< હઝકિયેલ 13 >
1 ૧ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
И бысть слово Господне ко мне глаголя:
2 ૨ “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.
сыне человечь, прорцы на пророки Израилевы прорицающыя и речеши пророком прорицающым от сердца своего, и прорцы и речеши к ним: слышите слово Господне,
3 ૩ પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!
сия глаголет Адонаи Господь: люте прорицающым от сердца своего, ходящым вслед духа своего, а отнюд не видящым.
4 ૪ હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.
Якоже лисицы в пустыни, (тако) пророцы твои (быша), Израилю!
5 ૫ યહોવાહને દિવસે યુદ્ધમાં સામનો કરવા સારુ તમે દીવાલમાં પડેલા કાણા આગળ ચઢી નથી ગયા. ઇઝરાયલી લોકને સારુ વાડ નથી કરી.
Не сташа на тверди и собраша стада к дому Израилеву: не восташа глаголющии в день Господень,
6 ૬ જેઓને યહોવાહે મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે ‘યહોવાહ આમ કહે છે તેવા લોકોને વ્યર્થતાનું તથા જૂઠા શકુનનું સંદર્શન થયું છે. તેઓએ લોકોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેઓનો સંદેશો ફળીભૂત થશે.
видящии ложная и волхвующии суетная, глаголюще: тако глаголет Господь, Господь же не посла их, и начаша возставляти слово.
7 ૭ હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે, “યહોવાહ આમ કહે છે” તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી તથા તમે જૂઠા શકુન જોયા નથી?
Не ложное ли убо видение видесте и волхвования суетная рекосте? И глаголете, рече Господь: Аз же не глаголах.
8 ૮ માટે પ્રભુ યહોવાહ કહે છે, કેમ કે તમને જૂઠાં સંદર્શન થયા છે તથા તમે જૂઠી વાતો બોલ્યા છો, આ તમારી વિરુદ્ધ પ્રભુ યહોવાહનું વચન છે.
Сего ради рцы: сия глаголет Адонаи Господь: понеже словеса ваша лжива и волхвования ваша суетна, того ради, се, Аз на вы, глаголет Адонаи Господь,
9 ૯ “જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.
и простру руку Мою на пророки видящыя лжу и провещавающыя суетная: в наказании людий Моих не будут, и в писании дому Израилева не впишутся, и в землю Израилеву не внидут, и уведят, яко Аз Адонаи Господь.
10 ૧૦ જોકે શાંતિ નથી તોપણ તેઓએ શાંતિ છે એમ કહીને મારા લોકોને ભમાવ્યા છે, તેઓ દીવાલ બાંધે છે કે તેઓ ચૂનાથી તેને ધોળે.’
Понеже прельстиша людий Моих, глаголюще: мир, мир: и не бяше мира: и сей сограждает стену, а они помазуют ю, падется.
11 ૧૧ ચૂનો ધોળનારાઓને કહે કે; ‘તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.
Глаголи к помазующым ю: падется, и будет туча потопляющая, и дам камение стрельное в свузы их, и падутся, и ветр воздвижущь размещет, и разсядется.
12 ૧૨ જો, દીવાલ પડી જશે. શું તમને બીજા લોકો પૂછશે નહિ કે, “તમે ધોળ્યો તે ચૂનો ક્યાં છે?”
И се, падеся стена, и не рекут ли к вам: где есть помазание ваше, имже помазасте?
13 ૧૩ એ માટે પ્રભુ યહોવાહ કહે છે: ‘હું મારા ક્રોધમાં તોફાની પવન લાવીશ, મારા ક્રોધમાં મુશળધાર વરસાદ થશે અને કરા તેઓનો સંપૂર્ણ નાશ કરશે.
Того ради сия глаголет Адонаи Господь: и навергу бурю разоряющую со яростию, и туча потопляющи гневом Моим будет, и камение стрельное наведу яростию во скончание:
14 ૧૪ જે દીવાલને તમે ધોળો છો તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
и раскопаю стену, юже помазасте, и падется, и положу ю на земли, и открыются основания ея, и падется, и скончаетеся со обличением и познаете, яко Аз Господь:
15 ૧૫ દીવાલ તથા તે પર ચૂનો કરનારાઓનો હું મારા ક્રોધમાં નાશ કરીશ. હું તમને કહીશ કે, “દીવાલ તથા તેના પર ધોળનારાઓને પણ ટકશે નહિ.
и скончаю ярость Мою на стене и на помазующих ю, и падет. И рекох к вам: несть стены, ни помазующих ея,
16 ૧૬ ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે અને શાંતિ ન હોવા છતાં શાંતિના સંદર્શન જુએ છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
пророцы Израилевы, прорицающии на Иерусалим и видящии ему мир, и несть мира, глаголет Адонаи Господь.
17 ૧૭ હે મનુષ્યપુત્ર, તારા લોકની જે દીકરીઓ મન કલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ, તેઓની વિરુદ્ધ પ્રબોધ કર.
И ты, сыне человечь, утверди лице твое на дщери людий твоих, на прорицающыя от сердца своего, и прорцы на них,
18 ૧૮ તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?
и речеши: сия глаголет Адонаи Господь: горе сшивающым возглавийцы под всякий лакоть руки и сотворяющым покрывала над всякую главу всякаго возраста, еже развратити душы: души развратишася людий Моих, и душ снабдеваху:
19 ૧૯ મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.
и осквернавляху Мя у людий Моих, горсти ради ячмене и ради укруха хлеба, еже избити душы, имже не подобаше умрети, и оживити душы, имже не подобаше жити, провещающе людем Моим, послушающым лживых провещаний.
20 ૨૦ તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે તમારા દોરાધાગાથી લોકોના જીવોનો પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હું તેઓને તમારા હાથ પરથી ફાડી નાખીશ, જે લોકોને તમે પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓને હું છોડી મૂકીશ.
Сего ради сия глаголет Господь: се, Аз на возглавия ваша, имиже вы развращаете душы тамо: и отторгну я от мышцей ваших, и послю душы, яже вы развращасте душы их на разсыпание,
21 ૨૧ તમારા બુરખાઓને હું ફાડી નાખીશ અને મારા લોકોને તમારામાંથી છોડાવીશ, હવે પછી તેઓ તમારા હાથમાં ફસાશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
и растерзаю покрывала ваша, и отиму люди Моя от руки вашея, и ктому не будут в руках ваших на развращение, и познаете, яко Аз Господь:
22 ૨૨ કેમ કે જે ન્યાયી માણસોને મેં દિલગીર કર્યા નથી તેઓનાં હૃદય તમે જૂઠાણાથી નિરાશ કર્યાં છે. દુષ્ટ માણસો પોતાનાં દુષ્ટ આચરણોથી પાછા ન ફરે અને પોતાના જીવન ન બચાવે, તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.
понеже развращасте сердце праведнаго неправедно, Аз же не развращах его, и укреплясте руце беззаконнику, еже отнюд не обратитися ему от пути его злаго и живу быти ему,
23 ૨૩ તેથી હવે પછી તમને વ્યર્થ સંદર્શન થશે નહિ અને તમે શકુન જોશો નહિ, હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ. અને ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”
сего ради не узрите лжи, и волхвования ктому не имате волхвовати: и избавлю люди Моя от рук ваших, и увесте, яко Аз Господь.