< નિર્ગમન 22 >
1 ૧ જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.
“Sɛ obi kowia nantwi anaa oguan na okum no anaa ɔtɔn no a, ɔde anantwi anum besi nantwi baako anan mu. Na ɔde nguan anan asi oguan baako biara anan mu.
2 ૨ જો કોઈ ચોરી કરતાં પકડાયા અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ
“Sɛ wohu ɔkorɔmfo sɛ ɔrewura ofi bi mu anadwo na wokum no a, nea okum no no nni fɔ.
3 ૩ જો તે સૂર્યોદય પછી ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને મારી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીનો દંડ ભરવા માટે તે પોતે વેચાઈ જાય.
Na sɛ asɛm no si awia de a, wɔmfa no sɛ ɛyɛ awudi enti onipa a okum ɔkorɔmfo no di fɔ. “Sɛ mokyere ɔkorɔmfo bi a, momma ontua nneɛma a wawia no nyinaa ho ka na sɛ wantumi antua a, montɔn no sɛ akoa mfa no ntua ka no.
4 ૪ પરંતુ જો ચોરેલું જાનવર તેની પાસે જીવતું મળી આવે, પછી તે બળદ હોય, ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
Sɛ mokyere no sɛ ɔrewia nantwi anaa afurum anaa oguan a onwui anaa biribi foforo bi a, mommɔ no dekode a owiae no ho ka mpemanim.
5 ૫ જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
“Sɛ obi hyɛ da gyaa nʼaboa ma ɔkɔ obi afum kodidi wɔ hɔ, sɛe nnɔbae a, ɔmfa ɔno ara ne nnɔbae mu nea ɛsɔ ani pa ara no mmetua ka.
6 ૬ જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
“Sɛ obi rehyew nʼafuw, na ogya no tra kɔtɔ ɔfoforo afuw mu, hyew, sɛe ne nnɔbae a, nea ɔsɔɔ gya no betua nnɔbae a asɛe no nyinaa ho ka.
7 ૭ જો કોઈ માણસ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માટે સોંપે અને તે પેલા માણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું.
“Sɛ obi ma ɔfoforo sika anaa ade foforo bi sɛ ɔmfa nsie mma no na wowia na sɛ wɔkyere ɔkorɔmfo no a, obetua ne mpemanim.
8 ૮ પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘરધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજૂ કરવો અને ન્યાયધીશ તેની ચોરી સંબંધી યોગ્ય નિર્ણય કરશે.
Na sɛ wɔankyere ɔkorɔmfo no a, wɔde onipa a wɔde agyapade no hyɛɛ ne nsa no bɛba Onyankopɔn anim abɛhwehwɛ sɛ ɔno ankasa na owiaa ne yɔnko no anaasɛ ɛnyɛ ɔno.
9 ૯ જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ મારું છે.’ પણ બીજો કહે: ‘ના, આ મારું છે.’ તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું.
Sɛ ɛba sɛ nantwi, afurum, oguan, ntama anaa biribi foforo bi yera na nea nʼade ayera no de nʼani kari obi sɛ ɔno na wafa dekode no, na onii no san se ɛnyɛ ɔno na wafa a, ɛsɛ sɛ wɔde nnipa baanu no nyinaa ba Onyankopɔn anim ma ɔhwehwɛ mu. Ɔhwehwɛ mu na nea obedi fɔ no, obetua ade a ɛyerae no ho ka mmɔho abien ama ɔbaako no.
10 ૧૦ જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
“Sɛ obi de afurum, nantwi, oguan anaa aboa foforo bi ma ne yɔnko bi ayɛn na aboa no wu anaa opira anaa oguan na sɛ obi anhu ammɛka a,
11 ૧૧ તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
ɛsɛ sɛ nea ogyee aboa no ayɛn no ka ntam sɛ ɛnyɛ ɔno na wawia aboa no, na ne wura no gye to mu a, onnye biribiara nsi anan mu.
12 ૧૨ પરંતુ જો પડોશીએ તે પશુની ચોરી કરી હોય, તો તેણે માલિકને નુકસાન ભરપાઈ કરી આપવું.
