< નિર્ગમન 8 >

1 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’
యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.
2 પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.
నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.
3 નીલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.
నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.
4 તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો.”
ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.”
5 પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”
యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు.
6 ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.
అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.
7 મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.
ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.
8 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను” అని చెప్పాడు.
9 મૂસાએ ફારુનને કહ્યું, “સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે.”
అందుకు మోషే “ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే” అన్నాడు. అప్పుడు ఫరో “రేపే ఆ పని చెయ్యి” అని బదులిచ్చాడు.
10 ૧૦ ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.
౧౦అందుకు మోషే “మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.
11 ૧૧ દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નીલ નદીમાં જ રહેશે.”
౧౧కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి” అన్నాడు.
12 ૧૨ પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી.
౧౨మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.
13 ૧૩ અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.
౧౩యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.
14 ૧૪ મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.
౧౪ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.
15 ૧૫ પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.
౧౫ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.
16 ૧૬ પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી જમીન પરની ધૂળ પર મારે. કે જેથી આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.”
౧౬అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.
17 ૧૭ મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ મિસરના સર્વ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.
౧౭అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.
18 ૧૮ મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા જૂઓ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી.
౧౮మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు
19 ૧૯ હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.
౧౯మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.
20 ૨૦ યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.
౨౦కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
21 ૨૧ જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.’”
౨౧నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.
22 ૨૨ પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.
౨౨భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.
23 ૨૩ આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.”
౨౩నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు.
24 ૨૪ પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.
౨౪యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
25 ૨૫ એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”
౨౫అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.
26 ૨૬ પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?
౨౬అందుకు మోషే “అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.
27 ૨૭ અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે.”
౨౭అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం” అని చెప్పాడు.
28 ૨૮ એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા માટે અરણ્યમાં જવા દઈશ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહિ અને મારા માટે પણ પ્રાર્થના કરવી.”
౨౮ఫరో “మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి” అన్నాడు.
29 ૨૯ મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, ફારુન અને તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી.”
౨౯అందుకు మోషే “నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు” అని చెప్పి
30 ૩૦ એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવાહ પાસે ગયો અને પ્રાર્થના કરી,
౩౦ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.
31 ૩૧ અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ.
౩౧యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.
32 ૩૨ પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.
౩౨అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

< નિર્ગમન 8 >