< હઝકિયેલ 16 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
And the word of the Lord came unto me, saying,
2 ૨ “હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
Son of man, make known unto Jerusalem her abominations,
3 ૩ તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમ નગરીને આમ કહે છે: “તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
And thou shalt say, Thus hath said the Lord Eternal unto Jerusalem, Thy origin and thy birth are out of the land of Canaan: thy father was an Emorite, and thy mother a Hittite.
4 ૪ તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
And as for thy birth, on the day thou wast born thy navel was not cut, nor wast thou washed in water to he cleansed; and thou wast not rubbed with salt, nor wrapt in swaddling clothes.
5 ૫ આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.
No eye looked with pity on thee, to do any of these things unto thee, to have compassion upon thee; but thou wast cast out on the open field, with a loathing of thy body, on the day that thou wast born.
6 ૬ પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, ‘જીવ!’
But I passed then by thee, and I saw thee stained with thy own blood, and I said unto thee, In thy blood, live; yea, I said unto thee, In thy blood, live.
7 ૭ મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
Myriads, like the vegetation of the field, did I make of thee, and thou didst increase and become great, and thou attainedst the highest attractions: with thy breasts developed, and thy hair full grown; but thou wast still naked and bare.
8 ૮ ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો,” “તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
But I passed then by thee, and saw thee, and, behold, thy time was the time of love; and I spread the skirt of my garment over thee, and covered thy nakedness: yea, I swore unto thee, and entered into a covenant with thee, saith the Lord Eternal, and thou becamest mine.
9 ૯ મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.
Then did I bathe thee with water, yea, I thoroughly washed away thy blood from thee; and I anointed thee with oil.
10 ૧૦ વળી મેં તને ભરતકામનાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
I clothed thee also with broidered work, and made thee shoes of badger's skin, and I placed on thy head a turban of fine linen, and I covered thee with silk.
11 ૧૧ મેં તને કિંમતી આભૂષણોથી શણગારી હાથે બંગડીઓ પહેરાવી અને તારા ગળામાં હાર પહેરાવ્યો.
And I decked thee with ornaments, and I placed bracelets upon thy hands, and a chain around thy neck.
12 ૧૨ નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી પહેરાવી અને માથે સુંદર મુગટ મૂક્યો.
And I placed a ring on thy nose, and earrings in thy ears, and a crown of splendor on thy head.
13 ૧૩ સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
Thus wast thou ornamented with gold and silver; and thy garments were of fine linen, and silk, and broidered work; fine flour, and honey, and oil didst thou eat: and thou wast exceedingly beautiful, and thou didst succeed to acquire dominion.
14 ૧૪ તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
And thy fame went forth among the nations because of thy beauty; for it was perfect through my glorious ornament, which I had put upon thee, saith the Lord Eternal.
15 ૧૫ “પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.
But thou didst trust in thy beauty, and play the harlot because of thy fame, and lavish thy lewd caresses on every one that passed by—on him they were bestowed.
16 ૧૬ તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.
And thou didst take from thy garments, and deck thee high-places with divers colors, and play the harlot thereupon: never should the like come to pass, and never should it be so.
17 ૧૭ મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.
And thou didst take thy elegant ornaments of my gold and of my silver, which I had given thee, and make for thyself male images, and play the harlot with them;
18 ૧૮ તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.
And thou didst take thy broidered garments, and cover them: and my oil and my incense didst thou place before them.
19 ૧૯ અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!” એવું પ્રભુ યહોવાહ કહે છે.
And my bread which I had given thee, fine flour, and oil, and honey, which I had let thee eat, even this didst thou set before them for a sweet savour: yes, so was it, saith the Lord Eternal.
20 ૨૦ “વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
And thou didst take thy sons and thy daughters, whom thou hadst born unto me, and didst slaughter these unto them to be devoured; [but] were thy acts of lewdness not yet enough?
21 ૨૧ તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં.
That thou didst slay my children, and give them up to cause them to pass through the fire for them?
