< નિર્ગમન 23 >
1 ૧ “તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.
“Nemojte davati lažne izjave! Ne pomaži zlikovcu svjedočeći krivo!
2 ૨ બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
Ne povodi se za mnoštvom da činiš zlo; niti svjedoči u parnici stajući na stranu većine protiv pravde.
3 ૩ માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો.”
Ne smiješ biti pristran prema siromahu u njegovoj parnici.
4 ૪ તમારા શત્રુનો બળદ કે ગધેડો નાસી જતો નજરે પડે તો તમારે તેના માલિકને ત્યાં પાછો પહોંચાડવો.
Kad nabasaš na zalutalo goveče ili magare svoga neprijatelja, moraš mu ga natrag dovesti.
5 ૫ જો તમે તમારા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એ જ હાલતમાં છોડીને ચાલ્યા જશો નહિ, તમારે સહાય આપીને તેને બેઠો કરવો પછી જ તેને છૂટો કરવો.
Ako opaziš magarca onoga koji te mrzi kako je pao pod svojim tovarom, nemoj ga ostaviti: zajedno s njegovim gospodarom moraš mu pomoći da se digne.
6 ૬ તમારે ગરીબ માણસને તેની ન્યાયપ્રક્રિયામાં અન્યાય ન કરવો.
Ne krnji prava svome siromahu u njegovoj parnici.
7 ૭ જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.
Stoj daleko od lažne optužbe; ne ubijaj nedužna i pravedna, jer ja zlikovcu ne praštam.
8 ૮ તમારે કદીય લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે. તેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માણસને ખોટું બોલતા કરે છે.
Ne primaj mita, jer mito zasljepljuje i one koji najjasnije gledaju i upropašćuje pravo pravednika.
9 ૯ તમારે વિદેશી લોકો પર ત્રાસ ગુજારવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને સમજો છો.
Ne ugnjetavaj pridošlicu! TÓa znate kako je pridošlici; i sami ste bili pridošlice u zemlji egipatskoj.”
10 ૧૦ છ વર્ષ પર્યંત તમારે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રિત કરવી.
“Šest godina zasijavaj svoju zemlju i njezine plodove pobiri,
11 ૧૧ પણ સાતમે વર્ષે તમારે કશુંય વાવવું નહિ અને જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. વાવ્યા વગર જે કંઈ ઊગે તેને તે વર્ષે ગરીબોને લેવા દેવું અને તેમાં વધેલું વનના પશુઓને ખાઈ જવા દેવું. વળી તમારે તમારી દ્રાક્ષવાડી અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાણે કરવું.
a sedme je godine pusti da počiva neobrađena. Neka se s nje hrani sirotinja tvoga naroda, a što njoj ostane, neka pojede poljska živina. Radi tako i sa svojim vinogradom i svojim maslinikom.
12 ૧૨ તમારે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમારા બળદને અને ગધેડાને પણ આરામ મળે. અને તમારા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી પણ વિશ્રામ પામીને તાજગી અનુભવે.
Šest dana obavljaj svoj posao, ali sedmoga dana od posala odustani, da ti otpočine vo i magarac i da odahne sin tvoje sluškinje i pridošlica.
13 ૧૩ મેં તમને જે બધું કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમારા મુખથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.
Pripazite na sve što sam vam rekao. Ne spominjite imena drugih bogova. Neka se to i ne čuje iz tvojih usta.”
14 ૧૪ “પ્રતિવર્ષ તમારે મારાં ત્રણ પર્વો પાળવાં અને ઊજવવાં. અને મારી ઉપાસના કરવી.
“Triput na godinu održavaj u moju čast svetkovinu.
15 ૧૫ આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.”
Slavi Blagdan beskvasnoga kruha. U određeno vrijeme u mjesecu Abibu - jer si u njemu iz Egipta izišao - sedam dana jedi beskvasan kruh, kako sam ti naredio. Neka nitko ne stupa preda me praznih ruku!
16 ૧૬ બીજું કાપણીનું પર્વ છે. તે પાળવું. ઉનાળાંમાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો એ સમયે તે પર્વ પાળવું.
Onda slavi Blagdan žetve - prvina što ih donose polja koja zasijavaš. Zatim Blagdan berbe na koncu godine, kad s polja pokupiš plodove svoga truda.
17 ૧૭ પ્રતિવર્ષ ત્રણ વખત તમારામાંના પ્રત્યેક પુરુષે મારી ખાસ જગ્યાએ, મારી સાથે તમારા માલિક સાથે હાજર રહેવું.
Triput na godinu neka svi tvoji muški stupe pred Gospodara Jahvu.
18 ૧૮ તમારે મારા બલિદાનનું રક્ત ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમ જ પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
Krv žrtve koju u moju čast žrtvuješ nemoj prinositi s ukvasanim kruhom; salo od žrtve prinesene na moju svetkovinu ne ostavljaj za sutradan.
