< નિર્ગમન 38 >

1 તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.
တနည်းကား၊ အလျားငါးတောင်၊ အနံငါးတောင်ရှိ၍ စတုရန်းလေးထောင့်ဖြစ်သော မီးရှို့ရာ ယဇ်ပလ္လင်ကို အကာရှသားနှင့်လုပ်လေ၏။ အမြင့်လည်း သုံးတောင်ရှိ၏။
2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.
ယဇ်ပလ္လင်လေးထောင့်အပေါ်မှာ ဦးချိုလေးချောင်းကို အကာရှသားနှင့်လုပ်၍ ကြေးဝါနှင့် မွမ်းမံလေ၏။
3 તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.
အိုးနှင့်တကွ တူးရွင်းပြား၊ အင်တုံ၊ အမဲသားချိတ်၊ လင်ပန်း အစရှိသော ယဇ်ပလ္လင်နှင့် ဆိုင်သော တန်ဆာရှိသမျှတို့ကို ကြေးဝါနှင့်လုပ်လေ၏။
4 તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.
ကြေးဝါဆန်ခါကို လုပ်၍ ယဇ်ပလ္လင်ခါးပန်းအောက်အလယ်၌ထား၍၊
5 તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.
ထမ်းဘိုးထားရာ ဆန်ခါလေးထောင့်၌ တပ်ရသော ကြေးဝါလေးကွင်းကို သွန်းလေ၏။
6 બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.
အကာရှသားထမ်းဘိုးတို့ကို လုပ်၍ ကြေးဝါနှင့် မွမ်းမံပြီးမှ၊
7 વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
ယဇ်ပလ္လင်ကို ထမ်းစရာဘို့ တဘက်တချက်ကွင်းများ၌ လျှိုထားလေ၏။ ထိုယဇ်ပလ္လင်ကို အပေါ်အောက် ဟင်းလင်းဖြစ်စေခြင်းငှာ၊ ပျဉ်ပြားနှင့် လုပ်လေ၏။
8 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.
ပရိသတ်စည်းဝေးရာ တဲတော်တံခါးရှေ့မှာ စည်းဝေးတတ်သော မိန်းမတို့၏ ကြေးဝါမှန်များကို ယူ၍ ကြေးဝါ အင်တုံနှင့် ကြေးဝါခြေထောက်ကို လုပ်လေ၏။
9 તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
တဲတော်ဝင်းကာရန်မူကား၊ အလျားအတောင် တရာရှိသော ပိတ်ချောနှင့် တောင်ဘက်၌ ကုလားကာကို လုပ်လေ၏။
10 ૧૦ આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
၁၀ထိုကုလားကာဘို့ တိုင်နှစ်ဆယ်၊ တိုင်ခြေစွပ်နှစ်ဆယ်ကို ကြေးဝါနှင့်လုပ်၍ တိုင်တံစို့၊ တိုင်တန်းတို့ကို ငွေဖြင့်ပြီးစေ၏။
11 ૧૧ ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
၁၁ထိုနည်းတူ မြောက်ဘက်၌ ကာရန်အလျားအတောင် တရာရှိသော ကုလားကာနှင့်တကွ ငွေတံစို့၊ ငွေတန်းပါသော ကြေးဝါတိုင်နှစ်ဆယ်၊ ကြေးဝါခြေစွပ်နှစ်ဆယ်ရှိ၏။
12 ૧૨ આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
၁၂အနောက်ဘက်၌ ကာရန် အလျားအတောင် ငါးဆယ်ရှိသော ကုလားကာနှင့်တကွ တိုင်တဆယ်၊ ခြေစွပ် တဆယ်ရှိ၏။
13 ૧૩ આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.
၁၃အရှေ့ဘက်၌လည်း အတောင်ငါးဆယ်ရှိ၏။
14 ૧૪ પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.
၁၄တံခါးဝ တဘက်တချက်၌ ကာရန် အလျားဆယ်ငါးတောင်ရှိသော ကုလားကာနှင့်တကွ တိုင်သုံးတိုင်၊ ခြေစွပ်သုံးခုရှိ၏။
15 ૧૫ બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.
၁၅
16 ૧૬ આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
၁၆ဝင်းပတ်လည်၌ကာသော ကုလားကာရှိသမျှတို့သည် ပိတ်ချောဖြင့်ပြီး၏။
17 ૧૭ સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા.
၁၇တိုင်တို့သည် ကြေးဝါခြေစွပ်၊ ငွေတံစို့၊ ငွေတန်းနှင့်ပြည့်စုံ၍ တိုင်ထိပ်များကိုလည်း ငွေနှင့် မွမ်းမံလေ၏။ ဝင်းတိုင်တန်း ရှိသမျှတို့သည် ငွေတန်းဖြစ်၏။
18 ૧૮ આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
၁၈ဝင်းတံခါးဝ၌ ကာရန် ပြာသောအထည်၊ မောင်းသောအထည်၊ နီသောအထည်၊ ပိတ်ချောဖြင့်ပြီး၍ ချယ်လှယ်သော ကုလားကာ၊ အလျားအတောင်နှစ်ဆယ်၊ အမြင့်ငါးတောင်ရှိ၍၊ ဝင်းကာသော ကုလားကာနှင့် တညီတည်းဖြစ်၏။
19 ૧૯ તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.