22 ૨૨ તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
And in all thy abominations and thy acts of lewdness thou didst not remember the days of thy youth, when thou wast naked and bare, when thou wast stained with thy blood.
23 ૨૩ “માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!”
And it came to pass after all thy wickedness, —[woe, woe unto thee! saith the Lord Eternal; ]—
24 ૨૪ તેં તારા પોતાને માટે ઘૂમટ બંધાવ્યો છે, દરેક જગ્યાએ ભક્તિસ્થાનો બનાવ્યા છે.
That thou didst build unto thyself eminences, and make thyself elevations in every street.
25 ૨૫ તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.
On the corner of every road didst thou build thy elevations, and make thy beauty abominable, and spread out thy feet to every one that passed by, and multiply thy acts of lewdness.
26 ૨૬ તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે.
And thou didst play the harlot with the Egyptians, thy neighbors, with large limbs, and multiply thy acts of lewdness, to provoke me to anger.
27 ૨૭ તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
And, behold, I stretched out my hand over thee, and diminished thy stated portion; and I gave thee up unto the will of those that hate thee, the daughters of the Philistines, who were made to blush for thy incestuous course.
28 ૨૮ તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ.
Then didst thou play the harlot with the sons of Asshur, because thou wast unsatiable: yea, thou didst play the harlot with them, and wast even then not satisfied.
29 ૨૯ વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.
And thou didst multiply thy lewdness with the traders' land as far as Chaldea; and even with this wast thou not satisfied.
30 ૩૦ “તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.
How very corrupt is thy heart, saith the Lord Eternal, seeing thou didst all these things, deeds of an abandoned lewd woman;
31 ૩૧ તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.
Seeing that thou didst build thy eminences at the corner of every road, and make thy elevations in every street; and wast not like a harlot, as thou scornedst the wages.
32 ૩૨ તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે પરદેશીઓનો અંગીકાર કરનારી.
O thou adulterous wife! who, while bound to her husband, receiveth strangers!
33 ૩૩ લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
Unto all harlots they give presents; but thou hast given thy presents to all thy lovers, and hast bribed them, that they might come unto thee from every side in thy acts of lewdness.
34 ૩૪ તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી.”
And the reverse was the case with thee from [other] women in thy acts of lewdness, that men did not follow thee to seek thy lewd caresses; and because thou gavest the wages, and no wages were given thee: so was it the reverse with thee.
35 ૩૫ તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ.
Therefore, O harlot, hear the word of the Lord!
36 ૩૬ પ્રભુ યહોવાહ એવું કહે છે: “તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
Thus hath said the Lord Eternal, Whereas thy wealth was squandered, and thy nakedness was uncovered through thy lewd acts with thy lovers, and with all thy abominable idols, and for the blood of thy children, whom thou didst give unto them:
37 ૩૭ જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.
Therefore, behold, I will gather all thy lovers, whom thou hast given pleasure, and all whom thou hast loved, together with all whom thou hast hated, —yea, I will gather them all round about thee, and will uncover thy nakedness unto them, that they may see all thy nakedness.
38 ૩૮ ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.
And I will judge thee, as adulteresses and women that shed blood are judged; and I will bring upon thee the blood of fury and jealousy.
39 ૩૯ હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
And I will also give thee up into their hand, and they shall pull down thy eminences, and shall break down thy elevations; and they shall strip thee of thy clothes, and they shall take thy elegant ornaments, and leave thee naked and bare.
40 ૪૦ તેઓ તારી સામે ટોળું લાવશે અને તને પથ્થરે મારશે અને પોતાની તલવારથી તને કાપી નાખશે.
And they shall bring up against thee an assembly, and they shall stone thee with stones, and thrust thee through with their swords;
41 ૪૧ તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ.
And they shall burn thy houses with fire, and execute punishments on thee before the eyes of many women: and I will cause thee to cease from being a harlot, and also the wages [of sin] shalt thou not give any more.
