< હઝકિયેલ 10 >
1 ૧ પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.
১পরে আমি দেখলাম, আর দেখ, করুবদের মাথার ওপরে অবস্থিত যেন নীলকান্তমণি বিরাজমান, সিংহাসনের মূর্তিবিশিষ্ট এক আকার তাদের ওপরে প্রকাশ পেল।
2 ૨ પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.
২তিনি ঐ মসীনা-পোশাক পরা লোককে বললেন, “ঐ চাকাগুলোর মাঝখানে করুবের নীচে প্রবেশ কর এবং করুবদের মাঝখান থেকে দুই হাতে জ্বলন্ত কয়লা নিয়ে শহরের ওপরে ছড়িয়ে দাও।” তাতে সেই লোক আমার সামনে সেখানে গেল।
3 ૩ તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું.
৩যখন সেই লোক গেল, তখন করুবরা গৃহের দক্ষিণ পাশে দাঁড়িয়ে ছিলেন এবং ভিতরের উঠান মেঘে পরিপূর্ণ ছিল।
4 ૪ પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.
৪আর সদাপ্রভুর মহিমা করুবের ওপর থেকে উঠে গৃহের দোরগোড়ার ওপরে দাঁড়াল এবং গৃহ মেঘে পরিপূর্ণ ও উঠান সদাপ্রভুর মহিমার উজ্জ্বলতায় পরিপূর্ণ হল।
5 ૫ કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.
৫আর করুবদের ডানার শব্দ বাইরের উঠান পর্যন্ত শোনা যাচ্ছিল ওটা সর্বশক্তিমান ঈশ্বরের কথার রবের মতো।
6 ૬ જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
৬আর তিনি যখন ঐ মসীনা-পোশাক পরা লোককে এই আদেশ দিলেন, “তুমি এই চাকাগুলোর মধ্যে থেকে, করূবদের মধ্যে থেকে, আগুন নাও;” তখন সেই লোক চাকার পাশে গেল এবং দাঁড়াল।
7 ૭ કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
৭তখন এক করূব করূবদের মধ্যে থেকে করূবদের মধ্যে অবস্থিত আগুন পর্যন্ত হাত বাড়িয়ে তার কিছুটা নিয়ে ঐ মসীনা-পোশাক পরা পুরুষের হাতের মধ্যে দিল, আর সে তা নিয়ে বাইরে গেল।
8 ૮ કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું.
৮আর আমি করূবদের ডানাগুলির নীচে মানুষের হাতের মতো দেখলাম।
9 ૯ તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પીરોજના પથ્થર જેવો હતો.
৯সুতরাং আমি দেখলাম এবং দেখ! চারটি চাকা করুবদের পাশে প্রত্যেক করূবের পাশে একটি চাকা, ঐ চাকাগুলোর রূপ দেখতে পান্না পাথরের মতো।
10 ૧૦ દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું.
১০তাদের আকার এই, চারটীর রূপ একই ছিল; যেন চাকার মধ্যে চাকা রয়েছে।
11 ૧૧ તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ.
১১যাওয়ার দিনের তারা যে কোনো দিকে যেত; তারা ফিরত না যখন তারা যেত; কারণ সে জায়গায় তারা যেত যেদিকে মাথা থাকত, সেই জায়গা থেকে তারা ফিরত না যখন তারা যেত।
12 ૧૨ તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં.
১২তাদের সম্পূর্ণ দেহ, তাদের পিঠ, হাত ও ডানা এবং চাকা সব চোখে ঢাকা ছিল, চারটী চাকায় চোখ ছিল।
13 ૧૩ મારા સાંભળતાં “પૈડાને ફરતાં પૈડા” એવું નામ આપવામાં આવ્યું.
১৩যেমন আমি শুনলাম, সেই চাকাগুলোকে বলল, “ঘূর্নায়মান।”
14 ૧૪ તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું.
১৪প্রত্যেকে প্রাণীর চারটে মুখ; প্রথম মুখ করূবের মুখ, দ্বিতীয় মুখ মানুষের মুখ, তৃতীয় সিংহের মুখ ও চতুর্থ ঈগলের মুখ।
15 ૧૫ કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં.
১৫তখন করূবের পরে আমি কবার নদীর তীরে সেই প্রাণীকে দেখেছিলাম।
16 ૧૬ જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ.
১৬যখন করূবেরা যেত চাকাগুলো তাদের পাশে যেত এবং যখন করূবেরা মাটি থেকে ওপরে ওঠার জন্য তাদের ডানা তুলত, চাকাগুলোও তাদের পাশ ছাড়ত না।
17 ૧૭ જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો.
১৭করুবরা দাঁড়ালে চাকারাও দাঁড়াত এবং তারা উঠলে এরাও একসঙ্গে উঠত, কারণ ওই চাকাগুলোতে সেই প্রাণীর আত্মা ছিল।
18 ૧૮ પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.
১৮সদাপ্রভুর মহিমা গৃহের দোরগোড়ার ওপর থেকে চলে গিয়ে করূবদের ওপরে দাঁড়াল।
19 ૧૯ કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.
১৯তখন করূবেরা আমার দৃষ্টি থেকে চলে যাবার দিনের ডানা তুলে মাটি থেকে ওপরে চলে গেল এবং তাদের পাশে চাকাগুলোও গেল; তারা সদাপ্রভুর গৃহের প্রবেশের জায়গায় দাঁড়াল; তখন ইস্রায়েলের ঈশ্বরের মহিমা ওপরে তাদের ওপরে ছিল।
20 ૨૦ કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા!
২০আমি কবার নদীর কাছে ইস্রায়েলের ঈশ্বরের সেই প্রাণীকে দেখেছিলাম; আর এরা যে করূব, তা জানলাম।
21 ૨૧ દરેકને ચાર મુખ, દરેકને ચાર પાંખો હતી, તેઓની પાંખો નીચે માણસના જેવા હાથ હતા.
২১প্রত্যেক প্রাণীর চারটে মুখ ও চারটে ডানা এবং তাদের ডানার নীচে মানুষের হাতের প্রতিমূর্ত্তি ছিল।
22 ૨૨ તેમનાં મુખોનો દેખાવ કબાર નદીને કિનારે મેં દર્શનમાં જોયેલાં મુખો જેવો હતો, તેઓમાંનો દરેક સીધો આગળ ચાલતો હતો.
২২আমি কবার নদীর কাছে যে যে মুখ দেখেছিলাম, সে সব এদের মুখের প্রতিমূর্ত্তি; প্রত্যেক প্রাণী সামনের দিক দিয়েই যেত।