< નિર્ગમન 12 >
1 ૧ મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,
Khi Môi-se và A-rôn còn ở Ai Cập, Chúa Hằng Hữu phán bảo họ:
2 ૨ “તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”
“Từ nay về sau, tháng này sẽ được kể là tháng thứ nhất, tức là tháng giêng trong năm.
3 ૩ સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.
Phải công bố cho toàn dân Ít-ra-ên biết, vào ngày mồng mười tháng này, mỗi gia đình sẽ bắt một con chiên hay một con dê.
4 ૪ અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.”
Nếu gia đình có ít người, sẽ chung với một gia đình ít người khác trong vòng láng giềng, tính thế nào cho có đủ người ăn hết thịt.
5 ૫ પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.
Con chiên hay con dê này phải là một con đực, một tuổi, hoàn toàn tốt lành.
6 ૬ તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.
Đợi đến chiều tối ngày mười bốn tháng giêng, mỗi gia đình sẽ giết con vật đã chọn, lấy máu nó bôi lên khung cửa (hai thanh dọc hai bên và thanh ngang bên trên cửa).
7 ૭ તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ.
Vậy, mỗi nhà phải lấy máu con chiên mình sẽ ăn thịt đem bôi lên khung cửa nhà mình.
8 ૮ “તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”
Đêm ấy, mỗi người sẽ ăn thịt chiên quay với bánh không men và rau đắng.
9 ૯ એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું.
Phải quay nguyên cả con chiên trên lửa, kể cả đầu, chân, và bộ lòng. Đừng luộc thịt chín hoặc tái mà ăn.
10 ૧૦ તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું.
Đừng để dành gì cả. Nếu ăn còn thừa, sáng hôm sau phải đốt đi.
11 ૧૧ તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
Ngày ấy sẽ được gọi là ngày lễ Vượt Qua của Chúa Hằng Hữu. Người ăn lễ phải thắt lưng gọn gàng, tay cầm gậy, chân mang giày, ăn vội vàng.
12 ૧૨ “કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું.
Đêm ấy, Ta sẽ lướt qua Ai Cập; tất cả các con trưởng nam của dân này sẽ bị giết, luôn cả con đầu lòng của thú vật họ. Ta cũng sẽ trừng phạt các thần của Ai Cập, vì Ta là Chúa Hằng Hữu!
13 ૧૩ પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ.
Máu bôi trên khung cửa đánh dấu nhà các ngươi ở. Trong cuộc trừng phạt Ai Cập, khi thấy máu ở trước nhà nào, Ta sẽ bỏ qua nhà ấy.
14 ૧૪ તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
Từ nay trở đi, hằng năm các ngươi phải giữ lễ này để kỷ niệm ngày Chúa Hằng Hữu giải cứu mình.
15 ૧૫ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.
Thời gian hành lễ là bảy ngày. Trong suốt bảy ngày đó, phải ăn bánh không men. Ai ăn bánh có men sẽ bị trục xuất khỏi cộng đồng Ít-ra-ên.
16 ૧૬ આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
Trong ngày thứ nhất và ngày thứ bảy, sẽ có cuộc hội họp thánh. Không ai được làm việc trong những ngày đó, trừ ra việc bếp núc.
17 ૧૭ તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
Vậy, đây là ngày Lễ Bánh Không Men các ngươi phải giữ từ thế hệ này sang thế hệ khác, để kỷ niệm ngày Ta giải thoát các ngươi khỏi Ai Cập.
18 ૧૮ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
Các ngươi chỉ ăn bánh không men từ tối ngày mười bốn cho đến tối ngày hai mươi mốt tháng giêng.
19 ૧૯ સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.
Trong bảy ngày ấy, không ai được giữ bánh có men trong nhà, vì nếu ai ăn bánh có men, dù là người Ít-ra-ên hay người ngoại kiều, sẽ bị trục xuất khỏi cộng đồng Ít-ra-ên.
20 ૨૦ ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.”
Vậy, nhớ ăn bánh không men, đừng đụng đến vật gì có men cả.”
