< નિર્ગમન 39 >
1 ૧ પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.
१परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे पवित्रस्थानातील सेवेसाठी निळ्या, जांभळ्या व किरमिजी रंगाची सुताची कुशलतेने विणलेली वस्रे केली; अहरोनासाठीही पवित्र वस्रे बनवली.
2 ૨ તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.
२त्यांनी सोन्याच्या जरीचे आणि निळ्या, जांभळ्या, किरमिजी रंगाच्या सुताचे व कातलेल्या तलम सणाच्या कापडाचे एफोद तयार केले.
3 ૩ સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પટ્ટીઓ બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના ઊન, અને બારીક શણથી બનાવવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
३त्यांनी सोने ठोकून त्याचे पातळ पत्रे केले व ते पत्रे कापून त्याची तार केली आणि ती कुशल कारागिराकडून निळ्या, जांभळ्या व किरमिजी रंगाच्या सुतामध्ये व कातलेल्या तलम सणाच्या कापडामध्ये भरली.
4 ૪ તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
४त्यांनी एफोदसाठी खांदपट्ट्या केल्या व त्या एफोदाच्या दोन्ही टोकांना जोडल्या.
5 ૫ એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
५एफोद बांधण्यासाठी त्याच्यावर जी कुशलतेने विणलेली पट्टी असते तिची बनावट त्याच्यासारखीच असून ती अखंड तुकड्याची केली. ती सोन्याच्या जरीची, निळ्या, जांभळ्या, किरमिजी रंगाच्या सुताची व कातलेल्या तलम सणाच्या कापडाची केली. परमेश्वराने मोशेला सांगितल्याप्रमाणे हे केले.
6 ૬ તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
६मुद्रेवर छाप कोरतात तशी त्यांनी इस्राएलाच्या मुलांची नावे गोमेद रत्नावर कोरली व ती रत्ने सोन्याच्या कोंदणात बसवली.
7 ૭ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણ પાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.
७इस्राएल लोकांची स्मारकरत्ने व्हावी म्हणून ती एफोदाच्या खांदपट्ट्यांवर लावली; परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे हे केले.
8 ૮ તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
८त्यांने कुशल कारागिराकडून एफोदप्रमाणेच सोन्याच्या जरीचा, निळ्या, जांभळ्या व किरमिजी रंगाच्या सुताचा व कातलेल्या तलम सणाच्या कापडाचा ऊरपट बनवून घेलता.
9 ૯ તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.
९तो ऊरपट चौरस होता. त्यांनी तो दुहेरी केला; तो दुहेरी असून तो एक वीत लांब व एक वीत रुंद असा चौरस होता.
10 ૧૦ તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.
१०त्यामध्ये रत्नांच्या चार रांगा बसविल्या; पहिल्या रांगेत लाल, पुष्कराज व माणिक;
11 ૧૧ બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.
११दुसऱ्या रांगेत पाचू इंद्रनीलमणी व हिरा;
12 ૧૨ ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.
१२तिसऱ्या रांगेत तृणमणी, सूर्यकांत व पद्मराग;
13 ૧૩ ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
१३आणि चौथ्या रांगेत लसणा, गोमेद व यास्फे, ही सर्व रत्ने सोन्याच्या जाळीदार कोंदणात बसविली.
14 ૧૪ આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
१४इस्राएलाच्या पुत्रांसाठी एक याप्रमाणे ती बारा रत्ने ऊरपटावर होती. त्यांच्या बारा वंशांच्या संख्येइतकी बारा नावे होती. एकेका रत्नावर एकेका मुलाचे नाव मुद्रा कोरतात त्याप्रमाणे त्यांनी कोरले होते.
15 ૧૫ તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.
१५दोरीसारखा पीळ घातलेल्या शुद्ध सोन्याच्या साखळ्या त्यांनी ऊरपटावर लावल्या.
16 ૧૬ તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.
१६सोन्याची दोन जाळीदार कोंदणे व सोन्याच्या दोन कड्या बनवून त्या ऊरपटाच्या दोन्ही टोकास लावल्या.
17 ૧૭ તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
१७ऊरपटाच्या टोकास लावलेल्या दोन्ही कड्यांत पीळ घातलेल्या सोन्याच्या साखळ्या घातल्या.
18 ૧૮ એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા.
१८पीळ घातलेल्या दोन्ही साखळ्यांची दुसरी दोन टोके सोन्याच्या कोंदणात खोचून त्या त्यांनी एफोदाच्या दोन्ही खांदपट्ट्यांवर समोरच्या बाजूला लावल्या.
19 ૧૯ તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
१९सोन्याच्या आणखी दोन कड्या करून त्या ऊरपटाच्या दोन्ही टोकांवर एफोदाच्या आतील बाजूच्या कडेला एफोदाजवळ लावल्या.
20 ૨૦ તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
२०सोन्याच्या आणखी दोन कड्या करून एफोदाच्या दोन्ही खांदपट्ट्यांवर खालून त्याच्यासमोर त्याच्या सांध्याजवळ कुशलतेने विणलेल्या पट्टीवर लावल्या.
21 ૨૧ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્રક કરમપટા ઉપર રહે અને છુટ્ટું ન પડી જાય.
२१त्यांनी त्या ऊरपटाच्या कड्या एफोदाच्या कड्यांनी निळ्या, फितीने अशा बांधल्या की ऊरपट एफोदाच्या पट्ट्यांवर राहावा व तो ऊरपट एफोदावरून घसरू नये. परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे त्यांनी हे सर्व केले.
