< નિર્ગમન 7 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું, “જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.
परमप्रभुले मोशालाई भन्नुभयो, “हेर्, मैले तँलाई फारोको निम्ति ईश्वरजस्तै बनाएको छु । तेरो दाजु हारून तेरो अगमवक्ता हुनेछ ।
2 ૨ હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે.
मैले तँलाई आज्ञा गरेको हरेक कुरो तैँले भन्नू । फारोको देशबाट इस्राएलका मानिसहरूलाई जान दिइयोस् भन्नाका लागि तेरो दाजु हारूनले फारोसित बोल्नेछ ।
3 ૩ પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ.
तर म फारोको ह्रदय कठोर पार्नेछु, र मिश्र देशमा मेरो शक्तिमा धेरै चिन्हहरू, अचम्मका कामहरू देखाउनेछु ।
4 ૪ પણ ફારુન તમારું સાંભળશે નહિ, એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ.
तर फारोले तेरो कुरा सुन्नेछैन । त्यसैले म मेरो हात मिश्रमाथि पसारी ठुला-ठुला दण्डका क्रियाकलापहरूद्वारा मेरा योद्धाहरू, मेरो जाति र इस्राएलका सन्तानहरूलाई मिश्रदेशबाट निकालेर ल्याउनेछु ।
5 ૫ ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, “હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકો ઇઝરાયલીઓને મુક્ત કરીશ.”
मैले मिश्रमाथि मेरो हात पसारेर इस्राएलीहरूलाई तिनीहरूका बिचबाट ल्याएपछि म नै परमप्रभु हुँ भनी मिश्रीहरूले जान्नेछन् ।”
6 ૬ મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું.
परमप्रभुले आज्ञा गर्नुभएझैँ मोशा र हारूनले गरे ।
7 ૭ તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી.
फारोसित कुरा गर्दा मोशा असी वर्षका थिए भने हारून त्रियासी वर्षका थिए ।
8 ૮ યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
परमप्रभुले मोशा र हारूनलाई भन्नुभयो,
9 ૯ “જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તું હારુનને કહેજે કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે’ એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે.”
“फारोले तिमीहरूलाई 'आश्चर्यकर्म गर्' भन्दा तैँले हारूनलाई भन्नू, 'तपाईंको लट्ठी लिएर त्यसलाई फारोको सामुन्ने फ्याँक्नुहोस् अनि त्यो सर्प बन्नेछ' ।”
10 ૧૦ પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.
तब मोशा र हारून फारोकहाँ गए, र परमप्रभुले आज्ञा गर्नुभएझैँ तिनीहरूले गरे । हारूनले फारो र तिनका अधिकारीहरूका सामु आफ्नो लट्ठी फ्याँके र त्यो सर्प भयो ।
11 ૧૧ ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો.
तब फारोले आफ्ना बुद्धिमानी मानिस र टुनामुना गर्नेहरूलाई डाके । तिनीहरूका जादुद्वारा तिनीहरूले पनि उही कुरो गरे ।
12 ૧૨ તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.
हरेक मानिसले आ-आफ्नो लट्ठी फ्याँके र ती लट्ठीहरू सर्प बने । तर हारूनको लट्ठीले तिनीहरूका सर्पहरूलाई निलिदियो ।
13 ૧૩ તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ.
फारोको ह्रदय कठोर पारियो, र परमप्रभुले पहिले भन्नुभएझैँ तिनले उनीहरूका कुरा सुनेनन् ।
14 ૧૪ પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે;
परमप्रभुले मोशालाई भन्नुभयो, “फारोको ह्रदय कठोर छ, त्यसले मानिसहरूलाई जान दिन इन्कार गर्छ ।
15 ૧૫ જો ફારુન સવારે નીલ નદીના કિનારા પર આવશે. તું તેને મળવા ને ઘાટ પર ઊભો રહેજે, અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને જજે.
फारो नदीतिर जाने बेलामा बिहानै त्यसकहाँ जा । त्यसलाई भेट्न नदीको तटमा उभेर बस् र सर्प बनेको लट्ठी तेरो हातमा लिएर जा ।
16 ૧૬ “ફારુન આવે ત્યારે કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; ‘જો અત્યાર સુધી તેં યહોવાહની વાત કાને ધરી નથી.”
त्यसलाई भन्, 'हिब्रूहरूका परमेश्वर परमप्रभुले मलाई तपाईंकहाँ यसो भनेर पठाउनुभएको छ, 'मेरो जातिलाई जान दे ताकि तिनीहरू उजाड-स्थानमा गएर मेरो आराधना गर्न सकून् । तैँले अहिलेसम्म मानेको छैनस् ।'
17 ૧૭ હવે યહોવાહ કહે છે કે, ‘હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નીલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે.
परमप्रभु यसो भन्नुहुन्छ, 'यसद्वारा म परमप्रभु हुँ भनी तैँले थाहा पाउनेछस् । मेरो हातमा भएको यस लट्ठीले म नील नदीको पानीलाई प्रहार गर्नेछु र नदी रगतमा परिणत हुनेछ ।
18 ૧૮ નીલ નદીની માછલીઓ મરી જશે. નદીમાંથી દુર્ગંધ ફેલાશે અને મિસરવાસીઓને માટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.’”
नदीमा भएका माछाहरू मर्नेछन्, र नदी गन्हाउनेछ । मिश्रीहरूले नदीबाट पानी पिउन सक्नेछैनन् ।'
19 ૧૯ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે.”
तब परमप्रभुले मोशालाई भन्नुभयो, “हारूनलाई भन्, 'तेरो लट्ठी लिई मिश्रका पानी, नदीहरू, खोलाहरू, तालहरू र पोखरीहरूमा तेरो हात पसार् र ती पानी रगत बन्नेछन् । यसो गर् ताकि मिश्र देशभरि जताततै रगत होस्, यहाँसम्म कि काठ र ढुङ्गाहरूका भाँडाकुँडाहरूमा पनि रगत होस्' ।”
20 ૨૦ તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નીલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું.
परमप्रभुले आज्ञा गर्नुभएझैँ मोशा र हारूनले गरे । हारूनले लट्ठी उठाएर फारो र तिनका अधिकारीहरूका सामुन्ने त्यसलाई नदीमा पसारे । सबै पानी रगतमा परिणत भए ।
21 ૨૧ નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નીલ નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું.
नदीका माछाहरू मरे र पानी गन्हाउन थाल्यो । मिश्रीहरूले नदीको पानी पिउन सकेनन्, र मिश्र देशैभरि जताततै रगतै-रगत थियो ।
22 ૨૨ તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો.
तर मिश्रका जादुगरहरूले पनि आफ्नो जादुद्वारा त्यसै गरे । त्यसकारण परमप्रभुले भन्नुभएझैँ फारोको ह्रदय कठोर भयो र तिनले मोशा र हारूनको कुरा सुनेनन् ।
23 ૨૩ તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો.
तब फारो फर्केर आफ्नो घर गए । तिनले यसमा ध्यान पनि दिएनन् ।
24 ૨૪ નીલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા.
सबै मिश्रीले पिउने पानीको लागि नदीको वरिपरि खने, तर तिनीहरूले नदीकै पानी भने पिउन सकेनन् ।
25 ૨૫ યહોવાહે નીલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.
परमप्रभुले नदीमा आक्रण गर्नुभएको सात दिन भएको थियो ।