< નિર્ગમન 38 >
1 ૧ તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.
Người cũng đóng bàn thờ về của lễ thiêu bằng cây si-tim, hình vuông, bề dài năm thước, bề ngang năm thước và bề cao ba thước.
2 ૨ તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.
Người làm nơi bốn góc bàn thờ những sừng ló ra, bọc đồng.
3 ૩ તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.
Rồi làm các đồ phụ tùng của bàn thờ bằng đồng: chảo nhỏ, vá, ảng, nỉa, và bình hương.
4 ૪ તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.
Lại làm một tấm rá bằng lưới đồng để dưới thành bàn thờ, từ chân lên đến ngang giữa,
5 ૫ તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.
và đúc cái khoen cho bốn góc rá lưới đồng, đặng xỏ đòn khiêng.
6 ૬ બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.
Ðoạn, chuốt đòn khiêng bằng cây si-tim, và bọc đồng;
7 ૭ વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
xỏ đòn vào khoen nơi hai bên bàn thờ, đặng khiêng bàn đi. Người đóng bàn thờ bằng ván, trống bộng.
8 ૮ તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.
Người dùng các tấm gương của mấy người đàn bà hầu việc nơi cửa hội mạc, chế ra một cái thùng và chân thùng bằng đồng.
9 ૯ તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
Người cũng làm hành lang: về phía nam mấy bức bố vi của hành lang bằng vải gai đậu mịn, dài trăm thước;
10 ૧૦ આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
hai chục cây trụ và hai chục lỗ trụ bằng đồng, đinh và nuông trụ bằng bạc.
11 ૧૧ ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
Về phía bắc, cũng một trăm thước bố vi, hai chục cây trụ và hai chục lỗ trụ bằng đồng, đinh và nuông trụ bằng bạc.
12 ૧૨ આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
Về phía tây, năm chục thước bố vi, mười cây trụ, và mười lỗ trụ bằng đồng, đinh và nuông trụ bằng bạc.
13 ૧૩ આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.
Về phía trước, là phía đông, cũng năm chục thước:
14 ૧૪ પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.
nghĩa là bên hữu của hành lang mười lăm thước bố vi ba cây trụ và ba lỗ trụ;
15 ૧૫ બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.
bên tả của hành lang cũng mười lăm thước bố vi, ba cây trụ và ba lỗ trụ.
16 ૧૬ આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
Hết thảy bố vi của hành lang ở chung quanh đều bằng vải gai đậu mịn;
17 ૧૭ સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા.
các lỗ trụ bằng đồng, đinh, nuông bằng bạc, và đầu trụ bọc bạc. Hết thảy trụ của hành lang đều nhờ có nuông bạc chắp với nhau.
18 ૧૮ આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
Tấm màn nơi cửa hành lang làm thêu thùa bằng chỉ tím, đỏ điều, đỏ sặm, và vải gai đậu mịn; bề dài hai chục thước, bề cao (tùy theo bề khổ của vải) năm thước, đồng cỡ với bề cao của các bố vi chung quanh hành lang.
19 ૧૯ તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.
Bốn cây trụ và bốn lỗ trụ bằng đồng, đinh, đồ bọc đầu trụ, và những nuông đều bằng bạc.
20 ૨૦ પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.
Các nọc của đền tạm và của hành lang chung quanh đều bằng đồng.
21 ૨૧ મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
Ðây là sổ tổng cộng về đền tạm, là đền tạm chứng cớ theo lịnh truyền của Môi-se biểu người Lê-vi làm ra, nhờ Y-tha-ma, con trai của thầy tế lễ cả A-rôn, cai quản.
22 ૨૨ જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું.
Bết-sa-lê-ên, con trai U-ri, cháu Hu-rơ, thuộc về chi phái Giu-đa, làm theo mọi điều Ðức Giê-hô-va đã phán dặn Môi-se,
23 ૨૩ તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
và kẻ giúp người là Ô-hô-li-áp, con trai A-hi-sa-mạc, thuộc về chi phái Ðan, làm thợ chạm, kẻ bày vẽ, thợ thêu thùa bằng chỉ tím, đỏ điều, đỏ sặm, và bằng chỉ gai mịn.
24 ૨૪ જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત સાતસો ત્રીસ શેકેલ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
Hết thảy vàng đã hiệp dùng vào các công việc nơi thánh (ấy là vàng dâng) được hai mươi chín ta lâng, bảy trăm ba chục siếc-lơ, theo siếc-lơ của nơi thánh.
25 ૨૫ વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
Bạc của mấy người hội chúng có kể sổ tổng cộng được một trăm ta lâng, một ngàn bảy trăm bảy mươi lăm siếc-lơ, theo siếc-lơ của nơi thánh.
26 ૨૬ વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
Hết thảy người nào có kể sổ, từ hai mươi tuổi sắp lên, nghĩa là sáu trăm ba ngàn năm trăm năm chục người, mỗi người nộp nửa siếc-lơ, theo siếc-lơ của nơi thánh.
27 ૨૭ પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.
Vậy, phải một trăm ta lâng bạc đặng đúc các lỗ trụ của nơi thánh, và lỗ trụ màn; một trăm ta lâng cho một trăm lỗ trụ, tức một ta lâng vào mỗi lỗ trụ.
28 ૨૮ બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.
Còn một ngàn bảy trăm bảy mươi lăm siếc-lơ dư lại, thì dùng làm đinh trụ, bọc đầu trụ và lấy nuông chắp các trụ với nhau.
29 ૨૯ અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.
Ðồng đem dâng cộng được bảy chục ta lâng, hai ngàn bốn trăm siếc-lơ.
30 ૩૦ આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,
Họ dùng đồng đó làm lỗ trụ của cửa hội mạc, bàn thờ bằng đồng, rá bằng đồng, các đồ phụ tùng của bàn thờ;
31 ૩૧ આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
các lỗ trụ của hành lang chung quanh, các lỗ trụ của cửa hành lang, các nọc của đền tạm, và các nọc của hành lang chung quanh.