< નિર્ગમન 28 >
1 ૧ ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.
Now let Aaron your brother, and his sons with him, come near from among the children of Israel, so that they may be my priests, even Aaron, and Nadab, Abihu, Eleazar, and Ithamar, his sons.
2 ૨ તારા ભાઈ હારુનને માટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.
And make holy robes for Aaron your brother, so that he may be clothed with glory and honour.
3 ૩ મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.
Give orders to all the wise-hearted workmen, whom I have made full of the spirit of wisdom, to make robes for Aaron, so that he may be made holy as my priest.
4 ૪ તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.
This is what they are to make: a priest's bag, an ephod, and a robe, and a coat of coloured needlework, a head-dress, and a linen band; they are to make holy robes for Aaron your brother and for his sons, so that they may do the work of priests for me.
5 ૫ એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.
They are to take the gold and blue and purple and red and the best linen,
6 ૬ તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે.
And make the ephod of gold and blue and purple and red and the best linen, the work of a designer.
7 ૭ એના બે છેડા જોડવા માટે એને ખભા પાસે બે સ્કંધપટી હોય.
It is to have two bands stitched to it at the top of the arms, joining it together.
8 ૮ કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.
And the beautifully worked band, which goes on it, is to be of the same work and the same material, of gold and blue and purple and red and twisted linen-work.
9 ૯ વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.
You are to take two beryl stones, on which the names of the children of Israel are to be cut:
10 ૧૦ પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.
Six names on the one stone and six on the other, in the order of their birth.
11 ૧૧ આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.
With the work of a jeweller, like the cutting of a stamp, the names of the children of Israel are to be cut on them, and they are to be fixed in twisted frames of gold.
12 ૧૨ હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.
And the two stones are to be placed on the ephod, over the arm-holes, to be stones of memory for the children of Israel: Aaron will have their names on his arms when he goes in before the Lord, to keep the Lord in mind of them.
13 ૧૩ એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં.
And you are to make twisted frames of gold;
14 ૧૪ અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.
And two chains of the best gold, twisted like cords; and have the chains fixed on to the frames.
15 ૧૫ પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.
And make a priest's bag for giving decisions, designed like the ephod, made of gold and blue and purple and red and the best linen.
16 ૧૬ તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
It is to be square, folded in two, a hand-stretch long and a hand-stretch wide.
17 ૧૭ વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
And on it you are to put four lines of jewels; the first line is to be a cornelian, a chrysolite, and an emerald;
18 ૧૮ બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
The second, a ruby, a sapphire, and an onyx;
19 ૧૯ ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
The third, a jacinth, an agate, and an amethyst;
20 ૨૦ ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.
The fourth, a topaz, a beryl, and a jasper; they are to be fixed in twisted frames of gold.
21 ૨૧ પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
The jewels are to be twelve in number, for the names of the children of Israel; every jewel having the name of one of the twelve tribes cut on it as on a stamp.
22 ૨૨ ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
And you are to make two chains of gold, twisted like cords, to be fixed to the priest's bag.
23 ૨૩ વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.
And put two gold rings on the two ends of the bag.
24 ૨૪ અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.
Put the two gold chains on the two rings at the ends of the bag;
25 ૨૫ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
Joining the other ends of the chains to the gold frames and putting them on the front of the ephod, at the top of the arms.
26 ૨૬ પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
Then make two gold rings and put them on the lower ends of the bag, at the edge of it on the inner side nearest to the ephod.
27 ૨૭ કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.
And make two more gold rings and put them on the front of the ephod at the top of the arms, at the join, over the worked band:
28 ૨૮ ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.
So that the rings on the bag may be fixed to the rings of the ephod by a blue cord and on to the band of the ephod, so that the bag may not come loose from the ephod.
29 ૨૯ જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.
And so Aaron will have the names of the children of Israel on the priest's bag over his heart whenever he goes into the holy place, to keep the memory of them before the Lord.
30 ૩૦ ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.
And in the bag you are to put the Urim and Thummim, so that they may be on Aaron's heart whenever he goes in before the Lord; and Aaron may have the power of making decisions for the children of Israel before the Lord at all times.
31 ૩૧ એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો અને તેની વચમાં માથા માટે ચીરો રાખવો.
The robe which goes with the ephod is to be made all of blue;
32 ૩૨ એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ.
With a hole at the top, in the middle of it; the hole is to be edged with a band to make it strong like the hole in the coat of a fighting-man, so that it may not be broken open.
33 ૩૩ અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,
And round the skirts of it put fruits in blue and purple and red, with bells of gold between;
34 ૩૪ જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.
A gold bell and a fruit in turn all round the skirts of the robe.
35 ૩૫ જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.
Aaron is to put it on for his holy work; and the sound of it will be clear, when he goes into the holy place before the Lord, and when he comes out, keeping him safe from death.
36 ૩૬ પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.
You are to make a plate of the best gold, cutting on it, as on a stamp, these words: HOLY TO THE LORD.
37 ૩૭ એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
Put a blue cord on it and put it on the front of the twisted head-dress:
38 ૩૮ હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.
And it will be over Aaron's brow, so that Aaron will be responsible for any error in all the holy offerings made by the children of Israel; it will be on his brow at all times, so that their offerings may be pleasing to the Lord.
39 ૩૯ હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.
The coat is to be made of the best linen, worked in squares; and you are to make a head-dress of linen, and a linen band worked in needlework.
40 ૪૦ હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય.
And for Aaron's sons you are to make coats, and bands, and head-dresses, so that they may be clothed with glory and honour.
41 ૪૧ હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.
These you are to put on Aaron, your brother, and on his sons, putting oil on them, separating them and making them holy, to do the work of priests to me.
42 ૪૨ તેઓને માટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા અંતઃવસ્ત્ર બનાવવાં, જેથી તેઓની નિર્વસ્ત્રવસ્થા નગ્નપણું કોઈની નજરે ન પડે.
And you are to make them linen trousers, covering their bodies from the middle to the knee;
43 ૪૩ હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાતમંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા અંતઃવસ્ત્ર પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માટે આ કાયમી કાનૂન સદાને માટે છે.
Aaron and his sons are to put these on whenever they go into the Tent of meeting or come near the altar, when they are doing the work of the holy place, so that they may be free from any sin causing death: this is to be an order for him and his seed after him for ever.