< નિર્ગમન 6 >
1 ૧ પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.”
Awurade ka kyerɛɛ Mose se, “Wubehu nea mede bɛyɛ Farao. Menam me tumi so bɛhyɛ no na wama me nkurɔfo no akɔ; me basa kokuroo no bɛma wapam wɔn afi ɔman no mu.”
2 ૨ અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું.”
Na Onyankopɔn ka kyerɛɛ Mose se, “Mene Awurade no.
3 ૩ અને ‘સર્વસમર્થ ઈશ્વર’ એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, યહોવાહ એ મારા નામની જાણકારી તેઓને ન હતી.
Miyii me ho adi kyerɛɛ Abraham, Isak ne Yakob sɛ Onyankopɔn tumfo. Nanso mammɔ me din sɛ Awurade no ankyerɛ wɔn.
4 ૪ મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો.
Na me ne wɔn hyehyɛɛ apam sɛ mede Kanaan asase a na tete no wɔte so sɛ ahɔho no bɛma wɔn ne wɔn asefo.
5 ૫ મેં ઇઝરાયલી લોકોની રડારોળ સાંભળી છે. તેઓ મિસરમાં ગુલામ છે અને મેં મારો કરાર યાદ કર્યો છે.
Bio, mate Israelfo apinisi ne nya a Misraimfo di wɔn no nyinaa na makae me ne wɔn apam no.
6 ૬ તેથી ઇઝરાયલીઓને કહે કે, ‘હું યહોવાહ છું.’ હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ.
“Enti ka kyerɛ Israelfo no se, ‘Me, Awurade, menam me tumi so bɛyɛ anwonwade de ayi wɔn afi nkoasom mu ama wɔade wɔn ho.
7 ૭ “હું તેઓને મારા લોક તરીકે સ્વીકારીશ. ત્યારે તેઓને ખબર પડશે કે મિસરની ગુલામીમાંથી તેઓને મુક્ત કરનાર તેઓનો ઈશ્વર હું છું.
Megye wɔn ato mu sɛ me nkurɔfo na mayɛ wɔn Nyankopɔn. Na wobehu sɛ mene Awurade, wɔn Nyankopɔn a wagye wɔn afi Misraimfo nsam no.
8 ૮ હું યહોવાહ છું, મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને જે દેશ આપવાનો કરાર કર્યો છે, તે દેશમાં હું ઇઝરાયલ લોકોને લઈ જઈશ. વતન તરીકે એ દેશ તેઓને આપીશ અને વારસ બનાવીશ.”
Mede wɔn bɛba asase a mehyɛɛ bɔ sɛ mede bɛma Abraham, Isak ne Yakob no so. Saa asase no bɛyɛ mo agyapade. Mene Awurade no.’”
9 ૯ મૂસાએ ઈશ્વરની એ વાત ઇઝરાયલીઓને કહી. પણ તે વખતે તેઓ આકરી ગુલામીથી હતાશ થઈ ગયેલા તેથી તેઓએ ઈશ્વરની વાત કાને ધરી નહિ.
Enti Mose kaa asɛm a Onyankopɔn ka kyerɛɛ no no kyerɛɛ nnipa no, nanso wɔantie, esiane abawpa a efi ɔhyɛ ntraso nti.
10 ૧૦ ત્યારે યહોવાહે મૂસાને કહ્યું,
Afei, Awurade ka kyerɛɛ Mose se,
11 ૧૧ “તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.”
“San kɔ Farao nkyɛn kɔka kyerɛ no sɛ ɔmma Israelfo no mfi ne man no mu nkɔ.”
12 ૧૨ પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “ઇઝરાયલી લોકો જ મારું સાંભળતાં નથી; તો પછી ફારુન તો શાનો સાંભળે? વળી મને તો છટાપૂર્વક બોલતાં પણ આવડતું નથી.”
Nanso Mose kae se, “Sɛ Israelfo no rentie me a, ɛbɛyɛ dɛn na Farao betie me, bere a mʼano ntewee yi?”