Nanso sɛ wia na wowiaa aboa no anaa dekode no wɔ ne nkyɛn de a, na ɛsɛ sɛ sohwɛfo a wowiaa aboa no anaa dekode no fii ne nkyɛn no tua ne wura no ka.
13 ૧૩ જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
Sɛ akekaboa na okum no a, ɛsɛ sɛ ɔde aboa no funu ba bɛkyerɛ. Ɔyɛ no saa a, ɔrentua ho ka biara.
14 ૧૪ અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.
“Sɛ obi fɛm aboa bi anaa biribi foforo bi fi ne yɔnko nkyɛn na sɛ aboa no wu anaa opira, bere a ne wura no nni hɔ a, ɛsɛ sɛ onipa a ɔfɛm saa aboa no tua ka.
15 ૧૫ માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે.
Na sɛ ne wura no wɔ hɔ de a, ɛnsɛ sɛ ɔfɛmfo no tua ka, efisɛ wobuu eyi nyinaa fraa ɔfɛm no ho akatua mu.
16 ૧૬ જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.
“Sɛ ɔbarima bi kɔdaadaa ɔbea bi a ɔnyɛɛ ne ho ade na ɔne no da a, ɛsɛ sɛ ɔyɛ ne ho ade na ɔware no.
17 ૧૭ જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.
Sɛ ɔbea no agya se ɔmpene aware no so a, ɛsɛ sɛ ɔbarima no tua ne ti sika.
18 ૧૮ મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ.
“Munkum mmea nkonyaayifo.
19 ૧૯ જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
“Ɔbarima biara a ɔbɛfa aboa bi no, wonkum no.
20 ૨૦ મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.
“Obiara a obefi Awurade akyi abɔ onyame foforo bi afɔre no, wonkum no.
21 ૨૧ તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
“Monnyɛ ɔhɔho ayayade, efisɛ na mo nso moyɛ ahɔho wɔ Misraim.
22 ૨૨ કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.
“Munnsisi akunafo anaa ayisaa;
23 ૨૩ જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.
na sɛ moyɛ saa na wosu frɛ me a, megye wɔn so.
24 ૨૪ પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
Mede mʼabufuw betia mo na mama atamfo dɔm akum mo na mo yerenom nso adan akunafo ama mo mma nso ayɛ ayisaa bi.
25 ૨૫ તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.
“Sɛ wobɔ wo yɔnko Hebrini bosea a, nnye ho mfɛntom biara.
26 ૨૬ જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.
Sɛ wugye ne ntama de si awowa a, anadwo no ara, fa nʼade kɔma no.
27 ૨૭ કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
Efisɛ ebia na ntama a ɔwɔ de kata ne ho de ka ne ho hyew ara ne no; woagye yi, ɛbɛyɛ dɛn na watumi ada? Sɛ woamfa ankɔma no na sɛ osu frɛ me a, metie na mahu no mmɔbɔ, efisɛ meyɛ mmɔborɔhunufo.
28 ૨૮ તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
“Monnkasa ntia Onyankopɔn na monnome aban mu mpanyimfo anaa mo atemmufo anaa wɔn a wodi mo so.
29 ૨૯ તમારે તમારા ખેતરની ઊપજ તથા તમારા દ્રાક્ષારસના ભરપૂરીપણામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમારો જયેષ્ઠ પુત્ર મને અર્પિત કરવો.
“Momfa mo nnɔbae mu nkyɛmu du mu baako mmrɛ me ntɛm so. “Saa ara nso na muntua mo mmakan mmarima nkwagye ho ka no.
30 ૩૦ તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં.
Ma wo nantwi anaa wo guan abakan no ne ne na ntena nnanson, na da a ɛto so awotwe no, fa no brɛ me.
31 ૩૧ અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.
“Esiane sɛ moyɛ kronkron ma me nti, monnwe aboa biara a akekaboa akyere no akum no. Munnyaw ne funu no mma akraman mmɛwe.