< નિર્ગમન 8 >
1 ૧ પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’
Markaasaa Rabbigu wuxuu Muuse ku yidhi, Fircoon u tag, oo waxaad ku tidhaahdaa, Waxaa Rabbigu leeyahay, Dadkayga sii daa ha tageene inay ii adeegaan.
2 ૨ પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.
Oo haddii aad diiddo inaad sii daysid, bal hadda ogow, waddankaaga oo dhan waxaan ku soo dayn doonaa rahyo.
3 ૩ નીલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.
Oo webiga waxaa ka buuxsami doona rahyo, markaasay waxay tegi doonaan oo geli doonaan gurigaaga, iyo qawladdaada aad seexatid, iyo sariirtaada dusheeda, iyo guryaha addoommadaada oo dhan, iyo dadkaaga dushiisa, iyo foornooyinkaaga dhexdooda, iyo weelashaada wax lagu cajiimo oo dhan;
4 ૪ તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો.”
oo rahyadu waxay kor fuuli doonaan adiga, iyo dadkaaga, iyo addoommadaada oo dhanba.
5 ૫ પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”
Markaasaa Rabbigu wuxuu Muuse ku yidhi, Waxaad Haaruun ku tidhaahdaa, Gacanta adoo ushaada ku haysta ku fidi webiyaasha dushooda, iyo durdurrada dushooda, iyo balliyada dushooda, oo rahyo ku soo daa dalka Masar.
6 ૬ ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.
Markaasaa Haaruun gacanta ku kor fidiyey biyihii dalka Masar oo dhan, kolkaasaa rahyadii soo baxeen oo qariyeen dalkii Masar.
7 ૭ મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.
Saaxiriintiina sidaas si le'eg bay yeeleen oo falfalkoodii ku sameeyeen, oo rahyo bay keeneen dalkii Masar.
8 ૮ પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”
Markaasaa Fircoon wuxuu u yeedhay Muuse iyo Haaruun, oo wuxuu ku yidhi, Rabbiga noo barya inuu rahyada naga qaado aniga iyo dadkaygaba; oo markaasaan dadka sii dayn doonaa inay tagaan oo ay Rabbiga allabari u bixiyaan.
9 ૯ મૂસાએ ફારુનને કહ્યું, “સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે.”
Kolkaasaa Muuse wuxuu Fircoon ku yidhi, Adaa amarka leh; goormaan idiin baryaa adiga iyo addoommadaada iyo dadkaaga, iyo in rahyada laga baabbi'iyo adiga iyo guryahaagaba, oo ay ku hadhaan webiga keliya?
10 ૧૦ ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.
Markaasuu ku yidhi, Berri. Isaguna wuxuu yidhi, Sidaad u tidhi ha noqoto, bal inaad ogaatid inaanu jirin mid la mid ah Rabbiga ah Ilaahayaga.
11 ૧૧ દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નીલ નદીમાં જ રહેશે.”
Oo rahyadu waa ka tegi doonaan adiga iyo guryahaaga, iyo addoommadaada, iyo dadkaagaba, oo waxay ku hadhi doonaan webiga oo keliya.
12 ૧૨ પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી.
Kolkaasay Muuse iyo Haaruun ka tageen Fircoon; markaasaa Muuse Rabbiga ugu qayshaday wax ku saabsan rahyadii uu ku soo daayay Fircoon.
13 ૧૩ અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.
Rabbiguna wuu yeelay siduu Muuse yidhi, oo rahyadii waa ka idlaadeen guryihii, iyo barxadihii, iyo beerihiiba.
14 ૧૪ મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.
Kolkaasay isu soo wada ururiyeen oo meelo ku tuuleen, markaasaa dalkii uray.
15 ૧૫ પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.
Fircoonse markuu arkay inay wixii joogsadeen ayuu qalbiga ka sii qallafsanaaday, mana uu dhegaysan iyagii, sidii Rabbigu yidhi.
16 ૧૬ પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી જમીન પરની ધૂળ પર મારે. કે જેથી આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.”
Markaasaa Rabbigu wuxuu Muuse ku yidhi, Waxaad Haaruun ku tidhaahdaa, Ushaada fidi oo ciidda dhulka ku dhufo si uu dalka Masar oo dhammu injir miidhan u noqdo.
17 ૧૭ મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ મિસરના સર્વ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.
Markaasay sidii yeeleen. Kolkaasaa Haaruun ushiisii gacanta ku fidiyey, oo wuxuu ku dhuftay ciidda dhulka, kolkaasaa injiru gashay dadkii iyo duunyadiiba; ciiddii dhulka oo dhammuna waxay noqotay injir miidhan oo qulqulaysa dalkii Masar oo dhan.
