< નિર્ગમન 15 >

1 પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
Na Mose ne Israelfo no too saa dwom yi de kamfoo Awurade: “Mɛto dwom ama Awurade, efisɛ wadi nkonim anuonyam mu; Watow ɔpɔnkɔ ne ne sotefo no agu po mu.
2 યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું.
“Awurade yɛ mʼahoɔden, me dwom ne me nkwagye. Ɔyɛ me Nyankopɔn, na mɛkamfo no. Ɔyɛ mʼagya Nyankopɔn, mɛma no so.
3 યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે.
Awurade yɛ ɔkofo; ne din ne Awurade.
4 તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે.
Farao nteaseɛnam ne nʼakofo, watow wɔn agu po mu. Wɔamemem wɔ Po Kɔkɔɔ mu. Misraim akofo atitiriw awuwu asorɔkye ase.
5 પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે.
Nsu akata wɔn so. Wɔmemem asubun mu sɛ ɔbo.
6 હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
Wo nsa nifa, Awurade, tumi ne anuonyam ahyɛ no ma; wo nsa nifa, Awurade, atetew atamfo mu pasaa.
7 તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.
“Wo tumi kɛse no mu na wonam tuu wɔn a wotia wo no gui. Womaa wʼabufuw bɛhyew wɔn sɛnea ogya hyew sare.
8 હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.
Wugu ahome a, nsu mu pae. Egyinaa sɛ afasu maa po taa fa ne fa.
9 શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’
Ɔtamfo kae se, ‘Mɛtaa wɔn, mɛto wɔn, asɛe wɔn. Mɛtwe mʼafoa wɔ wɔn so atwitwa wɔn asinasin.’
10 ૧૦ પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા.
Nanso Onyankopɔn bɔɔ ne mframa ma po kataa wɔn so. Wɔmemem sɛ sumpii wɔ subun no mu.
11 ૧૧ હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?
Hena na ɔte sɛ Awurade wɔ anyame mu? Hena na ɔte sɛ wo? Obirɛmpɔn, wɔ kronkronyɛ mu; nea yɛde osuro kronkron ma nʼanuonyam, Ɔnwonwani Nyankopɔn.
12 ૧૨ અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
“Woteɛɛ wo nsa nifa na asase menee wɔn.
13 ૧૩ તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને; તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો.
Woadi nnipa a wugyee wɔn no anim. Wʼayamye mu, wubedi wo nkurɔfo a woagye wɔn anim. Wʼahoɔden mu, wobɛkyerɛ wɔn kwan akɔ wo tenabea kronkron hɔ.
14 ૧૪ પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.
Amanaman bɛte ama wɔn ho apopo. Ehu bɛka nnipa a wɔwɔ Filistia.
15 ૧૫ તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;
Edom mpanyimfo besuro. Atumfo a wɔwɔ Moab ho bɛwosow. Na nnipa a wɔwɔ Kanaan nyinaa bɛbɔ huboa.
16 ૧૬ તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો; , અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,
Ehu ne suro bɛtɔ wɔn so. Awurade, wo tumi nti, wɔremma yɛn so! Wo nkurɔfo a wotɔɔ wɔn Betwa wɔn ho asomdwoe mu.
17 ૧૭ હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
Wode wɔn bɛba abedua wɔn wɔ wo bepɔw so, wo ara wo fi hɔ, Awurade— Kronkronbea a woasiesie sɛ wo tenabea no.
18 ૧૮ હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”
“Awurade bedi hene akosi daa.”
19 ૧૯ ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
Farao apɔnkɔ, nʼapɔnkɔkafo ne ne nteaseɛnam pɛɛ sɛ wɔfa po no mu; nanso Awurade buu nsu afasu no guu wɔn so bere a na Israelfo no nam mu sɛ asase wosee so.
20 ૨૦ પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.
Ɛhɔ na Odiyifobea Miriam a ɔyɛ Aaron nuabea faa akyene bi bɔ de dii mmea no anim ma wɔsawee.
21 ૨૧ મરિયમે તેઓને ગવડાવ્યું, “ઈશ્વરની આગળ ગાયન કરો, કેમ કે તેમણે ગૌરવી વિજય પ્રાપ્ત કર્યો છે, તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દીધા છે.”
Ɛnna Miriam too saa dwom yi: “Monto dwom mma Awurade na wadi nkonim anuonyam mu. Wama ɔpɔnkɔ ne ne sotefo amem po ase.”
22 ૨૨ પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ.
Afei, Mose dii Israelfo no anim ne wɔn tu fii Po Kɔkɔɔ no ho kɔɔ Sur sare so. Na wɔnantew sare no so nnansa a wɔannya nsu annom.
23 ૨૩ પછી તેઓ ‘મારાહ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા. પણ ત્યાંનાં પાણી પી શક્યા નહિ, કેમ કે તે કડવાં હતાં. તેથી એ જગ્યાનું નામ ‘મારાહ’ પડયું.
Woduu Mara no, wɔantumi annom ɛhɔ nsu, efisɛ na ɛyɛ nwene. Ɛno nti na wɔfrɛ hɔ Mara no; ase ne: Nweenwen.
24 ૨૪ તેથી બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કર્યો કે, “અમે શું પીઈએ?”
Enti nnipa no nwiinwii tiaa Mose sɛ, “Dɛn na yɛnnom?”
25 ૨૫ એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી.
Mose srɛɛ Awurade sɛ ɔmmoa wɔn, na Awurade kyerɛɛ no dubaa bi. Na ɔtow too nsu no mu, na ɛyɛɛ dɛ maa wotumi nomee. Mara hɔ na Awurade hyɛɛ saa mmara yi maa wɔn se,
26 ૨૬ યહોવાહે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.”
“Sɛ mubetie Awurade mo Nyankopɔn nne, na moayɛ osetie ayɛ ade trenee de a, ɔyare a mema ɛbɔɔ Misraimfo no, meremma bi mmɔ mo, efisɛ mene Awurade a mesa mo nyarewa.”
27 ૨૭ પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી.
Wɔbaa Elim a ɛhɔ na na mmura dumien ne mmedua aduɔson wɔ, nti wosisii wɔn ntamadan, tenaa mmura no ho.

< નિર્ગમન 15 >