၁၉ဝင်းတံခါးဝတိုင် လေးခုရှိ၍၊ ကြေးဝါခြေစွပ်လေးခု၊ ငွေတံစို့၊ ငွေတန်းများ၊ ငွေနှင့်မွမ်းမံသော ထိပ်များနှင့် ပြည့်စုံကြ၏။
20 ૨૦ પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.
၂၀တဲတော်တံသင်ဝင်းပတ်လည်၌ စိုက်သော တံသင်ရှိသမျှတို့သည် ကြေးဝါတံသင်ဖြစ်ကြ၏။
21 ૨૧ મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
၂၁ဤရွေ့ကား၊ မောရှေစီရင်သည်အတိုင်း၊ ယဇ်ပုရောဟိတ် အာရုန်၏သား ဣသမာသည်၊ လေဝိလူများ အမှုတော်ဆောင်စရာ တဲတော်ကို ရေတွက်မှတ်သားသော သက်သေခံချက် တဲတော်စာရင်းပေတည်း။
22 ૨૨ જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું.
၂၂မောရှေအား ထာဝရဘုရားမှာထားတော်မူသမျှတို့ကို၊ ယုဒအမျိုးသားဟုရ၏သား ဖြစ်သော၊ ဥရိ၏ သားဗေဇလေလသည် လုပ်လေ၏။
23 ૨૩ તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
၂၃ထိုမှတပါး၊ ထုလုပ်တတ်သောသူ၏ အလုပ်၊ ဆန်းပြားသော လက်သမားအလုပ်၊ ပြာသောအထည်၊ မောင်းသောအထည်၊ နီသောအထည်၊ ပိတ်ချောကို ချယ်လှယ်တတ်သောသူ၏ အလုပ်ကို လုပ်တတ်သော ဒန်အမျိုးသား အဟိသမက်၏သား အဟောလျဘလည်းရှိ၏။
24 ૨૪ જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત સાતસો ત્રીસ શેકેલ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
၂၄သန့်ရှင်းရာ ဌာနတော်ပြီးအောင်လှူ၍ လုပ်သော ရွှေချိန်ပေါင်းကား အကျပ်တော်အတိုင်း အခွက်နှစ်ရာကိုးဆယ်ခုနစ်ပိဿာသုံးဆယ် ဖြစ်သတည်း။
25 ૨૫ વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
၂၅စာရင်းဝင်သော ပရိသတ်များပေးသော ငွေချိန်ပေါင်းကား၊ အကျပ်တော်အတိုင်း အခွက်တထောင်နှင့် တဆယ်ခုနစ်ပိဿာခုနစ်ဆယ်ငါးကျပ် ဖြစ်သတည်း။
26 ૨૬ વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
၂၆အသက်နှစ်ဆယ်မှစ၍ ပိုလွန်သမျှသောသူ စာရင်းဝင်သည်အတိုင်း၊ လူခြောက်သိန်းသုံးထောင် ငါးရာငါးဆယ်တို့သည်၊ အကျပ်တော်အလိုက် ငွေချိန်အကျပ်တဝက်စီ ပေးရကြ၏။
27 ૨૭ પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.
၂၇ခြေစွပ်တခု၌ ငွေအခွက်တဆယ်စီဝင်သည်ဖြစ်၍၊ ငွေအခွက်တထောင်နှင့် တဲတော် ခြေစွပ်၊ အတွင်းကုလားကာ ခြေစွပ်တည်းဟူသော ခြေစွပ် တရာကို သွန်းလေ၏။
28 ૨૮ બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.
၂၈ကျန်သောငွေအခွက်တဆယ်ခုနစ်ပိဿာခုနစ်ဆယ်ငါးကျပ်နှင့် တိုင်တံစို့နှင့် တိုင်တန်းတို့ကို လုပ်၍ တိုင်ထိပ်များကို မွမ်းမံလေ၏။
29 ૨૯ અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.
၂၉လှူသော ကြေးဝါပေါင်းကား အခွက်ခုနစ်ရာနှစ်ဆယ်နှင့် လေးပိဿာဖြစ်သတည်း။
30 ૩૦ આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,
၃၀ထိုကြေးဝါနှင့် ပရိသတ်စည်းဝေးရာ တဲတော်တံခါးဝခြေစွပ်၊ ကြေးဝါယဇ်ပလ္လင်၊ ကြေးဝါဆန်ခါ၊ ယဇ်ပလ္လင်တန်ဆာရှိသမျှကို၎င်း၊
31 ૩૧ આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
၃၁ကာသောဝင်းခြေစွပ်၊ ဝင်းတံခါးဝခြေစွပ်၊ တဲတော်တံသင်၊ ဝင်းပတ်လည်၌ စိုက်သော တံသင်ရှိသမျှ ကို၎င်း လုပ်လေ၏။

< નિર્ગમન 38 >