
וַיִּמְרׇד־בּוֹ לִשְׁלֹחַ מַלְאָכָיו מִצְרַיִם לָתֶת־לוֹ סוּסִים וְעַם־רָב הֲיִצְלָח הֲיִמָּלֵט הָעֹשֵׂה אֵלֶּה וְהֵפֵר בְּרִית וְנִמְלָֽט׃
16 ૧૬ પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, ‘હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે.
חַי־אָנִי נְאֻם אֲדֹנָי יֱהֹוִה אִם־לֹא בִּמְקוֹם הַמֶּלֶךְ הַמַּמְלִיךְ אֹתוֹ אֲשֶׁר בָּזָה אֶת־אָלָתוֹ וַאֲשֶׁר הֵפֵר אֶת־בְּרִיתוֹ אִתּוֹ בְתוֹךְ־בָּבֶל יָמֽוּת׃
17 ૧૭ જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.
וְלֹא בְחַיִל גָּדוֹל וּבְקָהָל רָב יַעֲשֶׂה אוֹתוֹ פַרְעֹה בַּמִּלְחָמָה בִּשְׁפֹּךְ סֹלְלָה וּבִבְנוֹת דָּיֵק לְהַכְרִית נְפָשׁוֹת רַבּֽוֹת׃
18 ૧૮ કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી.
וּבָזָה אָלָה לְהָפֵר בְּרִית וְהִנֵּה נָתַן יָדוֹ וְכׇל־אֵלֶּה עָשָׂה לֹא יִמָּלֵֽט׃
19 ૧૯ આથી પ્રભુ યહોવાહ કહે છે: ‘મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.
לָכֵן כֹּה־אָמַר אֲדֹנָי יֱהֹוִה חַי־אָנִי אִם־לֹא אָֽלָתִי אֲשֶׁר בָּזָה וּבְרִיתִי אֲשֶׁר הֵפִיר וּנְתַתִּיו בְּרֹאשֽׁוֹ׃
20 ૨૦ હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ.
וּפָרַשְׂתִּי עָלָיו רִשְׁתִּי וְנִתְפַּשׂ בִּמְצוּדָתִי וַהֲבִיאוֹתִיהוּ בָבֶלָה וְנִשְׁפַּטְתִּי אִתּוֹ שָׁם מַעֲלוֹ אֲשֶׁר מָעַל־בִּֽי׃
21 ૨૧ તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.”
וְאֵת כׇּל־מִבְרָחָו בְּכׇל־אֲגַפָּיו בַּחֶרֶב יִפֹּלוּ וְהַנִּשְׁאָרִים לְכׇל־רוּחַ יִפָּרֵשׂוּ וִידַעְתֶּם כִּי אֲנִי יְהֹוָה דִּבַּֽרְתִּי׃
22 ૨૨ પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.
כֹּה אָמַר אֲדֹנָי יֱהֹוִה וְלָקַחְתִּי אָנִי מִצַּמֶּרֶת הָאֶרֶז הָרָמָה וְנָתָתִּי מֵרֹאשׁ יֹֽנְקוֹתָיו רַךְ אֶקְטֹף וְשָׁתַלְתִּי אָנִי עַל הַר־גָּבֹהַּ וְתָלֽוּל׃
23 ૨૩ હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત દેવદાર વૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.
בְּהַר מְרוֹם יִשְׂרָאֵל אֶשְׁתֳּלֶנּוּ וְנָשָׂא עָנָף וְעָשָׂה פֶרִי וְהָיָה לְאֶרֶז אַדִּיר וְשָׁכְנוּ תַחְתָּיו כֹּל צִפּוֹר כׇּל־כָּנָף בְּצֵל דָּלִיּוֹתָיו תִּשְׁכֹּֽנָּה׃
24 ૨૪ વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!”
וְֽיָדְעוּ כׇּל־עֲצֵי הַשָּׂדֶה כִּי אֲנִי יְהֹוָה הִשְׁפַּלְתִּי ׀ עֵץ גָּבֹהַּ הִגְבַּהְתִּי עֵץ שָׁפָל הוֹבַשְׁתִּי עֵץ לָח וְהִפְרַחְתִּי עֵץ יָבֵשׁ אֲנִי יְהֹוָה דִּבַּרְתִּי וְעָשִֽׂיתִי׃

< હઝકિયેલ 17 >