< એસ્તેર 8 >

1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધાં. અને એસ્તેરે યહૂદી મોર્દખાય સાથે સગપણ જણાવ્યું. એટલે મોર્દખાયને રાજા સમક્ષ તેંડવામાં આવ્યો.
در همان روز خشایارشا تمام املاک هامان، دشمن یهود را به ملکه استر بخشید. سپس وقتی استر به پادشاه گفت که چه نسبتی با مُردخای دارد، پادشاه مردخای را به حضور پذیرفت
2 રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાયને આપી અને એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.
و انگشتر خود را که از هامان پس گرفته بود، درآورد و به مردخای داد. استر نیز املاک هامان را به دست مردخای سپرد.
3 એસ્તેર રાણી ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને તેણે આંખમાં આંસુ સાથે અગાગી હામાને યહૂદીઓની વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કર્યા.
استر بار دیگر نزد پادشاه رفت و خود را به پای او انداخته، با گریه درخواست نمود حکمی که هامان در مورد کشتار یهودیان داده بود، لغو شود.
4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી.
پادشاه باز عصای سلطنتی خود را به سوی او دراز کرد. پس استر بلند شد و در حضور پادشاه ایستاد
5 એસ્તરે કહ્યું, “જો આપની મરજી હોય અને જો આપની મારા પર કૃપાદૃષ્ટિ હોય અને જો આ વિચાર આપને સારો લાગે તો અને આપની આંખોને હું ગમતી હોઉં તો અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે પત્ર રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો.
و گفت: «پادشاها، تمنا دارم اگر صلاح می‌دانید و اگر مورد لطف شما قرار گرفته‌ام، فرمانی صادر کنید تا حکم هامان دربارهٔ قتل عام یهودیان سراسر مملکت، لغو شود.
6 કેમ કે મારા લોકો પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારા સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”
من چگونه می‌توانم قتل عام و نابودی قومم را ببینم؟»
7 ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાય તથા એસ્તેર રાણીને કહ્યું, “જુઓ, હામાનનાં ઘરબાર મેં એસ્તેરને સોંપ્યાં છે તથા તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
آنگاه خشایارشا به ملکه استر و مردخای یهودی گفت: «من دستور دادم هامان را که می‌خواست شما یهودیان را نابود کند، به دار بیاویزند. همچنین املاک او را به ملکه استر بخشیدم.
8 તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ પર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”
اما حکمی را که به نام پادشاه صادر شده و با انگشتر او مهر شده باشد نمی‌توان لغو کرد. ولی شما می‌توانید به صلاح خود حکم دیگری به نام پادشاه برای یهودیان صادر کنید و آن را با انگشتر پادشاه مهر کنید.»
9 ત્યારે ત્રીજા મહિનાના એટલે સીવાન મહિનાના ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને મોર્દખાયની આજ્ઞા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ ભારત દેશથી તે કૂશ સુધીના એકસો સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમ જ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો.
آن روز، بیست و سوم ماه سوم یعنی ماه سیوان بود. کاتبان دربار فوری احضار شدند و فرمانی را که مردخای صادر کرد، نوشتند. این فرمان خطاب به یهودیان، حاکمان، مقامات مملکتی و استانداران ۱۲۷ استان، از هند تا حبشه، بود و به خطها و زبانهای رایج مملکت و نیز به خط و زبان یهودیان نوشته شد.
10 ૧૦ મોર્દખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો. અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.
مردخای فرمان را به نام خشایارشا نوشت و با انگشتر مخصوص پادشاه مهر کرد و به دست قاصدانی که بر اسبان تندرو پادشاه سوار بودند به همه جا فرستاد.
11 ૧૧ એ પત્રોમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓ તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામનો કરે કે જે લોક તથા પ્રાંત તેઓના પર હુમલો કરે તો કોઈ પણ પ્રાંતની સતાનો, બાળકોનો તથા સ્ત્રીઓને મારી નાખવાની તથા લૂંટી લેવાની પરવાનગી આપવામાં આવી.
این فرمان پادشاه به یهودیان تمام شهرها اجازه می‌داد که برای دفاع از خود و خانواده‌هایشان متحد شوند و تمام بدخواهان خود را از هر قومی که باشند، بکشند و دارایی آنها را به غنیمت بگیرند.
12 ૧૨ આ હુકમ રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમેં મહિને એટલે અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો.
روزی که برای این کار تعیین شد، همان روزی بود که برای قتل عام یهودیان در همۀ ولایتهای خشایارشای پادشاه در نظر گرفته شده بود، یعنی سیزدهم ماه دوازدهم که ماه اَدار باشد.
13 ૧૩ એ હુકમ સર્વ પ્રાંતોમાં પ્રગટ કરવામાં આવે એટલા માટે તેની એક એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.
در ضمن، قرار شد این فرمان در همه جا اعلام شود تا یهودیان، خود را برای گرفتن انتقام از دشمنان خود آماده کنند.
14 ૧૪ રાજાની સેવામાં વપરાતા ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સૂસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો.
پس این فرمان در شوش اعلام شد و قاصدان به فرمان پادشاه سوار بر اسبان تندرو آن را به سرعت به سراسر مملکت رساندند.
15 ૧૫ મોર્દખાય ભૂરા અને સફેદ રાજપોશાક તથા માથે મોટો સોનાનો મુગટ મૂકી અને બારીક શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો. અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.
سپس مردخای لباس شاهانه‌ای را که به رنگهای آبی و سفید بود پوشید و تاجی بزرگ از طلا بر سر گذاشت و ردایی ارغوانی از جنس کتان لطیف به دوش انداخت و از حضور پادشاه بیرون رفت. یهودیان به خاطر این موفقیت و احترامی که نصیب ایشان شده بود در تمام شوش به جشن و سرور پرداختند.
16 ૧૬ યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી. અને તેઓને માન પણ આપવામાં આવ્યું.
17 ૧૭ સર્વ નગર તથા સર્વ પ્રાંતોમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદર્શિત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણ કે તે લોકોને યહૂદીઓનો ડર લાગ્યો.
فرمان پادشاه به هر شهر و استانی که می‌رسید، یهودیان آنجا غرق شادی می‌شدند و جشن می‌گرفتند. در ضمن بسیاری از قومهای دیگر به دین یهود گرویدند، زیرا از ایشان می‌ترسیدند.

< એસ્તેર 8 >