< હઝકિયેલ 15 >
1 ૧ ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Кувынтул Домнулуй мь-а ворбит астфел:
2 ૨ “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષવેલાઓ બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે?
„Фиул омулуй, че аре лемнул де вицэ май мулт декыт орьче алт лемн, вицеле-де-вие май мулт декыт челе че сунт принтре копачий дин пэдуре?
3 ૩ શું લોકો કશું બનાવવા દ્રાક્ષવેલામાંથી લાકડી લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?
Я оаре чинева дин лемнул ачеста ка сэ факэ врео лукраре? Фаче чинева дин ел вреун кырлиг де атырнат чева ын ел?
4 ૪ જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?
Ятэ кэ есте пус пе фок сэ ардэ. Дупэ че ый арде фокул челе доуэ капете ши мижлокул, май поате фи ел бун де чева?
5 ૫ જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?”
Ятэ, кынд ера ынтрег, ну се путя фаче нимик дин ел. Ку кыт май пуцин акум, дупэ че л-а мистуит ши л-а арс фокул, с-ар май путя фаче врео лукраре дин ел?
6 ૬ તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.
Де ачея, аша ворбеште Домнул Думнезеу: ‘Ка лемнул де вицэ динтре копачий дин пэдуре, пе каре-л пун пе фок сэ-л ард, аша вой да ши пе локуиторий Иерусалимулуй.
7 ૭ હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Ымь вой ынтоарче Фаца ымпотрива лор; ау ешит дин фок, дар фокул ый ва арде де тот. Ши вець шти кэ Еу сунт Домнул кынд Ымь вой ынтоарче Фаца ымпотрива лор.
8 ૮ તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે!
Вой префаче цара ынтр-ун пустиу, пентру кэ ау фост некрединчошь’”, зиче Домнул Думнезеу.