21 ૨૧ તેથી મૂસાએ ઇઝરાયલના બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા. અને તેઓને કહ્યું, “જાઓ, તમારા પરિવાર પ્રમાણે હલવાન લઈ આવો અને પાસ્ખાના એ બલિને કાપો.
Môi-se họp các bô lão Ít-ra-ên lại, bảo họ: “Các ông lo chọn một số chiên tùy theo số gia đình, để dân chúng giết chiên, cử hành lễ Vượt Qua.
22 ૨૨ પછી ઝુફા ડાળી લઈને તેને હલવાનના રક્તના પાત્રમાં બોળીને ઓતરંગ પર અને બન્ને બારસાખ પર તે પાત્રમાંનું રક્ત લગાડજો. અને સવાર સુધી તમારામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ.”
Phải hứng máu chiên trong chậu, lấy một bó bài hương thảo nhúng vào máu, đem bôi lên khung cửa (hai thanh dọc và một thanh ngang bên trên cửa). Đêm đó, không ai được ra khỏi nhà.
23 ૨૩ કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.
Trong cuộc trừng trị Ai Cập, khi Chúa Hằng Hữu đi ngang qua nhà nào có vết máu bôi trên khung cửa; Ngài sẽ vượt qua, không cho kẻ hủy diệt vào nhà ấy.
24 ૨૪ તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો.
Việc hành lễ này trở thành một luật vĩnh viễn, từ thế hệ này sang thế hệ khác.
25 ૨૫ વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.
Về sau, khi Chúa Hằng Hữu đã cho các ông vào đất hứa, và khi các ông kỷ niệm ngày này,
26 ૨૬ જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, ‘આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?’
nếu con cháu có hỏi: ‘Ý nghĩa của lễ này là gì?’
27 ૨૭ ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું.
Các ông sẽ đáp: Đây là ngày kỷ niệm Chúa Hằng Hữu giải cứu chúng ta. Trong cuộc trừng phạt Ai Cập, Ngài đã bỏ qua nhà của người Ít-ra-ên, không giết hại chúng ta.” Nghe Môi-se nói xong, họ cúi đầu thờ lạy.
28 ૨૮ યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો.
Vậy, người Ít-ra-ên làm mọi điều Môi-se và A-rôn dạy bảo họ theo lệnh Chúa Hằng Hữu.
29 ૨૯ અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો.
Nửa đêm hôm ấy, Chúa Hằng Hữu đánh phạt các con trưởng nam của người Ai Cập, từ thái tử cho đến con trưởng nam của tù nhân trong ngục tối, luôn cả con đầu lòng của thú vật họ nữa.
30 ૩૦ ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું.
Pha-ra-ôn, quần thần, và mọi công dân Ai Cập đều chợt thức giấc lúc nửa đêm, vì có tiếng khóc than ai oán vang lên khắp nơi. Không nhà nào trong cả nước mà không có người chết.
31 ૩૧ તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.
Ngay đêm ấy, Pha-ra-ôn đòi Môi-se và A-rôn đến, nói rằng: “Xin đi khỏi chúng ta! Tất cả người Ít-ra-ên cứ đi hết đi, để thờ phụng Chúa Hằng Hữu như các ông đã nói.
32 ૩૨ અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો.”
Cũng đem theo cả bầy súc vật đi nữa, nhưng đừng quên chúc phước lành cho ta.”
33 ૩૩ વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે “અમે તો મરી ગયા!”
Người Ai Cập hối thúc người Ít-ra-ên phải ra khỏi nước họ lập tức, vì than rằng: “Chúng ta chết cả còn gì!”
34 ૩૪ ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી.
Người Ít-ra-ên gói luôn cả thùng nhồi bột vào áo, trong thùng còn nguyên cả bột đã nhồi không pha men, rồi vác lên vai đem đi.
35 ૩૫ પછી જતાં પૂર્વે ઇઝરાયલીઓએ મૂસાના કહ્યા પ્રમાણે “પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં.
Họ cũng làm theo lời Môi-se dặn bảo, xin người Ai Cập các món nữ trang vàng và bạc cùng áo xống.
36 ૩૬ યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.”