18 ૧૮ મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા જૂઓ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી.
Saaxiriintiina saasay yeeleen, oo waxay damceen inay injir falfalkoodii ku keenaan, laakiinse way kari waayeen; injir baana ku jirtay dadkii iyo duunyadiiba.
19 ૧૯ હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.
Markaasaa saaxiriintii waxay Fircoon ku yidhaahdeen, Tanu waa fartii Ilaah. Qalbigii Fircoonna wuu sii qallafsanaaday, mana uu dhegaysan iyagii, sidii Rabbigu yidhi.
20 ૨૦ યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.
Markaasaa Rabbigu wuxuu Muuse ku yidhi, Aroor hore kac oo Fircoon hortiisa istaag, waayo, markaasuu biyaha tegayaa, oo waxaad ku tidhaahdaa, Waxaa Rabbigu leeyahay, Dadkayga sii daa ha tageene inay ii adeegaan.
21 ૨૧ જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.’”
Haddii kalese haddaadan dadkayga sii daynin inay tagaan, bal ogow, waxaan idiin soo diri doonaa duqsiyo faro badan, adiga, iyo addoommadaada, iyo dadkaaga, iyo guryahaaga dhexdooda; oo guryaha Masriyiinta oo dhanna waxaa ka buuxsami doona duqsiyo faro badan, iyo weliba dhulka ay joogaanba.
22 ૨૨ પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.
Inaad ogaatid inaan anigu dhulka dhexdiisa ku ahay Rabbiga, maalintaas waan ka duwi doonaa dalka Goshen oo dadkaygu deggan yahay, inaan duqsiyo badanu halkaas jirin innaba.
23 ૨૩ આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.”
Oo dadkayga iyo dadkaagana waan kala sooci doonaa; calaamadaasuna berri bay ahaan doontaa.
24 ૨૪ પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.
Rabbiguna sidii buu yeelay, oo duqsiyo badan oo baas ayaa yimid gurigii Fircoon, iyo guryihii addoommadiisa, oo dalkii Masar oo dhanna duqsiyadii badnaa aawadood ayuu u kharribmay.
25 ૨૫ એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”
Markaasaa Fircoon wuxuu u yeedhay Muuse iyo Haaruun, oo wuxuu ku yidhi, Taga oo Ilaahiin dalka dhexdiisa allabari ugu bixiya.
26 ૨૬ પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?
Kolkaasaa Muuse ku yidhi, Sidaas inaan yeelno ma habboona; waayo, karaahiyada Masriyiinta ayaannu Rabbiga Ilaahayaga ah u bixinaynaa. Bal eeg, miyaannu karaahiyada Masriyiinta ku allabarinnaa iyagoo noo jeeda? De sow na dhagxin maayaan?
27 ૨૭ અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે.”
Meel saddex maalmood loo socdo oo cidla ah ayaannu tegaynaa, oo allabari ugu bixinaynaa Rabbiga Ilaahayaga ah, siduu nagu amri doono.
28 ૨૮ એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા માટે અરણ્યમાં જવા દઈશ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહિ અને મારા માટે પણ પ્રાર્થના કરવી.”
Markaasaa Fircoon wuxuu ku yidhi, Waan idin sii daynayaa inaad tagtaan inaad cidlada allabari ugu bixisaan Rabbiga Ilaahiinna ah, laakiinse waa inaydnaan aad u fogaan. Iina soo duceeya.
29 ૨૯ મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, ફારુન અને તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી.”
Muusena wuxuu ku yidhi, Bal eeg, waan kaa baxayaa oo waxaan Rabbiga ka baryi doonaa inay duqsiyada badanu berri ka tagaan Fircoon iyo addoommadiisa, iyo dadkiisa, laakiinse Fircoon yuusan mar dambe khiyaano nagula macaamiloon, isagoo aan daynin dadka inay tagaan si ay allabari ugu bixiyaan Rabbiga.
30 ૩૦ એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવાહ પાસે ગયો અને પ્રાર્થના કરી,
Markaasaa Muuse ka tegey Fircoon, oo wuxuu baryay Rabbiga.
31 ૩૧ અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ.
Rabbiguna sidii Muuse yidhi ayuu yeelay; duqsiyadii badnaana wuu ka kexeeyey Fircoon, iyo addoommadiisii, iyo dadkiisiiba. Mid qudh ahna kama hadhin.
32 ૩૨ પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.
Markanna Fircoon qalbiga ayuu ka sii qallafsanaaday, oo dadkiina siima uu dayn inay tagaan.