< નિર્ગમન 31 >
1 ૧ વળી યહોવાહે મૂસાને કહ્યું,
Awurade ka kyerɛɛ Mose sɛ,
2 ૨ “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.
“Mayi Besaleel a ɔyɛ Uri babarima na ɔyɛ Hur nana a ɔfiri Yuda abusua mu
3 ૩ બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
de Onyankopɔn Honhom ahyɛ no ma. Mama no nyansa, tumi ne adwene a ɔde bɛsi Ahyiaeɛ Ntomadan no ayɛ biribiara a ɛwɔ mu.
4 ૪ એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
Ɔyɛ sika, dwetɛ ne kɔbere ho dwumfoɔ kɛseɛ.
5 ૫ જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
Ɔwɔ agudeɛ adwinneɛ ne nnuasene ho nimdeɛ nso.
6 ૬ વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે.
Mayi Ahisamak ba Oholiab a ɔfiri Dan abusua mu sɛ ɔnyɛ ne ɔboafoɔ. “Ɛno akyi no, mama adwumayɛfoɔ no nyinaa nimdeɛ sononko bi sɛdeɛ ɛbɛyɛ a, wɔbɛtumi adi dwuma biara a mɛkyerɛ wɔn sɛ wɔnni no:
7 ૭ આ સાથે મુલાકાતમંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન;
“sɛ ɛyɛ Ahyiaeɛ Ntomadan, sɛ ɛyɛ Apam Adaka, ne ahummɔborɔbea; sɛ ɛyɛ Ahyiaeɛ Ntomadan no mu ahyehyɛdeɛ,
8 ૮ બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,
sɛ ɛyɛ ɛpono no ne ɛso nneɛma; sɛ ɛyɛ sikakɔkɔɔ kaneadua ne ɛho nneɛma; sɛ ɛyɛ ohwam afɔrebukyia;
9 ૯ દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.
sɛ ɛyɛ ɔhyeɛ afɔrebukyia ne ɛho nneɛma; sɛ ɛyɛ kuduo ne ne nnyinasoɔ;
10 ૧૦ યાજક હારુન અને તેના પુત્રો માટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,
sɛ ɛyɛ ɔsɔfoɔ Aaron ntadeɛ kronkron fɛfɛ no ne ne mma ntadeɛ sɛdeɛ wɔbɛtumi adi asɔfoɔ;
11 ૧૧ અભિષેક માટેનું તેલ અને પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ; તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે તેઓ કરે.”
anaasɛ ɔsra ngo no ne kronkronbea hɔ aduhwam. “Ɛsɛ sɛ wɔfa ɛkwan a mɛkyerɛ wo no so na wɔyɛ yeinom nyinaa.”
12 ૧૨ યહોવાહે મૂસાને કહ્યું,
Afei, Awurade ka kyerɛɛ Mose sɛ,
13 ૧૩ “ઇઝરાયલી લોકોને કહે: ‘તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દરપેઢી મારી અને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવાહ છું.
“Ka kyerɛ wo nkurɔfoɔ Israelfoɔ no sɛ, ‘Sɛ ɛduru homeda a, wɔnhome, ɛfiri sɛ, saa homeda no na daa ɛkae apam a me ne mo apam no. Ɛboa mo ma mokae sɛ mene Awurade a meyɛ mo kronkron no.
14 ૧૪ આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો.
“‘Monhome homeda no, ɛfiri sɛ, ɛyɛ ɛda kronkron. Obiara a ɔbɛbu saa mmara yi so no, ɔbɛwu. Na deɛ ɔbɛyɛ adwuma saa ɛda no nso, wɔbɛkum no.
15 ૧૫ તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસે યહોવાહને માટે પવિત્ર એવો સંપૂર્ણ વિશ્રામનો સાબ્બાથ છે. જે કોઈ વિશ્રામવારે કોઈ પણ કામ કરે તેને મોતની સજા કરવી.
Nnansia na mode bɛyɛ adwuma. Na nnanson so no yɛ homeda a wɔntoto no ase a ɛyɛ kronkron ma Awurade. Obiara a ɔbɛyɛ adwuma homeda no, wɔbɛkum no.
16 ૧૬ માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે.
Momfa nna nsia nyɛ mo nnwuma nyinaa, ɛfiri sɛ, ɛda a ɛtɔ so nson no yɛ homeda kronkron ma Awurade. Saa mmara yi yɛ apam ne ahyɛdeɛ a ɛwɔ hɔ daa ma Israelfoɔ.
17 ૧૭ સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.’”
Ɛbɛyɛ daa apam a ɛda me ne Israelfoɔ ntam no ho nsɛnkyerɛnneɛ. Ɛfiri sɛ, nna nsia mu na Awurade de bɔɔ ɔsoro ne asase, ɛnna ɔhomee ɛda a ɛtɔ so nson no.’”
18 ૧૮ તેમણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.
Onyankopɔn kasa kyerɛɛ Mose wɔ Sinai Bepɔ so wieeɛ no, ɔde aboɔ apono mmienu a ɔde ne nsa atwerɛ Mmaransɛm Edu no wɔ so no maa no.