Chúa Hằng Hữu làm cho người Ai Cập quý mến, cho người Ít-ra-ên những gì họ xin. Thế là lần này người Ai Cập bị người Ít-ra-ên tước đoạt của cải!
37 ૩૭ ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.
Vậy người dân Ít-ra-ên ra đi, từ Ram-se hướng đến Su-cốt; tổng số khoảng 600.000, không kể phụ nữ và trẻ con. Tất cả đều đi bộ.
38 ૩૮ અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં.
Cũng có nhiều người ngoại tộc cùng đi với họ. Họ dẫn theo vô số súc vật.
39 ૩૯ મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.
Dọc đường, họ lấy bột mang theo từ Ai Cập, nướng thành bánh mà ăn. Đó là bột không men họ đã vội vàng bọc theo, khi bị đuổi khỏi Ai Cập, vì lúc ấy không kịp dự bị lương thực gì cả.
40 ૪૦ ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા.
Thời gian người Ít-ra-ên ở Ai Cập là 430 năm.
41 ૪૧ અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં.
Đúng vào ngày cuối của năm thứ 430, toàn thể quân đội của Chúa Hằng Hữu bắt đầu rời Ai Cập.
42 ૪૨ આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે.”
Vào đêm ấy, chính Chúa Hằng Hữu đã giải thoát Ít-ra-ên khỏi Ai Cập. Vậy mỗi năm cứ đến đêm này, người Ít-ra-ên tổ chức lễ tri ân Chúa Hằng Hữu.
43 ૪૩ પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ.
Chúa Hằng Hữu phán dạy Môi-se và A-rôn rằng: “Đây là các quy tắc về lễ Vượt Qua: Người ngoại tộc không được ăn lễ.
44 ૪૪ પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે.”
Về các nô lệ người Ít-ra-ên đã mua, chỉ người nào chịu cắt bì mới được phép ăn lễ.
45 ૪૫ પરંતુ પરદેશમાંથી આવીને અહીં વસેલો કોઈ માણસ, પગારીદાર નોકર અથવા મજૂર તે ખાઈ શકે નહિ.
Đầy tớ làm mướn và người ngoại tộc tạm trú không được ăn lễ.
46 ૪૬ “દરેક પરિવારે પાસ્ખાનું આ ભોજન પોતાના ઘરમાં જ કરવાનું છે. તેમાંનું જરાય માંસ બહાર લઈ જવું નહિ. તમારે હલવાનનું એકેય હાડકું ભાગવું નહિ.”
Thịt phải ăn nội trong nhà, đừng đem ra ngoài, cũng đừng làm gãy một cái xương nào.
47 ૪૭ સમગ્ર ઇઝરાયલી લોક આ પર્વને અવશ્ય પાળે અને ઊજવે.
Tất cả cộng đồng Ít-ra-ên đều dự lễ Vượt Qua.
48 ૪૮ પણ કોઈ વિદેશી તમારી સાથે રહેતો હોય, તે જો યહોવાહનું પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે અને તેના ઘરના બધા પુરુષો સુન્નત કરાવે ત્યારપછી તે પાસ્ખાપર્વ પાળી શકે. તેને દેશના વતની જેવો માનવામાં આવે. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માણસે તે ખાવું નહિ.
Người đàn ông ngoại kiều sống chung trong xã hội Ít-ra-ên muốn dự lễ Vượt Qua của Chúa Hằng Hữu thì phải chịu cắt bì, nếu không sẽ không được ăn lễ.
49 ૪૯ “દેશમાં વતનીઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય.”
Quy tắc này áp dụng chung cho người sinh ra trong đất Ít-ra-ên và cho ngoại kiều tạm trú.”
50 ૫૦ ઇઝરાયલના બધા લોકોએ એમ જ કર્યુ. યહોવાહે મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાણે તેઓએ કર્યું.
Người Ít-ra-ên tuân hành mọi huấn lệnh Chúa Hằng Hữu đã truyền cho Môi-se và A-rôn.
51 ૫૧ તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.
Chính trong ngày đó, Chúa Hằng Hữu dẫn người Ít-ra-ên ra khỏi Ai Cập theo đội ngũ.