42 ૪૨ ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ.
And then will I assuage my fury on thee, and my jealousy shall depart from thee, and I will be quiet, and will be no more angry.
43 ૪૩ પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?
Because that thou didst not remember the days of thy youth, but didst irritate me with all these things: behold, therefore I also will bring thy course upon thy head, saith the Lord Eternal, and thou shalt no more commit incest with all thy [other] abominations.
44 ૪૪ જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.
Behold, every one that speaketh in proverbs shall use this proverb against thee, saying, As the mother is, so is her daughter.
45 ૪૫ તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
Thou art thy mother's daughter, loathing her husband and her children; and thou art the sister of thy sisters, who have loathed their husbands and their children: your mother was a Hittite, and your father an Emorite.
46 ૪૬ તારી મોટી બહેન સમરુન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
And thy elder sister is Samaria, she with her daughters, that dwelleth at thy left hand, and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom with her daughters.
47 ૪૭ તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
Yet not even in their ways didst thou walk, nor act according to their abominations: as though this were quite too little, and thou wast more corrupt than they in all thy ways.
48 ૪૮ પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ” સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
As I live, saith the Lord Eternal, Sodom thy sister, she with her daughters, hath not done as thou hast done, thou with thy daughters.
49 ૪૯ જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ: ખીઓને કદી મદદ કરતી નહોતી.
Behold, this was the iniquity of thy sister Sodom: Pride, abundance of food, and prosperous security were hers and her daughters'; but the hand of the poor and needy did she not strengthen.
50 ૫૦ તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
And they became haughty, and committed abominations before me: therefore did I remove them when I saw their course.
51 ૫૧ સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
And Samaria hath not committed even the half of thy sins; but thou didst multiply thy abominations more than they; and thou hast justified thy sisters through all thy abominations which thou hast done.
52 ૫૨ તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
Bear then thou also thy own confusion, which thou didst adjudge unto each of thy sisters; through thy sins, which thou hast committed more abominably than they, are they made more righteous than thou: therefore thou also—be ashamed, and bear thy confusion, since thou hast justified thy sisters.
53 ૫૩ હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.
And I will bring back again their captivity, the captivity of Sodom and her daughters, and the captivity of Samaria and her daughters, and the captivity of the captives in the midst of them:
54 ૫૪ આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.
In order that thou mayest bear thy confusion, and mayest be confounded because of all that thou hast done, when thou art a comfort unto them.
55 ૫૫ તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરુન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
And thy sisters, Sodom and her daughters, shall return to their former state, and Samaria and her daughters shall return to their former state, and thou and thy daughters shall return to your former state.
56 ૫૬ તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,
And was not thy sister Sodom a report in thy mouth in the days of thy pride,
57 ૫૭ પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.
Before yet thy wickedness was discovered, as at the time of the reproach of the daughters of Syria, and all those round about her, the daughters of the Philistines, who taunted thee on all sides?
58 ૫૮ તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની ફળ ભોગવે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.
Thy incest and thy abominations, —thou thyself hadst to bear them, saith the Lord.
59 ૫૯ પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.
For thus hath said the Lord Eternal, I will even deal with thee as thou hast done, thou who hast despised the oath by breaking the covenant.
60 ૬૦ પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.
Nevertheless will I indeed remember my covenant with thee in the days of thy youth, and I will establish unto thee an everlasting covenant.
61 ૬૧ જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.
And thou shalt then remember thy ways, and be confounded, when thou receivest thy sisters, both those that are older than thou and younger than thou: and I will give them unto thee for daughters, though not because thou wast faithful to the covenant.
62 ૬૨ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
And I will establish my covenant with thee; and thou shalt know that I am the Lord:
63 ૬૩ જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે. “એવું પ્રભુ યહોવાહ કહે છે.”
In order that thou mayest remember, and feel ashamed, and never open thy mouth any more because of thy confusion, when I forgive thee for all that thou hast done, saith the Lord Eternal.