< હઝકિયેલ 12 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Кувынтул Домнулуй мь-а ворбит астфел:
2 ૨ “હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
„Фиул омулуй, ту локуешть ын мижлокул уней касе де ындэрэтничь, каре ау окь сэ вадэ, ши ну вэд, урекь де аузит, ши н-ауд, кэч сунт о касэ де рэзврэтиць.
3 ૩ તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.
Де ачея, фиул омулуй, прегэтеште-ць лукруриле де кэлэторие ши плякэ зиуа, суб окий лор! Плякэ ын фаца лор дин локул унде ешть ши ду-те ын алт лок – поате кэ вор ведя кэ сунт о касэ де ындэрэтничь.
4 ૪ તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.
Скоате-ць лукруриле ка ниште лукрурь де кэлэторие зиуа, суб окий лор, дар плякэ сяра, ын фаца лор, кум плякэ чей че се дук ын робие!
5 ૫ તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.
Сэ спарӂь зидул суб окий лор ши сэ-ць скоць лукруриле пе аколо.
6 ૬ તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
Сэ ле пуй пе умэр суб окий лор, сэ ле скоць афарэ пе негурэ, сэ-ць акоперь фаца ши сэ ну те уйць ла пэмынт, кэч вряу сэ фий ун семн пентру каса луй Исраел.”
7 ૭ તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
Ам фэкут кум ми се порунчисе: мь-ам скос лукруриле зиуа ка пентру кэлэторие, сяра ам спарт зидул ку мына ши ле-ам скос пе негурэ ши ле-ам пус пе умэр, ын фаца лор.
8 ૮ સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Диминяца ынсэ, кувынтул Домнулуй мь-а ворбит астфел:
9 ૯ “હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’
„Фиул омулуй, ну ць-а зис каса луй Исраел, ачастэ касэ де ындэрэтничь: ‘Че фачь?’
10 ૧૦ તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”
Спуне-ле: ‘Аша ворбеште Домнул Думнезеу: «Пророчия ачаста привеште пе домнул каре есте ла Иерусалим ши пе тоатэ каса луй Исраел каре се афлэ аколо.»’
11 ૧૧ તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.
Спуне: ‘Еу сунт ун семн пентру вой! Кум ам фэкут еу, аша ли се ва фаче ши лор: се вор дуче ынтр-о царэ стрэинэ, ын робие.’
12 ૧૨ તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.
Домниторул каре есте ын мижлокул лор ышь ва пуне лукруриле пе умэр ши ва плека пе негурэ; вор спарӂе зидул ка сэ-л скоатэ афарэ; ышь ва акопери фаца, ка сэ ну вадэ пэмынтул ку окий.
13 ૧૩ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.
Ымь вой ынтинде мряжа песте ел ши ва фи принс ын лацул Меу; ыл вой дуче ла Бабилон, ын цара халдеенилор, дар ну-й ва ведя ши ва мури аколо.
14 ૧૪ તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.
Пе тоць чей че стау ын журул луй ши ый сунт де ажутор ши пе тоате оштиле луй ый вой рисипи ын тоате вынтуриле ши вой скоате сабия дупэ ей.
15 ૧૫ હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Атунч вор шти кэ Еу сунт Домнул, кынд ый вой ымпрэштия принтре нямурь ши ый вой рисипи ын фелурите цэрь.
16 ૧૬ પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”
Дар вой лэса дин ей врео кыцьва оамень каре вор скэпа де сабие, де фоамете ши де чумэ, ка сэ историсяскэ тоате урычуниле лор принтре нямуриле ла каре вор мерӂе ши сэ штие кэ Еу сунт Домнул.”
17 ૧૭ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Кувынтул Домнулуй мь-а ворбит астфел:
18 ૧૮ “હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.
„Фиул омулуй, ыць вей мынка пыня тремурынд ши ыць вей бя апа ку нелиниште ши гроазэ.
19 ૧૯ દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.
Спуне попорулуй дин царэ: ‘Аша ворбеште Домнул Думнезеу деспре локуиторий Иерусалимулуй дин цара луй Исраел: «Ей ышь вор мынка пыня ку нелиниште ши ышь вор бя апа ку гроазэ, кэч цара ле ва фи жефуитэ де тот че аре дин причина силничией тутурор челор че о локуеск.
20 ૨૦ વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”
Четэциле плине ку попор вор фи нимичите ши цара ва фи пустиитэ, ка сэ штиць кэ Еу сунт Домнул.»’”
21 ૨૧ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Кувынтул Домнулуй мь-а ворбит астфел:
22 ૨૨ “હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?
„Фиул омулуй, че ынсямнэ ачест кувынт де батжокурэ пе каре-л ынтребуинцаць ын цара луй Исраел: ‘Зилеле се лунӂеск ши тоате веденииле рэмын неымплините’?
23 ૨૩ માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”
Де ачея спуне-ле: ‘Аша ворбеште Домнул Думнезеу: «Вой фаче сэ ынчетезе ачест кувынт де батжокурэ ши ну се ва май ынтребуинца ын Исраел.»’ Де ачея спуне-ле: ‘Се апропие зилеле ши тоате веденииле се вор ымплини!
24 ૨૪ કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.
Кэч ну вор май фи ведений минчиноасе, нич пророчирь ыншелэтоаре ын мижлокул касей луй Исраел!
25 ૨૫ કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.
Кэч Еу, Домнул, вой ворби; че вой спуне се ва ымплини ши ну ва май фи амынат; да, ын зилеле воастре, касэ де ындэрэтничь, вой рости ун кувынт ши-л вой ымплини’”, зиче Домнул Думнезеу.
26 ૨૬ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું:
Кувынтул Домнулуй мь-а ворбит апой астфел:
27 ૨૭ “હે મનુષ્યપુત્ર, જો! ઇઝરાયલી લોકો કહે છે કે, તને જે સંદર્શન થયું છે તે તો હમણાંથી ઘણા દિવસો પછીના વખતનું છે, તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.
„Фиул омулуй, ятэ, каса луй Исраел зиче: ‘Веденииле пе каре ле аре ел ну сунт апроапе сэ се ымплиняскэ ши пророчеште пентру времурь депэртате!’
28 ૨૮ તેથી તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’ આ પ્રભુ યહોવાહનું વચન છે.
Де ачея спуне-ле: ‘Аша ворбеште Домнул Думнезеу: «Ну ва май фи зэбавэ ын ымплиниря кувинтелор Меле, чи кувынтул пе каре-л вой рости се ва ымплини»’”, зиче Домнул Думнезеу.