< નિર્ગમન 11 >

1 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.
Og Herren sagde til Mose: Jeg vil endnu lade een Plage komme over Farao og over Ægypten, siden skal han lade eder fare herfra; naar han lader eder fare alle til Hobe, skal han endog drive eder herfra.
2 તમે ઇઝરાયલીઓને કહેજો કે; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.’
Sig nu for Folkets Øren, at de skulle begære, hver Mand af sin Næste og hver Kvinde af sin Næste, Sølvkar og Guldkar.
3 પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”
Og Herren gav Folket Naade for Ægypternes Øjne, og Manden Mose var saare mægtig i Ægyptens Land for Faraos Tjeneres Øjne og for Folkets Øjne.
4 મૂસાએ લોકોને કહ્યું, “યહોવાહ એવું કહે છે કે, ‘આજે મધ્યરાત્રિએ હું મિસરમાં ફરીશ.’
Og Mose sagde: Saa siger Herren: Ved Midnat vil jeg gaa ud midt igennem Ægypten.
5 અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.’”
Og alle førstefødte i Ægyptens Land skulle dø, fra den førstefødte for Farao, som sidder paa sin Trone, indtil den førstefødte for Tjenestekvinden, som arbejder ved Kværnen, og alle førstefødte af Kvæg.
6 અને સમગ્ર મિસર દેશમાં અગાઉ કદી પણ થઈ ના હોય એવી ભારે રડારોળ સર્જાશે. એવું આક્રંદ ભવિષ્યમાં ફરીથી કદી થશે નહિ.
Og der skal blive et stort Skrig i det hele Ægyptens Land, hvis Lige ikke har været, og hvis Lige ikke skal blive mere.
7 પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.
Men hos alle Israels Børn skal ikke en Hund bjæffe med sin Tunge, enten mod Mennesker eller Kvæg, for at I skulle vide, at Herren gør Skilsmisse imellem Ægypterne og imellem Israel.
8 પછી તમારા આ બધા જ ચાકરો મારી પાસે આવશે. મને પગે લાગશે. અને કહેશે કે, તમે તથા તમારા બધા લોકો જતા રહો. અને ત્યારપછી જ હું તો અહીંથી જવાનો છું. પછી મૂસા કોપાયમાન થઈને ફારુનની પાસેથી જતો રહ્યો.”
Da skulle alle disse dine Tjenere komme ned til mig og nedbøje sig for mig og sige: Gak ud, du og alt Folket, som er i Følge med dig, og derefter vil jeg gaa ud; og han gik ud fra Farao med fnysende Vrede.
9 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુને તમારી વાત કેમ સાંભળી નહિ? એ માટે કે હું મિસર દેશમાં વધારે ચમત્કારો બતાવી શકું.”
Og Herren havde sagt til Mose: Farao skal ikke høre eder, paa det mine Vidundere skulle blive mange i Ægyptens Land.
10 ૧૦ તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.
Og Mose og Aron gjorde alle disse Vidundere for Farao; men Herren forhærdede Faraos Hjerte, og han lod ikke Israels Børn fare ud af sit Land.

< નિર્ગમન 11 >