< નિર્ગમન 21 >
1 ૧ પછી યહોવાહે મૂસાને કહ્યું, હવે તારે જે કાનૂનો લોકોની આગળ રજૂ કરવાના છે તે આ છે.
«Սրանք են այն կանոնները, որ պիտի յայտնես նրանց.
2 ૨ “જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.
Եթէ գնես եբրայեցի մի ստրուկ, վեց տարի նա թող ծառայի քեզ եւ եօթներորդ տարում առանց փրկագնի ազատ թող արձակուի:
3 ૩ ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે.
Եթէ նա միայնակ է տունդ մտել, միայնակ էլ թող գնայ, իսկ եթէ իր կնոջ հետ է մտել, կինն էլ թող գնայ նրա հետ:
4 ૪ જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય.”
Եթէ իր տէրը նրան կին տայ, եւ կինը նրա համար տղաներ եւ աղջիկներ ծնի, ապա կինն ու զաւակները թող պատկանեն նրա տիրոջը, իսկ նա թող գնայ միայնակ:
5 ૫ “પરંતુ જો તે ગુલામ સ્પષ્ટ રીતે એવું કહે કે; ‘હું તો મારા માલિકને તથા મારી પત્નીને તથા મારાં બાળકોને પ્રેમ કરું છું; મારે છૂટવું નથી.’
Եթէ ստրուկն առարկելով ասի, թէ՝ «Սիրեցի իմ տիրոջը, իմ կնոջն ու իմ զաւակներին եւ ազատութիւն չեմ ուզում», ապա նրա տէրը նրան թող կանգնեցնի Աստծու ատեանին,
6 ૬ જો આવું બને તો ગુલામના માલિકે તેને ઈશ્વરના સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.
այնուհետեւ բերի իր տան դռան սեմի մօտ, հերիւնով ծակի նրա ականջը, եւ նա նրան թող ծառայի ցմահ:
7 ૭ “અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો ગુલામ પુરુષોની માફક તે છૂટે નહિ.
Եթէ որեւէ մէկն իր աղջկան որպէս աղախին վաճառի, ապա այդ աղջիկը թող չազատագրուի, ինչպէս ազատագրւում են ստրկուհիները:
8 ૮ જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.
Եթէ այդ աղախինը, որը սահմանուած էր իր տիրոջ համար, այլեւս հաճելի չլինի նրան, ապա Տէրը թող փրկագնով վաճառի նրան, բայց օտարազգի մարդու վաճառելու իրաւունք չունի, թէ չէ նրան անարգած կը լինի:
9 ૯ પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.
Եթէ նա իր գնած աղախնին սահմանել է իր որդու համար, նրա հետ թող վարուի այնպէս, ինչպէս վարւում է իր դուստրերի հետ:
10 ૧૦ “જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.
Եթէ ամուսնացած մի մարդ ամուսնանայ նաեւ մի ուրիշ կնոջ հետ, թող չզրկի նախկին կնոջը գոյութեան միջոցներից, զգեստներից ու ամուսնական պարտականութիւնից:
11 ૧૧ અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.
Եթէ ամուսինն այս երեք պահանջները չկատարի նրա նկատմամբ, ապա կինն առանց փրկագնի՝ ձրի, ազատ թող արձակուի»:
12 ૧૨ “જે કોઈ અન્ય માણસને મારીને તેની હત્યા કરે તો તેને મોતની સજા થાય.
«Եթէ որեւէ մարդ հարուածի մէկին, եւ սա մահանայ, ապա հարուածողը մահապատժի թող ենթարկուի:
13 ૧૩ પરંતુ જો કોઈ માણસ ખૂન કરવાના ઇરાદાથી છુપાઈ રહ્યો ના હોય પણ ઈશ્વર તેના હાથમાં કોઈને સોંપે અને હત્યા કરાય તો તેને નાસી જવા માટે હું આશ્રયસ્થાન નિયત કરીશ, ત્યાં તે નાસી જશે.”
Եթէ սպանութիւնը կատարուել է ոչ թէ սպանողի կամքով, այլ Աստուած է մատնել նրան նրա ձեռքը, ապա սպանողին թող ցոյց տրուի մի տեղ, ուր նա ապաստան թող գտնի:
14 ૧૪ “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો.”
Եթէ մէկը չարանենգօրէն սպանի իր մերձաւորին եւ փախուստի դիմելով ապաստանի իմ զոհասեղանին, դարձեալ կ՚առնես նրան ու կը սպանես:
15 ૧૫ અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
Ով որ հարուածի իր հօրը կամ մօրը, մահապատժի թող ենթարկուի:
16 ૧૬ જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
Եթէ մէկը գողանայ մի իսրայէլացու եւ վաճառի, եւ կամ իր մօտ գտնեն նրան, ապա սա մահապատժի թող ենթարկուի:
17 ૧૭ અને જો કોઈ પોતાના પિતાને કે માતાને શાપ આપે તો પણ તેને મૃત્યુની સજા થાય.