13 ૧૩ પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.”
Afei, Awurade hyɛɛ Mose ne Aaron sɛ wɔnsan nkɔ Israelfo no ne Farao a ɔyɛ Misraimfo hene no nkyɛn nkɔka nkyerɛ no se ɔmma Israelfo no kwan na womfi Misraim asase so nkɔ.
14 ૧૪ ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસ્રોન અને કાર્મી.
Nnipa a na wotuatua Israel mmusuakuw no ano no din na edidi so yi: Ruben a ɔyɛ Israel abakan mmabarima yɛ: Hanok, Palu, Hesron, Karmi. Eyinom na wɔwoo Ruben asefo.
15 ૧૫ શિમયોનના પુત્રો; યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ.
Simeon mmabarima: Yemuel, Yamin, Ohad, Yakin, Sohar ne Saulo a na ne na yɛ Kanaanni. Eyinom na wɔwoo Simeon asefo.
16 ૧૬ લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
Lewi mmabarima: Gerson, Kohat, Merari Lewi dii mfe ɔha aduasa ason.
17 ૧૭ ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
Gerson mmabarima: Libni, Simei a wɔyɛ mmusua ti.
18 ૧૮ કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું.
Kohat mmabarima: Amram, Ishar, Hebron, Usiel. Kohat dii mfe ɔha aduasa abiɛsa.
19 ૧૯ મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.
Merari mmabarima: Mahli, Musi. Saa nnipa a wɔabobɔ wɔn din mpanyin mu no no yɛ Lewi abusuafo.
20 ૨૦ આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
Amram waree nʼagya nuabea Yokebed na wɔwoo Mose ne Aaron. Amram dii mfe ɔha aduasa ason.
21 ૨૧ યિસ્હારના પુત્રો: કોરાહ, નેફેગ અને ઝિખ્રી.
Ishar mmabarima: Kora, Nefeg, Sikri.
22 ૨૨ ઉઝિયેલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી.
Usiel mmabarima: Misael, Elsafan, Sitri.
23 ૨૩ હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.
Aaron waree Aminadab babea Elisaba a ɔyɛ Nahson nuabea. Wɔn mma din ni: Nadab, Abihu, Eleasar ne Itamar.
24 ૨૪ કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબિઆસાફ.
Kora mmabarima: Asir, Elkana, Abiasaf Eyinom ne Kora asefo.
25 ૨૫ હારુનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યું. તેઓનો પુત્ર: ફીનહાસ. તેઓ બધા લેવીના વંશજો હતા.
Aaron babarima Eleasar waree Putiel mmabea no baako. Na Pinehas yɛ wɔn mma no mu baako. Nnipa a wɔabobɔ wɔn din yi ne wɔn a na wotuatua Lewifo mmusuakuw no ano.
26 ૨૬ આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, “ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો.”
Saa Aaron ne Mose yi ara na Awurade ka kyerɛɛ wɔn se, “Munkoyi Israelfo nyinaa mfi Misraim asase so” no.
27 ૨૭ એ જ હારુન અને મૂસાએ મિસરના રાજા ફારુન સાથે વાત કરીને તેને કહ્યું કે, “તે ઇઝરાયલી લોકોને મિસરની બહાર જવા દે.”
Na wɔn na wɔkɔɔ Farao hɔ kɔkaa se ɔmma Israelfo no mfi Misraim no.
28 ૨૮ ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે;
Da a Awurade kasa kyerɛɛ Mose wɔ Misraim asase so no,
29 ૨૯ તેમણે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે.”
ɔkae se, “Mene Awurade no. Ka asɛm biara a mereka yi kyerɛ Farao a ɔyɛ Misraim hempɔn no.”
30 ૩૦ અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, “હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?”
Na Mose ka kyerɛɛ Awurade bio se, “Mʼano ntewee yi, ɛbɛyɛ dɛn na asɛm a mɛka no bɛtɔ Farao asom ama watie me?”