< નિર્ગમન 3 >
1 ૧ હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
Now Moses [Drawn out] was keeping the flock of Jethro [Abundance], his father-in-law, the priest of Midian [Strife], and he led the flock to the back of the wilderness, and came to God’s mountain, to Horeb [Desert].
2 ૨ ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.
Ha mal'ak Yahweh [The Angel of He sustains breathing] appeared to him in a flame of fire out of the middle of a bush. He looked, and behold, the bush burned with fire, and the bush was not consumed.
3 ૩ તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?”
Moses [Drawn out] said, “I will turn aside now and see this great sight; why the bush is not being burned up?”
4 ૪ યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.”
When Adonai saw that he turned aside to see, God called to him out of the middle of the bush, and said, “Moses [Drawn out]! Moses [Drawn out]!” He said, “Here I am.”
5 ૫ ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.”
He said, “Don’t come close. Take your sandals off of your feet, for the place you are standing on is holy ground.”
6 ૬ “હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું.” તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.
Moreover he said, “I am the God of your father, the God of Abraham [Father of a multitude], the God of Isaac [Laughter], and the God of Jacob [Supplanter].” Moses [Drawn out] hid his face; for he was afraid to look at God.
7 ૭ પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.
Adonai said, “I have surely seen the affliction of my people who are in Egypt [Abode of slavery], and have sh'ma ·heard obeyed· their cry because of their taskmasters, for I know their sorrows.
8 ૮ હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
I have come down to deliver them out of the hand of the Egyptians [people from Abode of slavery], and to bring them up out of that land to a good and large land, to a land flowing with milk and honey; to the place of the Canaanite [Descendant of Humbled], the Hittite [Descendant of Trembling fear], the Amorite [Descendants of Talkers], the Perizzite [Descendant of Belonging to village], the Hivite [Wicked], and the Jebusite [Descendants of Thresher].
9 ૯ મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે.
Now, behold, the cry of the children of Israel [God prevails] has come to me. Moreover I have seen the oppression with which the Egyptians [people from Abode of slavery] oppress them.
10 ૧૦ માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું.”
Come now therefore, and I will send you to Pharaoh, that you may bring my people, the children of Israel [God prevails], out of Egypt [Abode of slavery].”
11 ૧૧ પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?”
Moses [Drawn out] said to God, “Who am I, that I should go to Pharaoh, and that I should bring the children of Israel [God prevails] out of Egypt [Abode of slavery]?”
12 ૧૨ પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”
He said, “Certainly I will be with you. This will be the token to you, that I have sent you: when you have brought the people out of Egypt [Abode of slavery], you shall abad ·serve· God on this mountain.”
13 ૧૩ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, ‘તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે?’ તો હું તેઓને શો જવાબ આપું?”
Moses [Drawn out] said to God, “Behold, when I come to the children of Israel [God prevails], and tell them, ‘The God of your fathers has sent me to you;’ and they ask me, ‘What is his name?’ What should I tell them?”
14 ૧૪ ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’”
God said to Moses [Drawn out], “I Am Who I Am,” and he said, “You shall tell the children of Israel [God prevails] this: ‘I AM has sent me to you.’”
15 ૧૫ વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’”
God said moreover to Moses [Drawn out], “You shall tell the children of Israel [God prevails] this, ‘Yahweh, the God of your fathers, the God of Abraham [Father of a multitude], the God of Isaac [Laughter], and the God of Jacob [Supplanter], has sent me to you.’ This is my name forever, and this is my memorial to all generations.
16 ૧૬ વળી ઈશ્વરે કહ્યું, “તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;
Go, and gather the elders of Israel [God prevails] together, and tell them, ‘Yahweh, the God of your fathers, the God of Abraham [Father of a multitude], of Isaac [Laughter], and of Jacob [Supplanter], has appeared to me, saying, “I have surely visited you, and seen that which is done to you in Egypt [Abode of slavery];
17 ૧૭ અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને મિસરના આ દુર્દશામાંથી મુક્ત કરાવીને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ. એ દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.’
and I have said, I will bring you up out of the affliction of Egypt [Abode of slavery] to the land of the Canaanite [Descendant of Humbled], the Hittite [Descendant of Trembling fear], the Amorite [Descendants of Talkers], the Perizzite [Descendant of Belonging to village], the Hivite [Wicked], and the Jebusite [Descendants of Thresher], to a land flowing with milk and honey.”’
18 ૧૮ લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.”
They will sh'ma ·hear obey· your voice, and you shall come, you and the elders of Israel [God prevails], to the king of Egypt [Abode of slavery], and you shall tell him, ‘Adonai, the God of the Hebrews [Immigrants], has met with us. Now please let us go three days’ journey into the wilderness, that we may sacrifice to Adonai, our God.’
19 ૧૯ જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે.
I know that the king of Egypt [Abode of slavery] won’t give you permission to go, no, not by a mighty hand.
20 ૨૦ આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.
I will reach out my hand and strike Egypt [Abode of slavery] with all my wonders which I will do among them, and after that he will let you go.
21 ૨૧ અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.
I will give this people chen ·grace· in the sight of the Egyptians [people from Abode of slavery], and it will happen that when you go, you shall not go empty handed.
22 ૨૨ પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો.”
But every woman shall ask of her neighbor, and of her who visits her house, jewels of silver, jewels of gold, and clothing; and you shall put them on your sons, and on your daughters. You shall plunder the Egyptians [people from Abode of slavery].”