< નિર્ગમન 18 >
1 ૧ યહોવાહે મૂસા અને ઇઝરાયલી લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇઝરાયલના લોકોને માટે જે કંઈ કર્યું હતું તે વિષે તથા યહોવાહે ઇઝરાયલીઓને કેવીરીતે મિસરમાંથી મુક્ત કર્યા હતા તે વિષે મૂસાના સસરાએ એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.
Or, Jéthro, sacrificateur de Madian, beau-père de Moïse, apprit tout ce que Dieu avait fait à Moïse et à Israël, son peuple, et que l'Éternel avait retiré Israël de l'Égypte.
2 ૨ મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી ત્યારે તેના સસરા યિથ્રોએ તેઓને પોતાને ઘરે રાખ્યાં હતાં.
Et Jéthro, beau-père de Moïse, prit Séphora, femme de Moïse, après son renvoi,
3 ૩ મૂસાના બે પુત્રોમાંના પ્રથમ પુત્રનું નામ ‘ગેર્શોમ’ પાડવામાં આવ્યું હતું; તેનો અર્થ થાય છે કે ‘હું પરદેશમાં પ્રવાસી થયેલો છું.’
Et ses deux fils, dont l'un s'appelait Guershom (étranger là), car, dit-il, j'ai séjourné dans un pays étranger;
4 ૪ બીજા પુત્રનું નામ ‘એલિએઝેર’ હતું. તેનો અર્થ થાય છે કે ‘ઈશ્વરે મારી સહાય કરીને મને ફારુનની તલવારથી બચાવ્યો છે.’”
Et l'autre Éliézer (Dieu aide), car le Dieu de mon père, dit-il, m'a été en aide, et m'a délivré de l'épée de Pharaon.
5 ૫ એટલા માટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રોને લઈને અરણ્યમાં ઈશ્વરના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી કરીને મુકામ કર્યો હતો ત્યાં તેની પાસે આવ્યો.
Jéthro, beau-père de Moïse, vint donc vers Moïse, avec ses enfants et sa femme, au désert où il était campé, près de la montagne de Dieu.
6 ૬ તેણે મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તારો સસરો યિથ્રો અહીં આવ્યો છું અને તારી પત્ની અને બે પુત્રોને તારી પાસે લાવ્યો છું.”
Et il fit dire à Moïse: Moi, Jéthro ton beau-père, je viens vers toi, avec ta femme et ses deux fils avec elle.
7 ૭ તેથી મૂસા તેના સસરાને મળવા સામો ગયો. અને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યુ. બન્નેએ પરસ્પર ક્ષેમકુશળતાની ખબર પૂછી. પછી તેઓ મૂસાની છાવણીમાં તેના તંબુમાં ગયા.
Et Moïse sortit au-devant de son beau-père; et il se prosterna, et le baisa; et ils s'informèrent mutuellement de leur bien-être; puis ils entrèrent dans la tente.
8 ૮ ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાહે ઇઝરાયલના લોકો માટે ફારુન અને મિસરના લોકોના જે હાલહવાલ કર્યા હતા તથા ઇઝરાયલના લોકોને માર્ગમાં જે જે વિટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાહે તેઓને કેવી રીતે બચાવ્યા હતા, તે વિષે બધું કહી સંભળાવ્યું.
Et Moïse raconta à son beau-père tout ce que l'Éternel avait fait à Pharaon et aux Égyptiens en faveur d'Israël, toute la peine qui leur était survenue par le chemin, et comment l'Éternel les avait délivrés.
9 ૯ યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.
Et Jéthro se réjouit de tout le bien que l'Éternel avait fait à Israël, de ce qu'il l'avait délivré de la main des Égyptiens.
10 ૧૦ અને યિથ્રોએ કહ્યું, “યહોવાહની સ્તુતિ કરો કે જેમણે ઇઝરાયલી લોકોને મિસરવાસીઓના અને ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.
Et Jéthro dit: Béni soit l'Éternel qui vous a délivrés de la main des Égyptiens et de la main de Pharaon; qui a délivré le peuple de la puissance des Égyptiens!
11 ૧૧ હવે મને ખાતરી થઈ છે કે, સર્વ દેવો કરતાં યહોવાહ મહાન છે; મિસરવાસીઓએ તમારી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને યહોવાહે તેઓના પંજામાંથી મુક્ત કર્યા છે.”
Maintenant je connais que l'Éternel est plus grand que tous les dieux; car lorsqu'ils se sont élevés avec orgueil, il l'a emporté sur eux.
12 ૧૨ પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો.
Et Jéthro, beau-père de Moïse, prit un holocauste et des sacrifices pour les offrir à Dieu; et Aaron et tous les anciens d'Israël vinrent manger le pain avec le beau-père de Moïse, en la présence de Dieu.
13 ૧૩ બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરૂ કર્યું. તેઓ ન્યાય મેળવવા માટે સવારથી સાંજ સુધી આવતા રહેતા હતા અને પોતાનો વારો આવે એની રાહ જોતા હતા.
