< એસ્તેર 10 >

1 અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો.
King Xerxes imposed taxes throughout the empire, even to its most distant shores.
2 તેના પરાક્રમના તથા તેના સાર્મથ્યનાં સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને સ્થાન આપ્યું હતું, તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલી છે.
All he accomplished through his power and strength, as well as the complete account of the high position to which the king promoted Mordecai, are written down in the Book of the Records of the kings of Media and Persia.
3 કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો. તે પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત જાળવતો હતો. અને તેઓ વધારે સફળ થાય માટે યત્ન કરતો હતો.
For Mordecai the Jew was second-in-command to King Xerxes, leader of the Jews and highly-respected in the Jewish community, he worked to help his people and improve the security of all Jews.

< એસ્તેર 10 >