< હઝકિયેલ 14 >
1 ૧ ઇઝરાયલના કેટલાક વડીલો મારી પાસે આવીને મારી આગળ બેઠા હતા.
Israel mpanyimfo no mu bi baa me nkyɛn bɛtenatenaa mʼanim.
2 ૨ ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
Afei Awurade asɛm baa me nkyɛn se:
3 ૩ “હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાના હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકી છે. શું હું તેઓના પ્રશ્ર્નનો કંઈ પણ જવાબ આપું?
“Onipa ba, saa mmarima yi de ahoni ahyɛ wɔn koma mu na wɔde amumɔyɛ hintidua asisi wɔn anim. Ɛsɛ sɛ mema wobisa mʼase koraa ana?
4 ૪ એ માટે તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ.
Enti kasa kyerɛ wɔn na ka se, ‘Sɛɛ na Otumfo Awurade se: Sɛ Israelni biara de ahoni hyehyɛ ne koma mu na ɔde amumɔyɛ hintidua sisi nʼanim, na afei ɔkɔ odiyifo nkyɛn a, me Awurade, mɛma no mmuae a ɛfata nʼahonisom no kɛseyɛ.
5 ૫ હું તેઓના મનમાં એવું ઠસાવું છું કે, તેઓ તેઓની મૂર્તિઓને લીધે મારાથી દૂર થઈ ગયા હતા.’”
Mɛyɛ eyi de atwe Israelfo a wɔagyaw me akodi wɔn abosom akyi no koma aba bio.’
6 ૬ તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો.
“Enti ka kyerɛ Israelfi se, ‘Sɛɛ na Otumfo Awurade se: Monsakra mo adwene. Mumfi mo ahoni ho na munnyae mo nneyɛe a ɛyɛ akyiwade no!
7 ૭ ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ.
“‘Sɛ Israelni bi anaa ɔnanani a ɔte Israel twe ne ho fi me nkyɛn na ɔde ahoni hyɛ ne koma mu de amumɔyɛ hintidua si nʼanim, na afei ɔkɔ odiyifo nkyɛn kobisa mʼase a, me, Awurade ankasa bebua no.
8 ૮ હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Metu mʼani asa onipa no na mede no ayɛ nhwɛso ne kasabebui. Meyi no afi me nkurɔfo mu. Afei mubehu sɛ mene Awurade no.’
9 ૯ જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.
“‘Na sɛ odiyifo no ma wɔdaadaa no ma ɔhyɛ nkɔm a, me Awurade na madaadaa odiyifo no, mɛteɛ me nsa wɔ ne so na matwa no afi me nkurɔfo Israelfo mu.
10 ૧૦ અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે.
Wɔbɛsoa wɔn afɔdi; odiyifo no ne nea okohuu no no nyinaa bedi fɔ.
11 ૧૧ જેથી ઇઝરાયલી લોકો કદી મારાથી ભટકી ન જાય અને ફરી કદી પોતાનાં ઉલ્લંઘનો વડે પોતાને અપવિત્ર કરે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
Na Israelfo renkwati me bio, na wɔremfa wɔn nnebɔne no ngu wɔn ho fi bio. Wɔbɛyɛ me nkurɔfo na mɛyɛ wɔn Nyankopɔn, Otumfo Awurade asɛm ni.’”
12 ૧૨ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
Awurade asɛm baa me nkyɛn se:
13 ૧૩ હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ.
“Onipa ba, sɛ ɔman bi anni me nokware na enti wɔyɛ bɔne de tia me, na meteɛ me nsa wɔ wɔn so na migyae wɔn aduanma, na mema ɔkɔm ba bekunkum mu nnipa ne wɔn mmoa a,
14 ૧૪ જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
mpo sɛ saa nnipa baasa a wɔyɛ Noa, Daniel ne Hiob wɔ ɔman no mu a, wɔn trenee begye wɔn nko ara nkwa, Otumfo Awurade asɛm ni.
15 ૧૫ “જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ.
“Anaa sɛ mema wuram mmoa kɔ saa asase no so na wokunkum so nnipa nyinaa na asase no sɛe a obiara ntumi mfa so, esiane wuram mmoa no nti a,
16 ૧૬ પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.
sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, mpo sɛ saa mmarima baasa yi wɔ asase no so a, wɔrentumi nnye wɔn ankasa mmabarima ne mmabea nkwa. Wɔn nko ara na wobegye wɔn nkwa na asase no bɛsɛe.
17 ૧૭ અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.
“Sɛ nso metwe afoa wɔ asase no so, na meka se, ‘Ma afoa no nkɔ asase no so nyinaa,’ na mikunkum so nnipa ne wɔn mmoa,
18 ૧૮ પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, mpo sɛ saa mmarima baasa yi wɔ asase no so a, wɔrentumi nnye wɔn ankasa mmabarima ne mmabea nkwa. Wɔn nko ara na wobenya nkwa.
19 ૧૯ અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,
“Sɛ nso mesoma ɔyaredɔm kɔ asase no so na menam mʼabufuwhyew so hwie mogya gu wɔ asase no so, kunkum so nnipa ne wɔn mmoa a,
20 ૨૦ પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.”
sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, sɛ Noa, Daniel ne Hiob mpo wɔ hɔ a, wɔrentumi nnye ɔbabarima anaa ɔbabea nkwa. Wɔn trenee nti wobegye wɔn nkwa.
21 ૨૧ કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.
“Na sɛɛ na Otumfo Awurade se: Ɛbɛyɛ hu mmoroso sɛ mɛma mʼatemmu huhuhuhu anan, a ɛyɛ afoa, ɔkɔm, wuram mmoa ne ɔyaredɔm akɔ Yerusalem so akokunkum ne mmarima ne wɔn mmoa!
22 ૨૨ તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વના થશે.
Nanso ebinom bɛka, mmabarima ne mmabea a wobeyi wɔn afi mu no. Wɔbɛba mo nkyɛn na sɛ muhu wɔn su ne wɔn nneyɛe a, mo bo bɛtɔ mo yam wɔ amanehunu a me de aba Yerusalem so no ho, amanehunu a mede aba ne so biara.
23 ૨૩ જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વના પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
Sɛ muhu wɔn su ne wɔn nneyɛe a mo bo bɛtɔ mo yam, efisɛ mubehu sɛ, menyɛɛ biribiara wɔ hɔ a enni farebae, Otumfo Awurade asɛm ni.”