< નિર્ગમન 2 >
1 ૧ એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
有一个利未家的人娶了一个利未女子为妻。
2 ૨ તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
那女人怀孕,生一个儿子,见他俊美,就藏了他三个月,
3 ૩ પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
后来不能再藏,就取了一个蒲草箱,抹上石漆和石油,将孩子放在里头,把箱子搁在河边的芦荻中。
4 ૪ પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
孩子的姊姊远远站着,要知道他究竟怎么样。
5 ૫ એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.
法老的女儿来到河边洗澡,她的使女们在河边行走。她看见箱子在芦荻中,就打发一个婢女拿来。
6 ૬ કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે.
她打开箱子,看见那孩子。孩子哭了,她就可怜他,说:“这是希伯来人的一个孩子。”
7 ૭ પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?”
孩子的姊姊对法老的女儿说:“我去在希伯来妇人中叫一个奶妈来,为你奶这孩子,可以不可以?”
8 ૮ ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
法老的女儿说:“可以。”童女就去叫了孩子的母亲来。
9 ૯ ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
法老的女儿对她说:“你把这孩子抱去,为我奶他,我必给你工价。”妇人就抱了孩子去奶他。
10 ૧૦ પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”
孩子渐长,妇人把他带到法老的女儿那里,就作了她的儿子。她给孩子起名叫摩西,意思说:“因我把他从水里拉出来。”
11 ૧૧ સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો.
后来,摩西长大,他出去到他弟兄那里,看他们的重担,见一个埃及人打希伯来人的一个弟兄。
12 ૧૨ મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
他左右观看,见没有人,就把埃及人打死了,藏在沙土里。
13 ૧૩ બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, “તું શા માટે તારા પોતાના જ હિબ્રૂ ભાઈને મારે છે?”
第二天他出去,见有两个希伯来人争斗,就对那欺负人的说:“你为什么打你同族的人呢?”
14 ૧૪ એટલે તેણે મૂસાને કહ્યું, “તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?” તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
那人说:“谁立你作我们的首领和审判官呢?难道你要杀我,像杀那埃及人吗?”摩西便惧怕,说:“这事必是被人知道了。”
15 ૧૫ આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.
法老听见这事,就想杀摩西,但摩西躲避法老,逃往米甸地居住。
16 ૧૬ ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
一日,他在井旁坐下。米甸的祭司有七个女儿;她们来打水,打满了槽,要饮父亲的群羊。
17 ૧૭ પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
有牧羊的人来,把她们赶走了,摩西却起来帮助她们,又饮了她们的群羊。
18 ૧૮ પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, “આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?”
她们来到父亲流珥那里;他说:“今日你们为何来得这么快呢?”
19 ૧૯ તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.”
她们说:“有一个埃及人救我们脱离牧羊人的手,并且为我们打水饮了群羊。”
20 ૨૦ પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.”
他对女儿们说:“那个人在哪里?你们为什么撇下他呢?你们去请他来吃饭。”
21 ૨૧ નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાહનાં લગ્ન મૂસા સાથે કર્યાં.
摩西甘心和那人同住;那人把他的女儿西坡拉给摩西为妻。
22 ૨૨ તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ એટલે વિદેશી પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
西坡拉生了一个儿子,摩西给他起名叫革舜,意思说:“因我在外邦作了寄居的。”
23 ૨૩ કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના ઈશ્વરે સાંભળી.
过了多年,埃及王死了。以色列人因做苦工,就叹息哀求,他们的哀声达于 神。
24 ૨૪ આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.
神听见他们的哀声,就记念他与亚伯拉罕、以撒、雅各所立的约。
25 ૨૫ ઈશ્વરે ઇઝરાયલીઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.
神看顾以色列人,也知道他们的苦情。