< નિર્ગમન 34 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
І промовив Господь до Мойсея: „Витеши собі дві кам'яні́ табли́ці, як перші, і Я напишу на цих табли́цях слова, що були на перших табли́цях, які ти розбив.
2 ૨ સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.
І приготовся на рано. І вийдеш рано вра́нці на го́ру Сіна́й, і станеш Мені там на верхі́в'ї гори́.
3 ૩ તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
А з тобою ніхто не вийде, і на всій горі нехай нікого не бу́де видно. І також дрібна худоба й худоба велика нехай не пасеться навпроти тієї гори“.
4 ૪ મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો.
І витесав він дві кам'яні табли́ці, як перші. І встав Мойсей рано вранці, та й вийшов на го́ру Сіна́й, як Господь звелів був йому. І взяв він у руку свою дві табли́ці кам'яні́.
5 ૫ યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું.
А Господь зійшов у хмарі, і став там із ним, та й покликав Ім'я́м Господа.
6 ૬ યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું.
І перейшов Господь перед лицем його, та й викликнув: „Господь, Господь, — Бог милосердний, і милости́вий, довготерпели́вий, і многомилости́вий та правдивий,
7 ૭ હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું.”
що дотри́мує милість для тисяч, що вибачає провину й переступ та гріх, та певне не вважає чистим винуватого, бо карає провину батькі́в на ді́тях, і на дітях діте́й, і на третіх, і на четвертих поколіннях“.
8 ૮ મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
І Мойсей поквапно вклонився до землі, і впав,
9 ૯ પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”
та й сказав: „Якщо я знайшов милість в очах Твоїх, Владико, то нехай же Владика йде серед нас, бо наро́д цей твердоши́їй. І Ти пробачиш нашу провину та наш гріх, і зробиш нас спа́дком Своїм“.
10 ૧૦ યહોવાહે કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
А Він відказав: „Ось Я складаю заповіта перед усім наро́дом твоїм. Я чинитиму чу́да, які не були́ тво́рені на всій землі і в жодного наро́ду. І побачить увесь народ, серед якого ти знаходишся, чин Господній, що Я чиню́ його з тобою, — який він страшни́й!
11 ૧૧ હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.
Виконуй те, що Я наказую тобі сьогодні. Ось Я виганяю перед тобою амореянина, і ханаанеянина, і хіттеянина, і періззеянина, і хіввеянина, і євусеянина.
12 ૧૨ જો, જે દેશમાં તું જાય તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો, રખેને તારી મધ્યે તે ફાંદારૂપ થઈ પડે.
Стережися, щоб не склав ти умо́ви з мешканцем тієї землі, що ти входиш на неї, — щоб він не став па́сткою серед тебе.
13 ૧૩ તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી.
Бо ви їхні жертівники поруйнуєте, а їхні камінні стовпи́ для богів поторощите, а їхні дерева святі повиру́буєте.
14 ૧૪ કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું નામ ‘ઈર્ષ્યાળુ’ છે. હું મારા માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.
Бо не будеш ти кла́нятись богові іншому, бо Господь — ревнивий ім'я Його, Бог ревнивий Він!
15 ૧૫ તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ વ્યભિચાર કરે છે તથા તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય.
Щоб не склав ти умови з мешканцем кра́ю, як будуть вони любоді́яти вслід за богами своїми, і будуть богам своїм жертви прино́сити, то якщо він покличе тебе, то ти не будеш їсти із жертви його.
16 ૧૬ રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.
І не візьмеш із дочо́к його для синів своїх, бо будуть вони любоді́яти вслід за бога́ми своїми, і вчинять розпу́сниками синів твоїх вслід за богами своїми.
17 ૧૭ તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ.
Литих богів не зробиш собі.
18 ૧૮ તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.
Будеш вико́нувати свято Опрі́сноків. Сім день будеш їсти опрі́сноки, що Я наказав був тобі на умо́влений час місяця аві́ва, бо в місяці авіві ти вийшов з Єгипту.
19 ૧૯ સર્વ પ્રથમજનિત મારા છે, એટલે તારા સર્વ નર પશુઓ, બળદો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિત.
Усе, що відкриває утро́бу — то Моє, як і всяка твоя худоба, що є самець, відкриття утроби вола та вівці.
20 ૨૦ ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
А відкриття утроби осла викупиш ягня́м. А якщо його не викупиш, то заб'єш його, злама́вши шию. Кожного перворі́дного з синів твоїх ви́купиш. І не будуть являтися перед обличчя Моє з порожньою рукою.
21 ૨૧ છ દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.
Шість день будеш працювати, а дня сьомого спочи́неш від праці; в о́рці й у жнива́ спочинеш від праці.
22 ૨૨ તું અઠવાડિયાનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષના છેલ્લાં સંગ્રહનું પર્વ પાળ.
І свято тижнів зробиш собі, і первопло́ду жнив пшениці, і свято збору врожаю під кінець року.
23 ૨૩ દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.
Тричі в році вся чоловіча стать буде являтися перед лице Владики Господа, Бога Ізраїлевого.
24 ૨૪ કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.
Бо Я ви́жену людей перед лицем твоїм, і розширю границю твою, і ніхто не запрагне твоєї землі, коли ти ходитимеш являтися перед лице Господа, Бога твого, тричі в році.
25 ૨૫ ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.
Не будеш прино́сити на ква́шенім крови жертви твоєї, і не переночує до рана святко́ва жертва Пасхи.
26 ૨૬ તારી જમીનનું પ્રથમ ફળ તું ઈશ્વર તારા યહોવાહના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફીશ નહિ.”
Поча́ток первопло́дів твоєї землі принесе́ш у дім Господа, Бога твого. Не будеш варити ягняти в молоці його матері“.
27 ૨૭ યહોવાહે મૂસાને કહ્યું, “તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે વાત કરી છે અને તારી તથા ઇઝરાયલીઓની સાથે કરાર કર્યો છે.”
І промовив Господь до Мойсея: „Напиши собі слова́, бо згідно з цими словами склав Я заповіта з тобою та з Ізраїлем“.
28 ૨૮ મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.
І був він там з Господом сорок день і сорок ночей, хліба не їв і води не пив. І написав на табли́цях слова Заповіту, — Десять Заповідей.
29 ૨૯ જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં કરારના બે શિલાપાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.
І сталося, коли схо́див Мойсей з гори Сіна́й, — а оби́дві табли́ці свідоцтва в Мойсеєвій руці при сході його з гори, — що Мойсей не знав, що лице його стало промені́ти, бо Бог говорив з ним.
30 ૩૦ જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.
І побачив Аарон та всі Ізраїлеві сини Мойсея, — аж ось лице його променіло, і вони боялися підійти до нього!
31 ૩૧ પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી.
І кликнув до них Мойсей, і зверну́лися до нього Аарон та всі начальники в громаді. І Мойсей говорив до них.
32 ૩૨ તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.
А потім попідхо́дили всі Ізраїлеві сини, і він наказав їм усе, що Господь говорив з ним на горі Сіна́й.
33 ૩૩ જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો.
І скінчи́в Мойсей говорити з ними, і дав на лице своє покрива́ло.
34 ૩૪ જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો.
А коли Мойсей вхо́див перед Господнє лице на розмову з Ним, то здіймав покрива́ло аж до свого ви́ходу. І він вихо́див, і говорив до Ізраїлевих синів, що́ було наказано йому.
35 ૩૫ ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.
І бачили Ізраїлеві сини лице Мойсеєве, — що променіло лице Мойсеєве. І Мойсей знов накладав покривало на лице своє аж до відходу свого, щоб говорити з Ним.