< નિર્ગમન 40 >

1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
Le Seigneur parla ensuite à Moïse, disant:
2 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
Au premier mois, au premier jour du mois, tu dresseras le tabernacle de témoignage;
3 તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
Et tu y mettras l’arche et tu suspendras devant elle le voile.
4 મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
Puis, la table portée, tu mettras sur elle ce qui a été légitimement ordonné. Le chandelier sera placé avec ses lampes,
5 તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
Ainsi que l’autel d’or sur lequel se brûle de l’encens devant l’arche du témoignage. Tu poseras le voile à l’entrée du tabernacle,
6 તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
Et devant le voile l’autel de l’holocauste;
7 તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
Le bassin que tu rempliras d’eau, entre l’autel et le tabernacle.
8 તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
Tu entoureras de rideaux le parvis et son entrée.
9 તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
Et, prenant l’huile de l’onction, tu oindras le tabernacle avec ses vases, afin qu’ils soient sanctifiés;
10 ૧૦ તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
L’autel de l’holocauste et tous ses vases;
11 ૧૧ તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
Le bassin avec sa base: tu consacreras toutes choses avec l’huile, afin qu’elles soient très saintes.
12 ૧૨ તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
Tu feras approcher Aaron et ses fils de la porte du tabernacle de témoignage, et après les avoir lavés dans l’eau,
13 ૧૩ તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
Tu les revêtiras des saints vêtements, afin qu’ils me servent, et que leur onction serve à un sacerdoce perpétuel.
14 ૧૪ તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
Et Moïse fit tout ce qu’avait ordonné le Seigneur.
15 ૧૫ જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
Ainsi, au premier mois de la seconde année, au premier jour du mois fut placé le tabernacle.
16 ૧૬ યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
Et Moïse le dressa, et il plaça les ais, les soubassements et les leviers, et il posa les colonnes;
17 ૧૭ બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
Puis il étendit le toit sur le tabernacle, la couverture ayant été mise par-dessus, comme le Seigneur avait commandé.
18 ૧૮ મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
De plus, il plaça le témoignage dans l’arche, ayant posé les leviers au bas et l’oracle au-dessus;
19 ૧૯ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
Et lorsqu’il eut porté l’arche dans le tabernacle, il suspendit devant elle le voile pour accomplir l’ordre du Seigneur.
20 ૨૦ તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
Il posa aussi la table dans le tabernacle de témoignage du côté septentrional, en dehors du voile,
21 ૨૧ કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
Les pains de proposition étant rangés devant, comme avait ordonné le Seigneur à Moïse.
22 ૨૨ મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
Il posa de plus le chandelier dans le tabernacle de témoignage, vis-à-vis de la table, à la partie australe,
23 ૨૩ તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
Les lampes ayant été placées en ordre, selon le précepte du Seigneur.
24 ૨૪ મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
Il mit encore l’autel d’or sous le toit de témoignage contre le voile,
25 ૨૫ યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
Et il brûla sur lui un parfum d’aromates, comme l’avait commandé le Seigneur à Moïse,
26 ૨૬ મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
Il posa de plus le voile à l’entrée du tabernacle de témoignage,
27 ૨૭ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
Et l’autel de l’holocauste dans le vestibule de témoignage, offrant sur lui l’holocauste et les sacrifices, comme le Seigneur avait commandé.
28 ૨૮ પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
Il plaça aussi le bassin entre le tabernacle de témoignage et l’autel, et il le remplit d’eau.
29 ૨૯ મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
Et Moïse et Aaron et ses fils lavaient leurs mains et leurs pieds,
30 ૩૦ તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
Lorsqu’ils entraient sous le toit d’alliance, et s’approchaient de l’autel, comme avait ordonné le Seigneur à Moïse.
31 ૩૧ મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
Il dressa aussi le parvis autour du tabernacle et de l’autel, le voile ayant été tendu à son entrée. Après que tout fut achevé,
32 ૩૨ જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
La nuée couvrit le tabernacle de témoignage et la gloire du Seigneur le remplit.
33 ૩૩ મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
Et Moïse ne pouvait entrer sous le toit d’alliance, la nuée couvrant tout, et la majesté du Seigneur brillant, parce que la nuée avait tout couvert.
34 ૩૪ પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
Si quelquefois la nuée quittait le tabernacle, les enfants d’Israël partaient selon leurs bandes;
35 ૩૫ મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
Si elle restait suspendue au-dessus, ils demeuraient dans le même lieu.
36 ૩૬ જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
Car la nuée du Seigneur reposait pendant le jour au-dessus du tabernacle, et un feu durant la nuit, tous les peuples d’Israël le voyant de toutes leurs demeures.
37 ૩૭ પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
38 ૩૮ યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.

< નિર્ગમન 40 >