< એસ્તેર 3 >
1 ૧ તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી.
After these things, King Ahasuerus promoted Haman son of Hammedatha the Agagite, and placed his seat of authority above all the officials who were with him.
2 ૨ રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાય નમસ્કાર કરતો ન હતો. અને માન પણ આપતો ન હતો.
All the king's servants who were at the king's gate always knelt and prostrated themselves to Haman, as the king had ordered them to do. But Mordecai neither knelt nor prostrated himself.
3 ૩ તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું, “તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે?”
Then the king's servants who were at the king's gate said to Mordecai, “Why do you disobey the king's command?”
4 ૪ તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે’ હું યહૂદી છું.
They spoke with him day after day, but he refused to comply with their demands. So they spoke with Haman to see if the matter about Mordecai would remain like that, for he had told them that he was a Jew.
5 ૫ જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.
When Haman saw that Mordecai did not kneel and bow down to him, Haman was filled with rage.
6 ૬ પણ એકલા મોર્દખાય પર હાથ નાખવો એ વિચાર તેને યોગ્ય લાગ્યો નહિ કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તેથી હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવા વિષે વિચાર્યું.
He had contempt for the idea of killing only Mordecai, for the king's servants had told him who Mordecai's people were. Haman wanted to exterminate all the Jews, the people of Mordecai, who were in the entire kingdom of Ahasuerus.
7 ૭ અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે હામાનની હાજરીમાં ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.
In the first month (which is the month of Nisan), in the twelfth year of King Ahasuerus, the Pur—that is the lot—was thrown before Haman, to select a day and month. They cast the lot over and over until the lot fell on the twelfth month (which is the month of Adar).
8 ૮ ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીતરિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી.”
Then Haman said to King Ahasuerus, “There is a certain people scattered and distributed among all the provinces of your kingdom. Their laws are different from those of other people, and they do not keep the king's laws, so it is not suitable for the king to let them stay.
9 ૯ માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત ચાંદી રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.”
If it please the king, give a command to kill them, and I will weigh out ten thousand talents of silver into the hands of those who are in charge of the king's business, for them to put it into the king's treasury.”
10 ૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી.
Then the king took the signet ring from his hand and gave it to Haman son of Hammedatha the Agagite, the enemy of the Jews.
11 ૧૧ રાજાએ હામાનને કહ્યું કે, “તારું ચાંદી તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર.”
The king said to Haman, “I will see that the money is given back to you and your people. You will do with it whatever you wish.”
12 ૧૨ ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
Then the king's scribes were summoned on the thirteenth day of the first month, and a decree containing all that Haman had commanded was written to the king's provincial governors, those who were over all the provinces, to the governors of all the various peoples, and to the officials of all the people, to every province in their own writing, and to every people in their own language. It was written in the name of King Ahasuerus and was sealed with his ring.
13 ૧૩ સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી.
Documents were hand-delivered by couriers to all the king's provinces, to annihilate, kill, and destroy all Jews, from young to old, children and women, in one day—on the thirteenth day of the twelfth month (which is the month of Adar)—and to plunder their possessions.
14 ૧૪ આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.
A copy of the letter was made law in every province. In every province it was made known to all the people that they should prepare for this day.
15 ૧૫ સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો.
The couriers went out and hurried to distribute the king's order. The decree was also distributed within the fortress of Susa. The king and Haman sat down to drink, but the city of Susa was in turmoil.