< નિર્ગમન 17 >
1 ૧ ઇઝરાયલના લોકોની સમગ્ર જમાતે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાહની આજ્ઞા મુજબ આગળ પ્રયાણ કરીને રફીદીમમાં મુકામ કર્યો. પરંતુ ત્યાં લોકોને પીવા માટે પાણી દુર્લભ હતું.
Så drog hele Israels barns menighet fra ørkenen Sin i dagsreiser efter Herrens befaling; de slo leir i Refidim, og folket hadde ikke vann å drikke.
2 ૨ તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માટે પાણી આપ.” એટલે મૂસાએ તેઓને કહ્યું, “તમે લોકો મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાહની કસોટી શા માટે કરો છો?” તમે એમ સમજો છો કે ઈશ્વર આપણી સાથે નથી?”
Da kivedes folket med Moses og sa: Gi oss vann, så vi får drikke! Moses svarte dem: Hvorfor kives I med mig? Hvorfor frister I Herren?
3 ૩ પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તેઓએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તું અમને, અમારાં સ્ત્રી, બાળકોને અને જાનવરોને તરસે મારવા શા માટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યો?”
Men folket tørstet efter vann og knurret mot Moses og sa: Hvorfor har du ført oss op fra Egypten for å la oss og våre barn og vår buskap dø av tørst?
4 ૪ આથી મૂસાએ યહોવાહને યાચના કરી, “આ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારી નાખવા તૈયાર થયા છે.”
Da ropte Moses til Herren og sa: Hvad skal jeg gjøre med dette folk? Det er ikke langt fra at de stener mig!
5 ૫ યહોવાહે મૂસાને કહ્યું, “જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નીલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.
Og Herren sa til Moses: Gå frem foran folket og ta med dig nogen av Israels eldste, og din stav som du slo i elven med, ta den i hånden og gå!
6 ૬ જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. એટલે ત્યાં પાણીનું વહેણ થયું.
Se, jeg vil stå der foran dig på klippen ved Horeb, og du skal slå på klippen, og det skal flyte vann ut av den, så folket får drikke. Og Moses gjorde således så Israels eldste så på det.
7 ૭ મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવાહ અમારી વચ્ચે છે કે નહિ?
Og han kalte stedet Massa og Meriba, fordi Israels barn kivedes med ham, og fordi de fristet Herren og sa: Er Herren iblandt oss eller ikke?
8 ૮ અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.
Så kom Amalek og stred med Israel i Refidim.
9 ૯ પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”
Da sa Moses til Josva: Velg oss ut mannskap, dra så avsted og strid mot Amalek! Imorgen vil jeg stå øverst på haugen med Guds stav i min hånd.
10 ૧૦ યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
Og Josva gjorde som Moses hadde sagt ham, og stred mot Amalek; og Moses, Aron og Hur steg op øverst på haugen.
11 ૧૧ ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા.
Da gikk det så at så lenge Moses holdt sin hånd opløftet, hadde Israel overtaket; men når han lot sin hånd synke, da fikk Amalek overtaket.
12 ૧૨ પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને સ્થિર રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા.
Men da Moses' hender blev tunge, tok de en sten og la under ham, og han satte sig på den; og Aron og Hur støttet hans hender, den ene på den ene side og den andre på den andre side; så holdt hans hender sig støe helt til solen gikk ned.
13 ૧૩ યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
Og Josva hugg Amalek og hans folk ned med sverdets egg.
14 ૧૪ પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.”
Og Herren sa til Moses: Skriv dette op i en bok, så I kommer det i hu, og prent det i Josvas ører! For jeg vil aldeles utslette minnet om Amalek over hele jorden.
15 ૧૫ ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી” એવું નામ આપ્યું.
Så bygget Moses et alter og kalte det: Herren er mitt banner.
16 ૧૬ તેણે કહ્યું કે, “અમાલેકીઓ તેમના હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે.”
Og han sa: En hånd er utrakt fra Herrens trone! Herren skal stride mot Amalek fra slekt til slekt.