Il arriva, le lendemain, que Moïse s'assit pour juger le peuple, et le peuple se tint devant Moïse depuis le matin jusqu'au soir.
14 ૧૪ મૂસા લોકો માટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માટે તું આ શું કરે છે? ન્યાયાધીશ તરીકે તું એકલો બેસે છે અને આટલા બધા લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવીને ઊભા રહે છે! તેનું શું કારણ છે?”
Et le beau-père de Moïse, voyant tout ce qu'il faisait pour le peuple, lui dit: Qu'est-ce que tu fais à l'égard de ce peuple? Pourquoi sièges-tu seul, et tout le peuple se tient-il devant toi, depuis le matin jusqu'au soir?
15 ૧૫ ત્યારે મૂસાએ કહ્યું, “લોકો મારી પાસે તેઓની સમસ્યાઓના સંબંધમાં યહોવાહની ઇચ્છા વિષે પૂછવા માટે આવે છે.
Et Moïse répondit à son beau-père: C'est que le peuple vient à moi pour consulter Dieu.
16 ૧૬ વળી એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તેના ન્યાયચુકાદા માટે મારી પાસે આવે છે. તેઓમાં કોણ સાચું છે તે હું નક્કી કરું છું. આ રીતે હું તેઓને યહોવાહના નિયમો અને વિધિઓ વિષે શીખવું છું.”
Quand ils ont quelque cause, ils viennent à moi; je juge entre l'un et l'autre, et je fais connaître les ordonnances de Dieu et ses lois.
17 ૧૭ પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે પધ્ધતિ યોગ્ય નથી.
Mais le beau-père de Moïse lui dit: Ce que tu fais n'est pas bien.
18 ૧૮ તું તંગ આવી જશે. તારા એકલાથી આ કામનો બોજો ઉપાડી શકાય એવો નથી. તું એકલો એ નહિ કરી શકે.”
Certainement, tu succomberas, et toi et ce peuple qui est avec toi; car cela est trop pesant pour toi, tu ne peux le faire toi seul.
19 ૧૯ હું તને સલાહ આપું છું અને તારે શું કરવું જોઈએ, એ તને બતાવું છું. “હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે તને મદદ કરે. તારે યહોવાહ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો યહોવાહની સમક્ષ રજૂ કરવા જોઈએ.
Maintenant écoute ma voix; je te conseillerai, et que Dieu soit avec toi! Sois pour le peuple devant Dieu; et rapporte les causes à Dieu.
20 ૨૦ અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.”
Instruis-les des ordonnances et des lois, et fais-leur connaître la voie dans laquelle ils doivent marcher, et ce qu'ils doivent faire.
21 ૨૧ “વિશેષમાં તું યહોવાહની બીક રાખનાર તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, લાંચરુશવતને ધિક્કારનાર તથા નિસ્વાર્થ હોય એવા માણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દશ દશ માણસોના ઉપરીઓ તરીકે નિયુક્ત કર.
Et choisis-toi d'entre tout le peuple des hommes capables, craignant Dieu, des hommes fidèles, haïssant le gain déshonnête, et établis-les sur eux comme chefs de milliers, chefs de centaines, chefs de cinquantaines, et chefs de dizaines;
22 ૨૨ પછી એ ઉપરી પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દે. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તારી પાસે આવી શકશે. પરંતુ સામાન્ય પ્રકારના પ્રશ્નોનો નિર્ણય તો તેઓ જ કરશે. આમ તારા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તારું કામ સરળ થશે.
Et qu'ils jugent le peuple en tout temps; s'il y a de grandes affaires, qu'ils te les rapportent; mais qu'ils jugent eux-mêmes toutes les petites causes. Allège ton fardeau, et qu'ils le portent avec toi.
23 ૨૩ હવે જો તું આ બધું કરીશ, તો યહોવાહની ઇચ્છા પૂર્ણ થશે. તને થાક લાગશે નહિ. અને આવનારા લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ઘરે પાછા ફરશે.”
Si tu fais cela, et que Dieu te le commande, tu pourras subsister, et tout ce peuple arrivera heureusement en son lieu.
24 ૨૪ મૂસાએ પોતાના સસરાની સલાહ સ્વીકારી અને તેણે તે પ્રમાણે અમલ કર્યો.
Et Moïse obéit à la voix de son beau-père, et fit tout ce qu'il avait dit.
25 ૨૫ મૂસાએ સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.
Moïse choisit donc de tout Israël des hommes capables, et les établit chefs sur le peuple, chefs de milliers, chefs de centaines, chefs de cinquantaines, et chefs de dizaines,
26 ૨૬ ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
Qui devaient juger le peuple en tout temps; ils devaient rapporter à Moïse les affaires difficiles, et juger eux-mêmes toutes les petites affaires.
27 ૨૭ પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.
Puis Moïse laissa aller son beau-père, qui s'en retourna en son pays.