19 ૧૯ તમારી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમારે તમારા યહોવાહના ભક્તિસ્થાનમાં લાવવો. વળી લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ.
Donosi u kuću Jahve, svoga Boga, najbolje prvine sa svoje zemlje. Ne kuhaj kozleta u mlijeku njegove majke.”
20 ૨૦ અને તમારા માટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માટે હવે હું તમારી આગળ એક દૂત મોકલું છું તે રસ્તામાં તમારું રક્ષણ કરશે.
“Šaljem, evo, svog anđela pred tobom da te čuva na putu i dovede te u mjesto koje sam priredio.
21 ૨૧ તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ, તે તમારો ગુનો માફ કરશે નહિ. કારણ કે મારું નામ તેનામાં છે.
Poštuj ga i slušaj! Ne buni se protiv njega, jer vam neće opraštati prekršaje: tÓa moje je ime u njemu.
22 ૨૨ પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધું કરશો, તો હું તમારી સાથે રહીશ અને તમારા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ.
Ako mu se budeš vjerno pokoravao i budeš vršio sve što sam naredio, ja ću biti neprijatelj tvojim neprijateljima i protivnik tvojim protivnicima.
23 ૨૩ કારણ કે, મારો દૂત તમારી આગળ આગળ ચાલશે. અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે. અને હું તેઓનો સર્વનાશ કરીશ.
Anđeo će moj ići pred tobom i dovesti te do Amorejaca, Hetita, Perižana, Kanaanaca, Hivijaca i Jebusejaca da ih uništim.
24 ૨૪ તમારે તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમારે તે લોકોની જેમ રહેવાનું નથી; તમારે તેઓની મૂર્તિઓને નષ્ટ કરવાની છે. અને તે લોકોના સ્તંભોને ભાગીને ભુક્કા કરી નાખવાના છે.
Nemoj se klanjati njihovim kumirima niti im iskazuj štovanje; ne postupaj kako oni rade nego njihove kumire poruši i stupove im porazbijaj.
25 ૨૫ વળી તમારે તમારા ઈશ્વર યહોવાહની જ સેવા કરવાની છે અને હું તમારાં અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમારા તમામ રોગો હું દૂર કરીશ.
Iskazujte štovanje Jahvi, Bogu svome, pa ću blagoslivati tvoj kruh i tvoju vodu i uklanjati od tebe bolest.
26 ૨૬ તમારા દેશમાં કોઈ પણ સ્ત્રીને ગર્ભપાત થશે નહિ તથા કોઈ સ્ત્રી નિ: સંતાન પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.
U tvojoj zemlji neće biti pometkinje; ja ću učiniti punim broj tvojih dana.
27 ૨૭ તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું મારું સામર્થ્ય તમારી સામે મોકલીશ અને તે બધાને હું થથરાવી દઈશ. તથા તમારા બધા જ દુશ્મનો તમારાથી ગભરાઈને જતા રહે એવું હું કરીશ.
Pred tobom ću odaslati stravu svoju; u metež ću baciti sav svijet među koji dospiješ i učinit ću da svi tvoji neprijatelji bježe pred tobom.
28 ૨૮ તદુપરાંત હું તમારી આગળ ભમરીઓને મોકલીશ, તે હિવ્વી, કનાની તથા હિત્તી લોકોને તમારી આગળથી નસાડી મૂકશે.
Stršljene ću pred tobom odašiljati da ispred tebe tjeraju u bijeg Hivijce, Kanaance i Hetite.
29 ૨૯ હું એક જ વર્ષમાં એ બધાને કાઢી મૂકીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં વનચર જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ.
Neću ih otjerati ispred tebe u jednoj godini, da zemlja ne opusti i divlje se životinje ne razmnože na tvoju štetu.
30 ૩૦ તમારી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે નસાડી મૂકીશ.
Tjerat ću ih ispred tebe malo-pomalo dok ti potomstvo ne odraste, tako da zemlju zaposjedneš.
31 ૩૧ હું રાતા સમુદ્રથી પલિસ્તીઓના સમુદ્ર સુધી તમારી સરહદ નક્કી કરી આપીશ. એ દેશના વતનીઓને હું તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તેઓને તમારી આગળથી નસાડી મૂકશો.
Postavit ću ti granicu: od Crvenoga do Filistejskoga mora, od pustinje pa do Rijeke. Predat ću, naime, stanovništvo zemlje u tvoje šake, a ti ga ispred sebe tjeraj.
32 ૩૨ તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે કરારો કરશો નહિ.
Ne pravi savez ni s njima ni s njihovim kumirima.
33 ૩૩ તેઓ તમારા દેશમાં વસે નહિ, રખેને તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે. કેમ કે જો તમે તેઓના દેવોની સેવા કરશો તો તેઓ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.
Neka ne ostanu u tvojoj zemlji da te ne navode na grijeh protiv mene. Ako bi štovao njihove kumire, to bi ti bila stupica.”