Ով որ վատաբանի իր հօրն ու իր մօրը, մահապատժի թող ենթարկուի:
18 ૧૮ અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.
Եթէ երկու մարդիկ կռուեն, եւ նրանցից մէկը քարով կամ բռունցքով հարուածի միւսին, եւ սա ոչ թէ մահանայ, այլ անկողին ընկնի,
19 ૧૯ પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.
ապա եթէ տուժածը ոտքի կանգնի եւ կարողանայ ցուպի օգնութեամբ քայլել, հարուածողը թող անպարտ լինի, բայց տուժածի աշխատանքից զրկուելու վնասի ու բժշկութեան համար թող հատուցում վճարի:
20 ૨૦ અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
Եթէ մէկը գաւազանով հարուածի իր ստրուկին կամ իր ստրկուհուն, եւ սրանք մեռնեն նրա հարուածից, ապա տէրը վրէժխնդրութեան պիտի ենթարկուի դատաստանով,
21 ૨૧ પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે.
իսկ եթէ նրանք մէկ կամ երկու օր ապրեն, տէրը վրէժխնդրութեան չի ենթարկուի, քանի որ նա նրանց իր արծաթով է գնել:
22 ૨૨ જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.
Եթէ երկու տղամարդիկ կռուելիս զարնուեն մի յղի կնոջ, եւ կինը պտուղը դեռ չձեւաւորուած վիժի, հարուածողը թող հատուցի վնասը. ինչ որ պահանջի կնոջ ամուսինը, նա թող վճարի ըստ սահմանուած կարգի եւ տայ աղաչելով:
23 ૨૩ પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ.
Իսկ եթէ պտուղը ձեւաւորուած լինի, ապա թող հատուցի ըստ այս կարգի. կեանքի դիմաց՝ կեանք, աչքի դիմաց՝
24 ૨૪ આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.
աչք, ատամի դիմաց՝ ատամ, ձեռքի դիմաց՝ ձեռք, ոտքի դիմաց՝ ոտք,
25 ૨૫ દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો.
խարանի դիմաց՝ խարան, վէրքի դիմաց՝ վէրք, հարուածի դիմաց՝ հարուած:
26 ૨૬ અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં.
Եթէ մէկը հարուածի իր ստրկի կամ իր ստրկուհու աչքին ու կուրացնի նրան, ապա իր կուրացրած աչքի համար նրանց ազատ թող արձակի:
27 ૨૭ અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.
Եթէ ջարդի իր ստրկի կամ ստրկուհու ատամը, ապա իր ջարդած ատամի համար նրանց ազատ թող արձակի»:
28 ૨૮ વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.
«Եթէ մի ցուլ հարուածի մի տղամարդու կամ կնոջ, եւ սրանք մեռնեն, ապա ցուլը թող քարկոծուի, նրա միսը թող չուտեն, իսկ ցուլի տէրը անպարտ թող լինի:
29 ૨૯ પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.
Եթէ ցուլը նախկինում եւս հարուածող է եղել, եւ այդ առթիւ նրա տիրոջը բողոքած են եղել, բայց սա ցուլին մէջտեղից չի վերացրել, եւ եթէ ցուլը տղամարդ կամ կին սպանի, ապա ցուլը թող քարկոծուի, իսկ ցուլի տէրը միաժամանակ մահապատժի թող ենթարկուի:
30 ૩૦ પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.
Իսկ եթէ տիրոջ վրայ փրկագին նշանակուի, ապա իր խլած կեանքի դիմաց տէրը թող վճարի նշանակուած փրկագինը:
31 ૩૧ અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.
Եթէ ցուլը մի տղայի կամ մի աղջկայ հարուածի, նոյն կերպ թող վարուեն նրա հետ:
32 ૩૨ જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.
Եթէ ցուլը մի ստրուկի կամ ստրկուհու հարուածի, ցլատէրը նրանց տիրոջը երեսուն սիկղ արծաթ թող վճարի, իսկ ցուլը թող քարկոծուի:
33 ૩૩ જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
Եթէ մէկը փոս բացելուց կամ ջրհոր փորելուց յետոյ դրանք չծածկի, եւ դրանց մէջ արջառ կամ էշ ընկնի,
34 ૩૪ તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
փոսի տէրը արծաթ թող վճարի անասունի տիրոջը, իսկ լէշը թող յանձնուի իրեն:
35 ૩૫ અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.
Եթէ մէկի ցուլը հարուածի մի ուրիշ մարդու ցուլին, եւ սա սատկի, կենդանի մնացած ցուլը թող վաճառեն եւ դրա արժէքը թող բաժանեն: Թող բաժանեն նաեւ սպանուած ցուլը:
36 ૩૬ અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.
Իսկ եթէ նախկինում էլ գիտէին, որ ցուլը հարուածող է եղել, եւ այդ մասին դրա տիրոջը բողոքած են եղել, բայց նա իր ցուլը մէջտեղից չի վերացրել, թող ցուլ հատուցուի ցուլի փոխարէն, իսկ սպանուած ցուլը թող տրուի տիրոջը»: