< એસ્તેર 9 >
1 ૧ હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી.
ಹನ್ನೆರಡನೆಯ ತಿಂಗಳಾದ ಆದಾರ್ ತಿಂಗಳೆಂಬ ಹದಿಮೂರನೆಯ ದಿನದಲ್ಲಿ ಅರಸನ ಆಜ್ಞೆಯು ನೆರವೇರುವುದಕ್ಕೆ ನಿರ್ಣಯವಾಗಿತ್ತು. ಯೆಹೂದ್ಯರ ಶತ್ರುಗಳು ಅದೇ ದಿನದಲ್ಲಿ ಅವರ ಮೇಲೆ ದೊರೆತನ ಮಾಡುವುದಾಗಿ ಎದುರುನೋಡಿದ್ದರು. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಯೆಹೂದ್ಯರೇ ತಮ್ಮನ್ನು ಹಗೆಮಾಡುವವರ ಮೇಲೆ ದೊರೆತನ ಮಾಡಲಾರಂಭಿಸಿದರು.
2 ૨ તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.
ಅದೇ ದಿನದಲ್ಲಿ ಅರಸನಾದ ಅಹಷ್ವೇರೋಷನ ಸಮಸ್ತ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿರುವ ತಮ್ಮ ತಮ್ಮ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರು ತಮ್ಮನ್ನು ಕೊಲ್ಲಲು ಹುಡುಕುವವರ ಮೇಲೆ ದಾಳಿಮಾಡಲು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿದರು. ಆಗ ಯೆಹೂದ್ಯರ ಭಯವು ಸಮಸ್ತ ಜನರ ಮೇಲೆ ಇದ್ದುದರಿಂದ ಅವರ ಮುಂದೆ ನಿಲ್ಲುವವನು ಒಬ್ಬನೂ ಇರಲಿಲ್ಲ.
3 ૩ અને પ્રાંતોના બધા અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી; કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા.
ಇದಲ್ಲದೆ ಪ್ರಾಂತಗಳ ಉಪರಾಜರೂ, ಪ್ರತಿನಿಧಿಗಳೂ, ಅಧಿಪತಿಗಳೂ, ಅರಸನ ಕೆಲಸದವರೂ ಯೆಹೂದ್ಯರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದರು. ಏಕೆಂದರೆ ಮೊರ್ದೆಕೈಯ ಭಯ ಅವರಿಗಿತ್ತು.
4 ૪ મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
ಏಕೆಂದರೆ ಮೊರ್ದೆಕೈ ಅರಮನೆಯಲ್ಲಿ ಪ್ರಮುಖನಾಗಿದ್ದನು. ಅವನ ಕೀರ್ತಿಯು ಸಮಸ್ತ ಪ್ರಾಂತಗಳಿಗೂ ಹರಡಿತು. ಈ ಮೊರ್ದೆಕೈ ಅಧಿಕವಾಗಿ ಅಧಿಕಾರವಂತನಾದನು.
5 ૫ યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.
ಹೀಗೆ ಯೆಹೂದ್ಯರು ತಮ್ಮ ಶತ್ರುಗಳೆಲ್ಲರನ್ನು ಸೋಲಿಸಿ, ಖಡ್ಗದಿಂದ ಸಂಹರಿಸಿದರು. ತಮ್ಮನ್ನು ಹಗೆಮಾಡುತ್ತಿದ್ದವರಿಗೆ ತಮ್ಮ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಮಾಡಿದರು.
6 ૬ સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો.
ಶೂಷನಿನ ಅರಮನೆಯಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರು ಐನೂರು ಮಂದಿಗೆ ಮರಣದಂಡನೆ ವಿಧಿಸಿದರು.
7 ૭ વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
ಇದಲ್ಲದೆ ಪರ್ಷಂದಾತನು ದಲ್ಫೋನನು, ಅಸ್ಪಾತನು,
8 ૮ પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
ಪೊರಾತನು, ಅದಲ್ಯನು, ಅರಿದಾತನು,
9 ૯ પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને,
ಪರ್ಮಷ್ಟನು, ಅರಿಸಾಯನು, ಅರಿದಾಯನು, ವೈಜಾತನು ಎಂಬವರನ್ನು ಕೊಂದರು.
10 ૧૦ એટલે યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનનો દસે પુત્રોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
ಇವರು ಯೆಹೂದ್ಯರ ವೈರಿಯಾದ ಹಮ್ಮೆದಾತನ ಮಗ ಹಾಮಾನನ ಹತ್ತು ಮಂದಿ ಪುತ್ರರು. ಆದರೆ ಅವರು ಇವರ ಸುಲಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಲ್ಲ.
11 ૧૧ સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી.
ಅದೇ ದಿವಸ ಶೂಷನಿನ ಅರಮನೆಯಲ್ಲಿ ಮರಣದಂಡನೆಯಾದವರ ಲೆಕ್ಕವು ಅರಸನ ಮುಂದೆ ಒಪ್ಪಿಸಲಾಯಿತು.
12 ૧૨ રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે.”
ಆಗ ಅರಸನು ಎಸ್ತೇರ್ ರಾಣಿಗೆ, “ಯೆಹೂದ್ಯರು ಶೂಷನಿನ ಅರಮನೆಯಲ್ಲಿ ಐನೂರು ಮಂದಿಯನ್ನೂ ಹಾಮಾನನ ಹತ್ತು ಮಕ್ಕಳನ್ನೂ ಸಂಹರಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಅರಸನ ಮಿಕ್ಕಾದ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಏನು ಮಾಡಿರಬಹುದೋ? ಈಗ ನಿನ್ನ ವಿಜ್ಞಾಪನೆ ಏನು? ಅದು ನಿನಗೆ ಕೊಡಲಾಗುವುದು. ಇನ್ನೂ ನಿನ್ನ ಬೇಡಿಕೆ ಏನು? ಅದು ಮಾಡಲಾಗುವುದು,” ಎಂದು ಹೇಳಿದನು.
13 ૧૩ ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, “જો રાજા આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ.”
ಅದಕ್ಕೆ ಎಸ್ತೇರಳು, “ಅರಸನಿಗೆ ಸಮ್ಮತಿಯಾದರೆ, ಇಂದಿನಂತೆಯೇ ರಾಜಾಜ್ಞೆಯು ನಾಳೆಯೂ ಶೂಷನ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಜಾರಿಗೆ ಬರಲು ಯೆಹೂದ್ಯರಿಗೆ ಅಪ್ಪಣೆ ಆಗಲಿ. ಹಾಮಾನನ ಹತ್ತು ಮಂದಿ ಮಕ್ಕಳ ಶವಗಳನ್ನು ಗಲ್ಲಿಗೇರಿಸುವಂತೆ ಅಪ್ಪಣೆಯಾಗಲಿ,” ಎಂದಳು.
14 ૧૪ રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો. અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા.
ಆಗ ಅರಸನು ಹಾಗೆಯೇ ಮಾಡಲು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ಆ ಆಜ್ಞೆಯು ಶೂಷನಿನಲ್ಲಿ ಜಾರಿಗೆಬಂದಾಗ ಅವರು ಹಾಮಾನನ ಹತ್ತು ಮಂದಿ ಪುತ್ರರ ಶವವನ್ನು ಗಲ್ಲಿಗೆ ಹಾಕಿದರು.
15 ૧૫ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
ಇದಲ್ಲದೆ ಶೂಷನಿನಲ್ಲಿರುವ ಯೆಹೂದ್ಯರು ಆದಾರ್ ಎಂಬ ಫಾಲ್ಗುನಮಾಸದ ಹದಿನಾಲ್ಕನೆಯ ದಿವಸದಲ್ಲಿ ಶೂಷನಿನಲ್ಲಿ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಮುನ್ನೂರು ಮಂದಿಗೆ ಮರಣದಂಡನೆಯನ್ನು ವಿಧಿಸಿದರು. ಆದರೆ ಅವರು ಸುಲಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಲ್ಲ.
16 ૧૬ રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ પંચોતેર હજારને મારી નાખ્યા. પણ લૂંટફાટ ચલાવી નહિ.
ಅರಸನ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿರುವ ಮಿಕ್ಕ ಯೆಹೂದ್ಯರು ತಮ್ಮ ಪ್ರಾಣ ರಕ್ಷಣೆಗಾಗಿ ಎದ್ದು ನಿಂತು, ತಮ್ಮ ಶತ್ರುಗಳ ಕಾಟದಿಂದ ವಿಶ್ರಾಂತಿ ಪಡೆಯುವಂತೆ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿದರು. ಅವರು ತಮ್ಮ ವೈರಿಗಳಲ್ಲಿ 75,000 ಮಂದಿಗೆ ಮರಣದಂಡನೆ ವಿಧಿಸಿದರು. ಆದರೆ ಅವರ ಸುಲಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಲ್ಲ.
17 ૧૭ અદાર મહિનાના તેરમા દિવસે એવું બન્યું: ચૌદમે દિવસે તેઓએ વિશ્રાંતી લીધી. અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
ಆದಾರ್ ಮಾಸದ ಹದಿಮೂರನೆಯ ದಿನ ಈ ಘಟನೆ ನಡೆಯಿತು. ಹದಿನಾಲ್ಕನೆಯ ದಿನದಂದು ಅವರು ವಿಶ್ರಮಿಸಿಕೊಂಡು, ಅದನ್ನು ಸಂಭ್ರಮದ ಉತ್ಸವದಿನವನ್ನಾಗಿ ಆಚರಿಸಿದರು.
18 ૧૮ પણ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે એકત્ર થયા. પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
ಆದರೆ ಶೂಷನಿನಲ್ಲಿದ್ದ ಯೆಹೂದ್ಯರು ಹದಿಮೂರನೆಯ ಹಾಗೂ ಹದಿನಾಲ್ಕನೆಯ ದಿನಗಳಲ್ಲಿ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿಬಂದದ್ದರಿಂದ, ಹದಿನೈದನೆಯ ದಿನದಲ್ಲಿ ಅವರು ವಿಶ್ರಮಿಸಿಕೊಂಡು, ಅದೇ ದಿನವನ್ನು ಸಂಭ್ರಮದ ಉತ್ಸವದಿನವನ್ನಾಗಿ ಆಚರಿಸಿದರು.
19 ૧૯ આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાનાં ગામોમાં રહે છે, તેઓ અદાર મહીનાના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઊજવે છે.
ಆದಕಾರಣ ಗ್ರಾಮಗಳಲ್ಲಿಯೂ ಬಯಲು ಪ್ರಾಂತಗಳ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿಯೂ ವಾಸವಾಗಿರುವ ಯೆಹೂದ್ಯರು ಆದಾರ್ ಮಾಸದ ಹದಿನಾಲ್ಕನೆಯ ದಿನವನ್ನು ಶುಭದಿನವಾಗಿಯೂ, ಸಂಭ್ರಮದ ದಿನವಾಗಿಯೂ, ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಭೋಜನ ಕೊಡುಗೆಗಳನ್ನು ಕಳುಹಿಸುವ ದಿನವಾಗಿಯೂ ಆಚರಿಸಿದರು.
20 ૨૦ મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નજીકના તેમ જ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા.
ಮೊರ್ದೆಕೈಯು ಈ ಘಟನೆಗಳನ್ನು ಬರೆದು ಅರಸನಾದ ಅಹಷ್ವೇರೋಷನ ಸಕಲ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಸಮೀಪದಲ್ಲಿಯೂ ದೂರದಲ್ಲಿಯೂ ಇದ್ದ ಯೆಹೂದ್ಯರು ಎಲ್ಲರಿಗೂ ಪತ್ರಗಳ ಮುಖಾಂತರ ಕಳುಹಿಸಿದನು.
21 ૨૧ તેણે જણાવ્યું કે, અદાર મહિનાને ચૌદમે અને પંદરમે દિવસે તમારે વરસોવરસ તહેવાર ઊજવવા.
ಯೆಹೂದ್ಯರು ಆದಾರ್ ಮಾಸದ ಹದಿನಾಲ್ಕನೆ ಮತ್ತು ಹದಿನೈದನೆ ದಿನಗಳನ್ನೂ ಪ್ರತಿವರ್ಷ ಹಬ್ಬದ ದಿನಗಳಾಗಿ ಆಚರಿಸುವುದು ಶಾಶ್ವತ ನಿಯಮವೆಂದು ಭಾವಿಸುವಂತೆ ಆ ಪತ್ರದಲ್ಲಿ ಬರೆಯಲಾಗಿತ್ತು.
22 ૨૨ કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી. અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા.
ಆ ದಿನಗಳಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರು ತಮ್ಮ ಶತ್ರುಗಳ ಕಾಟದಿಂದ ವಿಶ್ರಾಂತಿ ಪಡೆದ ಕಾಲವಾಗಿಯೂ, ಅವರ ದುಃಖ ಸಂತೋಷವೂ, ಗೋಳಾಟ ಉತ್ಸವವೂ ಬದಲಾದ ದಿನವಾಗಿಯೂ ಕೊಂಡಾಡುವಂತೆ ಆ ಪತ್ರದಲ್ಲಿ ಬರೆದಿತ್ತು. ಆದ್ದರಿಂದ ಆ ದಿನ ಸಂಭ್ರಮದ ದಿನವಾಗಿಯೂ, ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಭೋಜನ ಕೊಡುಗೆಗಳನ್ನು ಕಳುಹಿಸುವ ದಿನವಾಗಿಯೂ, ಬಡವರಿಗೆ ದಾನಗಳನ್ನು ಮಾಡುವ ದಿನವಾಗಿಯೂ ಪಾಲಿಸಬೇಕೆಂದೂ ಆ ಪತ್ರದಲ್ಲಿ ಬರೆದಿತ್ತು.
23 ૨૩ તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ સ્વીકાર્યું.
ಆದ್ದರಿಂದ ಯೆಹೂದ್ಯರು ಮೊರ್ದೆಕೈಯು ತಮಗೆ ಬರೆದ ಪ್ರಕಾರವಾಗಿ, ತಾವು ಆರಂಭಮಾಡಿದ್ದ ಸಂಭ್ರಮವನ್ನು ಮುಂದುವರಿಸಲು ಒಪ್ಪಿಕೊಂಡರು.
24 ૨૪ કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ એટલે “પૂર” નાખી હતી.
ಏಕೆಂದರೆ ಸಮಸ್ತ ಯೆಹೂದ್ಯರಿಗೂ ಕಡು ವೈರಿಯಾದ, ಅಗಾಗನ ವಂಶದ, ಹಮ್ಮೆದಾತನ ಮಗನಾದ ಹಾಮಾನನು ಯೆಹೂದ್ಯರನ್ನು ಸಂಹರಿಸಬೇಕೆಂದು ತೀರ್ಮಾನಿಸಿಕೊಂಡು ಅವರನ್ನು ಹಾಳುಮಾಡಲು, ನಿರ್ನಾಮಗೊಳಿಸಲು ಪೂರ್ ಅಂದರೆ, ಚೀಟನ್ನು ಹಾಕಿದ್ದನು.
25 ૨૫ પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેનો તેના કુટુંબીઓ જ ભોગ બને અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઈએ.
ಆದರೆ ಈ ಒಳಸಂಚು ಅರಸನಿಗೆ ತಿಳಿದುಬಂದಾಗ ಹಾಮಾನನು ಯೆಹೂದ್ಯರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯೋಚಿಸಿದ ದುರಾಲೋಚನೆಯು ಅವನ ತಲೆಯ ಮೇಲೆ ಬರುವಂತೆ ಅರಸನು ಆಜ್ಞೆಯನ್ನು ಹೊರಡಿಸಿದನು. ಅದರೊಂದಿಗೆ ಅವನ ಮಕ್ಕಳನ್ನೂ ಗಲ್ಲಿಗೇರಿಸಲು ಅರಸನು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದನು;
26 ૨૬ આ કારણથી તેઓએ એ દિવસોનું ‘પૂર’ ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું,
ಆದ್ದರಿಂದ ಪೂರ್ ಎಂಬ ಪದದ ಆಧಾರದ ಮೇಲೆ ಆ ದಿನಗಳಿಗೆ ಪೂರಿಮ್ ಎಂಬ ಹೆಸರಾಯಿತು. ಅರಸನು ಪತ್ರದಲ್ಲಿ ಬರೆದ ಎಲ್ಲಾ ಮಾತುಗಳನ್ನೂ, ಅವುಗಳ ಸಂಬಂಧವಾಗಿ ತಾವು ಅನುಭವಿಸಿದ್ದನ್ನೂ, ತಮಗೆ ಸಂಭವಿಸಿದ್ದನ್ನೂ
27 ૨૭ તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.
