< નિર્ગમન 36 >
1 ૧ બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.”
Bết-sa-lê-ên, Ô-hô-li-áp và các người khôn khéo, tức là người Ðức Giê-hô-va đã phú cho sự khôn ngoan và sự thông sáng đặng làm các công việc định dùng về việc tế lễ nơi thánh, đều làm mọi việc mà Ðức Giê-hô-va đã phán dặn.
2 ૨ પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.
Vậy, Môi-se bèn gọi Bết-sa-lê-ên, Ô-hô-li-áp, và các người khôn khéo mà trong lòng họ Ðức Giê-hô-va phú sự thông sáng cùng các người có lòng cảm động xui mình đến gần, đặng làm công việc.
3 ૩ જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી ઐચ્છિકાર્પણ લાવતા હતા.
Trước mặt Môi-se, họ thâu các lễ vật của dân Y-sơ-ra-ên đã đem đến, để làm các công việc định dùng và sự tế lễ nơi thánh. Nhưng mỗi buổi sớm mai, dân sự lại đem đến lễ vật tình nguyện nữa.
4 ૪ તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા.
Thế thì, các người khôn khéo làm mọi công việc của nơi thánh, đều tạm đình,
5 ૫ તેઓએ મૂસાને કહ્યું, “યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે.”
đến nỗi cùng Môi-se rằng: Dân sự đem đến dư bội phần đặng làm các công việc mà Ðức Giê-hô-va đã phán dặn.
6 ૬ તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા.
Theo lịnh truyền của Môi-se, họ bèn đi rao từ trại quân rằng: Bất kỳ người nam hay nữ, chớ làm công việc về lễ vật của nơi thánh nữa! Vậy họ cấm dân sự không cho đem đến chi thêm nữa hết.
7 ૭ અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.
Vì đã đủ các vật liệu đặng làm hết thảy công việc, cho đến đỗi còn dư lại nữa.
8 ૮ તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે કરુબના આકૃતિ સાથે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.
Các người khôn khéo trong vòng những người làm công việc, dùng mười bức màn bằng vải gai đậu mịn, chỉ tím, đỏ điều, đỏ sặm, thêu hình chê-ru-bin cực xảo, mà dựng đền tạm.
9 ૯ પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.
Mỗi bức màn đều dài hai mươi tám thước, rộng bốn thước; các bức đều đồng cỡ nhau.
10 ૧૦ બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા.
Họ kết mỗi năm bức màn dính lại nhau;
11 ૧૧ તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.
thắt vòng bằng chỉ tím nơi triêng của bức màn thứ nhất, ở đầu bức nguyên; và cũng làm như vậy cho triêng của bức màn ở nơi chót trong bức nguyên thứ nhì.
12 ૧૨ એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા.
Họ thắt năm chục vòng theo triêng của bức màn ở đầu của bức nguyên thứ nhất, và năm chục vòng theo triêng bức màn ở chót của bức nguyên thứ nhì; các vòng đối nhau.
13 ૧૩ આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.
Ðoạn chế năm chục cái móc bằng vàng, móc bức nầy với bức kia, để cho đền tạm kết lại thành một.
14 ૧૪ એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં.
Kế đó, họ dùng lông dê kết mười một bức màn, để làm bong trên đền tạm.
15 ૧૫ પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.
Bề dài mỗi bức màn ba mươi thước, bề rộng bốn thước: mười một bức màn đều đồng cỡ nhau.
16 ૧૬ તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છ પડદાને એકબીજા સાથે જોડ્યા.
Họ kết năm bức màn riêng ra; và sáu bức màn khác riêng ra;
17 ૧૭ તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.
thắt năm chục cái vòng nơi triêng bức chót của bức nguyên thứ nhất, và năm chục vòng nơi triêng bức ở đầu của bức nguyên thứ nhì;
18 ૧૮ તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળની પચાસ કડીઓ બનાવી.
làm năm chục cái móc bằng đồng, móc bức bong hiệp lại thành một.
19 ૧૯ તેણે તંબુને માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.
Họ cũng làm cho đền tạm một tấm lá phủ bằng da chiên đực nhuộm đỏ, và một tấm là phủ bằng da cá nược đắp lên trên.
20 ૨૦ બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં.
Họ dùng ván bằng cây si-tim làm vách cho đền tạm.
21 ૨૧ પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી.
Mỗi tấm ván mười thước về dài, một thước rưỡi bề ngang.
22 ૨૨ પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.
Mỗi tấm có hai cái mộng liên nhau: cả ván đền tạm đều làm một cách.
23 ૨૩ તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
Vậy, họ làm ván cho đền tạm: hai chục tấm về phía nam;
24 ૨૪ બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી.
dưới hai chục tấm làm bốn chục lỗ mộng bằng bạc: dưới mỗi tấm có hai lỗ mộng, để chịu hai cái mộng.
25 ૨૫ ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.
Họ cũng làm hai chục tấm ván ở phía bắc đền tạm,
26 ૨૬ અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.
và bốn chục lỗ mộng bằng bạc; dưới mỗi tấm có hai lỗ mộng.
27 ૨૭ મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.
Về phía đằng sau của đền tạm, tức là phía tây, họ làm sáu tấm ván,
28 ૨૮ તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.
và về hai góc sau thì làm hai tấm ván.
29 ૨૯ તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.
Hai tấm ván góc ra khít với nhau từ dưới chí trên bởi một cái khoen ở nơi đầu; hai góc hai bên đều làm như vậy.
30 ૩૦ આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.
Thế thì, có tám tấm ván và mười sáu lỗ mộng bằng bạc, dưới mỗi tấm có hai lỗ mộng.
31 ૩૧ તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,
Họ làm năm cây xà ngang bằng gỗ si-tim cặp mấy tấm ván về phía bên nầy của đền tạm,
32 ૩૨ મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો.
năm cây xà ngang khác về phía bên kia, và năm cây xà ngang khác nữa về phía sau đền tạm, tức là phía tây.
33 ૩૩ તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી.
Họ làm cây xà ngang giữa, đặng lòn qua thân giữa các tấm ván từ đầu nầy đến đầu kia,
34 ૩૪ તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી.
và bọc vàng mấy tấm ván. Họ làm các khoen của ván bằng vàng, đặng xỏ xà ngang qua, và bọc vàng các cây xà ngang.
35 ૩૫ તેણે ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરુબોવાળો તે બનાવ્યો.
Họ lại chế một bức màn bằng chỉ tím, đỏ điều, đỏ sặm, và vải gai đậu mịn, thêu hình chê-ru-bin cực xảo,
36 ૩૬ તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.
rồi làm bốn cây trụ bằng gỗ si-tim, bọc vàng, cùng đinh bằng vàng; đúc bốn lỗ trụ bằng bạc cho mấy cây trụ đó.
37 ૩૭ તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો.
Họ cũng chế cho cửa vào Trại một tấm màn bằng chỉ tím, đỏ điều, đỏ sặm, và vải gai đậu mịn: ấy là một công việc thêu thùa.
38 ૩૮ તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.
Họ cũng làm năm cây trụ cùng đinh, rồi bọc vàng trên đầu trụ, và các cây nuông; còn năm lỗ trụ thì bằng đồng.