22 ૨૨ બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.
२२नंतर बसालेलने एफोदाबरोबर घालावयचा निळ्या रंगाच्या सुताचा झगा विणून घेतला.
23 ૨૩ તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.
२३त्यांनी झग्याच्या मध्यभागी एक भोक ठेवले व त्या दरम्यान झगा फाटू नये म्हणून त्या भोकाच्या किनारीला सभोवती कापडाचा गोट शिवला.
24 ૨૪ જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
२४मग त्यांनी त्या झग्याच्या खालच्या घेराभोवती कातलेल्या तलम सणाच्या कापडाची व निळ्या, जांभळ्या व किरमिजी रंगाच्या कापडाची डाळिंबे काढली.
25 ૨૫ તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.
२५नंतर त्यांनी शुद्ध सोन्याची घुंगरे केली व ती झग्याच्या खालच्या घेराभोवती दोन दोन डाळिंबाच्यामध्ये लावली. म्हणजे झग्याच्या खालच्या घेराभोवती घुंगरु मग डाळिंब, पुन्हा घुंगरू मग डाळिंब याप्रमाणे दोन डाळिंबामध्ये एक घुंगरु अशी ती झाली;
26 ૨૬ એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.
२६सेवा करते वेळी अंगी घालायच्या झगाच्या घेराच्या काठावर सभोवती एक घुंगरू व एक डाळिंब व एक घुंगरू व एक डाळिंब असे लावले; परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे तसेच त्यांनी हे केले.
27 ૨૭ તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં.
२७अहरोन व त्याच्या मुलांसाठी तलम सणाच्या विणलेल्या कापडाचे अंगरखे केले.
28 ૨૮ વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.
२८आणि त्यांनी तलम सणाचे मंदिल, फेटे व कातलेल्या सणाचे चोळणे केले.
29 ૨૯ યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
२९मग त्यांनी तलम सणाच्या कापडाचा व निळ्या जांभळ्या व किरमिजी रंगाचा वेलबुट्टीदार कमरपट्टा बनविला; परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे हे केले.
30 ૩૦ તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
३०मग त्यांनी पवित्र मुकुटासाठी शुद्ध सोन्याची पट्टी केली व तिच्यावर “परमेश्वरासाठी पवित्र” अशी अक्षरे कोरली.
31 ૩૧ તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
३१ती मंदिलाभोवती समोर बांधता यावी म्हणून तिला निळी फीत लावली. परमेश्वराने मोशेला आज्ञा दिल्याप्रमाणे हे केले.
32 ૩૨ આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
३२अशा प्रकारे पवित्र निवासमंडपाचे म्हणजे दर्शनमंडपाचे सर्व काम पूर्ण झाले. परमेश्वराने मोशेला आज्ञा दिली होती अगदी त्याप्रमाणे इस्राएल लोकांनी सर्वकाही केले.
33 ૩૩ તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ મૂસા પાસે લાવ્યા;
३३मग त्यांनी तो निवासमंडप मोशेकडे आणला. तंबू व तंबूच्या सर्व वस्तू म्हणजे आकड्या, फळ्या, अडसर, खांब, खांबाच्या उथळ्या;
34 ૩૪ તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
३४आणि लाल रंगवलेली मंडप झाकण्याची मेंढ्यांची कातडी व तहशांची कातडी व अंतरपट;
35 ૩૫ કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
३५साक्षपटाचा कोश, तो वाहून नेण्याचे दांडे आणि दयासन
36 ૩૬ તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
३६मेज, त्यावरील सर्व वस्तू व पवित्र समक्षतेची भाकर;
37 ૩૭ શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
३७शुद्ध सोन्याचा दीपवृक्ष, त्यावरील दिवे व त्याची सर्व उपकरणे व दिव्यासाठी तेल;
38 ૩૮ સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
३८सोन्याची वेदी, अभिषेकाचे तेल, सुगंधी धूप आणि तंबूच्या दारासाठी पडदा;
39 ૩૯ પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
३९पितळेची वेदी व तिची पितळेची जाळी, वेदी वाहून नेण्याचे दांडे व तिची सर्व पात्रे, गंगाळ व त्याची बैठक:
40 ૪૦ આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
४०अंगणाचे पडदे व कनाती, खांब व त्याच्या उथळ्या, अंगणाच्या प्रवेशदाराचा पडदा, तणावे, मेखा व पवित्र निवासमंडपाच्या व दर्शनमंडपाच्या सेवेसाठी लागणारे सर्व साहित्य;
41 ૪૧ પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
४१पवित्रस्थानात सेवा करण्यासाठी कुशलतेने विणलेली वस्रे, अहरोन याजकाची पवित्र वस्रे आणि याजक या नात्याने सेवा करण्यासाठी त्याच्या पुत्रांची वस्रे ही सर्व त्यांनी आणली;
42 ૪૨ યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું.
४२परमेश्वराने मोशेला आज्ञा दिली होती अगदी त्याप्रमाणे इस्राएल लोकांनी सगळे काम केले.
43 ૪૩ મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.
४३लोकांनी काम केले ते सर्व मोशेने बारकाईने पाहिले; ते त्यांनी अगदी परमेश्वराच्या आज्ञेप्रमाणे केले होते म्हणून मोशेने त्यांना आशीर्वाद दिला.