< નિર્ગમન 2 >

1 એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
Now a man of the house of Levi took as his wife a daughter of Levi.
2 તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
And she became with child and gave birth to a Son; and when she saw that he was a beautiful child, she kept him secretly for three months.
3 પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
And when she was no longer able to keep him secret, she made him a basket out of the stems of water-plants, pasting sticky earth over it to keep the water out; and placing the baby in it she put it among the plants by the edge of the Nile.
4 પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
And his sister took her place at a distance to see what would become of him.
5 એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.
Now Pharaoh's daughter came down to the Nile to take a bath, while her women were walking by the riverside; and she saw the basket among the river-plants, and sent her servant-girl to get it.
6 કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે.
And opening it, she saw the child, and he was crying. And she had pity on him, and said, This is one of the Hebrews' children.
7 પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?”
Then his sister said to Pharaoh's daughter, May I go and get you one of the Hebrew women to give him the breast?
8 ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
And Pharaoh's daughter said to her, Go. And the girl went and got the child's mother.
9 ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
And Pharaoh's daughter said to her, Take the child away and give it milk for me, and I will give you payment. And the woman took the child and gave it milk at her breast.
10 ૧૦ પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”
And when the child was older, she took him to Pharaoh's daughter and he became her son, and she gave him the name Moses, Because, she said, I took him out of the water.
11 ૧૧ સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો.
Now when Moses had become a man, one day he went out to his people and saw how hard their work was; and he saw an Egyptian giving blows to a Hebrew, one of his people.
12 ૧૨ મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
And turning this way and that, and seeing no one, he put the Egyptian to death, covering his body with sand.
13 ૧૩ બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, “તું શા માટે તારા પોતાના જ હિબ્રૂ ભાઈને મારે છે?”
And he went out the day after and saw two of the Hebrews fighting: and he said to him who was in the wrong, Why are you fighting your brother?
14 ૧૪ એટલે તેણે મૂસાને કહ્યું, “તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?” તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
And he said, Who made you a ruler and a judge over us? are you going to put me to death as you did the Egyptian? And Moses was in fear, and said, It is clear that the thing has come to light.
15 ૧૫ આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.
Now when Pharaoh had news of this, he would have put Moses to death. But Moses went in flight from Pharaoh into the land of Midian: and he took his seat by a water-spring.
16 ૧૬ ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
Now the priest of Midian had seven daughters: and they came to get water for their father's flock.
17 ૧૭ પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
And the keepers of the sheep came up and were driving them away; but Moses got up and came to their help, watering their flock for them.
18 ૧૮ પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, “આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?”
And when they came to Reuel their father, he said, How is it that you have come back so quickly today?
19 ૧૯ તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.”
And they said, An Egyptian came to our help against the keepers of sheep and got water for us and gave it to the flock.
20 ૨૦ પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.”
And he said to his daughters, Where is he? why have you let the man go? make him come in and give him a meal.
21 ૨૧ નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાહનાં લગ્ન મૂસા સાથે કર્યાં.
And Moses was happy to go on living with the man; and he gave his daughter Zipporah to Moses.
22 ૨૨ તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ એટલે વિદેશી પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
And she gave birth to a son, to whom he gave the name Gershom: for he said, I have been living in a strange land.
23 ૨૩ કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના ઈશ્વરે સાંભળી.
Now after a long time the king of Egypt came to his end: and the children of Israel were crying in their grief under the weight of their work, and their cry for help came to the ears of God.
24 ૨૪ આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.
And at the sound of their weeping the agreement which God had made with Abraham and Isaac and Jacob came to his mind.
25 ૨૫ ઈશ્વરે ઇઝરાયલીઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.
And God's eyes were turned to the children of Israel and he gave them the knowledge of himself.

< નિર્ગમન 2 >