< હઝકિયેલ 15 >

1 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
E veio a mim a palavra do SENHOR, dizendo:
2 “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષવેલાઓ બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે?
Filho do homem, em que é a madeira da videira é melhor que toda madeira? [Ou] o que é o sarmento entre as madeiras do bosque?
3 શું લોકો કશું બનાવવા દ્રાક્ષવેલામાંથી લાકડી લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?
Por acaso tomam dele madeira para fazer alguma obra? Toma-se dele alguma estaca para pendurar nela algum vaso?
4 જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?
Eis que é posto no fogo para ser consumido; suas duas pontas o fogo consome, e seu meio fica queimado. Por acaso serviria para alguma obra?
5 જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?”
Eis que quando estava inteiro não se fazia [dele] obra; menos ainda depois de consumido pelo fogo, tendo se queimado, servir para obra alguma.
6 તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.
Portanto assim diz o Senhor DEUS: Tal como a madeira da videira entre as madeiras do bosque, a qual entreguei ao fogo para que seja consumida, assim entregarei os moradores de Jerusalém.
7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Pois porei meu rosto contra eles; ainda que tenham saído do fogo, o fogo os consumirá; e sabereis que eu sou o SENHOR, quando tiver posto meu rosto contra eles.
8 તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે!
E tonarei a terra em desolação, pois transgrediram gravemente, diz o Senhor DEUS.

< હઝકિયેલ 15 >