ಯೆಹೂದ್ಯರು ಸ್ಮರಿಸಿಕೊಂಡು ಪ್ರತಿವರ್ಷವೂ ಆ ಎರಡು ದಿನಗಳನ್ನು, ಅವುಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಶಾಸನದ ಪ್ರಕಾರ, ನಿಯಮಿತ ಕಾಲದಲ್ಲಿ ಆಚರಿಸುವಂತೆ ತಮ್ಮಲ್ಲಿಯೂ ತಮ್ಮ ಸಂತಾನದವರಲ್ಲಿಯೂ ತಮ್ಮೊಂದಿಗೆ ಸೇರಿಕೊಳ್ಳುವವರಲ್ಲಿಯೂ ಯಾವ ವಿಧದಲ್ಲಿಯೂ ಮೀರಕೂಡದ ಪದ್ಧತಿಯನ್ನಾಗಿ ಪಾಲಿಸಲು ತೀರ್ಮಾನಿಸಿದರು.
28 ૨૮ એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય.
ಇದಲ್ಲದೆ ಈ ಎರಡು ದಿನಗಳನ್ನು ಪ್ರತಿ ಪ್ರಾಂತದಲ್ಲಿಯೂ ಪ್ರತಿ ಪಟ್ಟಣದಲ್ಲಿಯೂ, ಪ್ರತಿ ತಲೆಮಾರಿನಲ್ಲಿಯೂ, ಪ್ರತಿ ಕುಟುಂಬದಲ್ಲಿಯೂ ಸ್ಮರಿಸಿ ಆಚರಿಸಬೇಕು. ಈ ಪೂರಿಮ್ ದಿನಗಳು ಯೆಹೂದ್ಯರಲ್ಲಿ ಎಂದಿಗೂ ನಿಂತುಹೋಗಬಾರದು. ಅವರ ಸಂತಾನದವರಲ್ಲಿ ಅವುಗಳ ಜ್ಞಾಪಕವು ಅಳಿದು ಹೋಗಬಾರದು ಎಂದೂ ತೀರ್ಮಾನಿಸಿಕೊಂಡರು.
29 ૨૯ ત્યાર બાદ પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ અને યહૂદી મોર્દખાયે સંપૂર્ણ અધિકારથી પત્ર લખ્યો.
ಆಗ ಅಬೀಹೈಲನ ಮಗಳಾದ ಎಸ್ತೇರ್ ರಾಣಿಯೂ, ಈ ಪೂರಿಮ್ ದಿನವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಯೆಹೂದ್ಯನಾದ ಮೊರ್ದೆಕೈಯ ಸಹಾಯದಿಂದ ಎರಡನೆಯ ಪತ್ರವನ್ನು ಪೂರ್ಣ ಅಧಿಕಾರದಿಂದ ಬರೆದಳು.
30 ૩૦ મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યના એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સત્ય અને સલામતીના પ્રમાણભૂત પત્રો મોકલ્યા.
ಮೊರ್ದೆಕೈಯೂ ದಯೆ ಹಾಗೂ ಭರವಸೆಯ ಮಾತುಗಳಿಂದ ಅಹಷ್ವೇರೋಷನ ರಾಜ್ಯದ ನೂರ ಇಪ್ಪತ್ತೇಳು ಪ್ರಾಂತಗಳಲ್ಲಿರುವ ಸಮಸ್ತ ಯೆಹೂದ್ಯರಿಗೆ ಪತ್ರಗಳನ್ನು ಕಳುಹಿಸಿದನು.
31 ૩૧ તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમના દિવસો યહૂદી મોર્દખાય અને એસ્તેર રાણીએ આપેલા આદેશ પ્રમાણે અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો, તે પ્રમાણે ઠરાવેલ સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે.
ಇದಲ್ಲದೆ ಈ ಪೂರಿಮ್ ದಿನಗಳನ್ನು ಯೆಹೂದ್ಯನಾದ ಮೊರ್ದೆಕೈಯೂ ರಾಣಿಯಾದ ಎಸ್ತೇರಳೂ ಎಲ್ಲಾ ಯೆಹೂದ್ಯರಿಗೂ, ಅವರ ಸಂತಾನದವರಿಗೂ ಉಪವಾಸ ಮಾಡಿ, ದುಃಖಿಸುವ ಕಾಲವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸಿದ ಪ್ರಕಾರವೇ ಈ ಪೂರಿಮ್ ದಿನವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವುವಂತೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದರು.
32 ૩૨ એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી. અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી.
ಹೀಗೆಯೇ ಎಸ್ತೇರಳ ಆಜ್ಞೆಯು ಈ ಪೂರಿಮ್ ದಿವಸಗಳ ಕಾರ್ಯಗಳನ್ನು ಸ್ಥಿರಪಡಿಸಿದ್ದರಿಂದ ಅದು ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲಾಯಿತು.