< એફેસીઓને પત્ર 4 >
1 ૧ એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
Благаю ж оце вас я, вязник у Господї, ходити достойно поклику, яким вас покликано,
2 ૨ સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
з усякою смирнотою й тихостю, з довготерпіливостю, терплячи один одного в любови,
3 ૩ શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
стараючись держати единеннє духа в мирному союзї.
4 ૪ જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
Одно тїло й один дух, яко ж і покликані в одній надїї вашого покликання;
5 ૫ એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
один Господь, одна віра, одно хрещеннє,
6 ૬ એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
один Бог і Отець усїх, що над усїма й через усїх і в усїх вас.
7 ૭ આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
Кожному ж з нас дана благодать по мірі даровання Христового.
8 ૮ એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.
Тимже глаголе: Зійшовши на висоту, полонив єси полонь, і дав дари людям.
9 ૯ તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
(А те [слово] зійшов, що ж воно [значить], коли не те, що перш зійшов у найнищі сторони землї?
10 ૧૦ જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
Хто зійшов додолу, се Той, що й зійшов вище всїх небес, щоб сповнити все.)
11 ૧૧ વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
І Він настановив инших апостолами, а инших пророками, а инших благовістниками, а инших пастирями та учителями,
12 ૧૨ તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
на звершеннє сьвятих, на дїло служення, на збудуваннє тїла Христового,
13 ૧૩ ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.
доки дійдемо всї до з'єдинення віри і познання Сина Божого, до чоловіка звершеного, до міри зросту сповнення Христового,
14 ૧૪ જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
щоб більш не бути малолїтками, хвилюючись і кидаючись від усякого вітру науки, в оманї людській, у лукавстві до підступного заблуду,
15 ૧૫ પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
а ходячи поправдї в любови помножаймо все в Того, котрий єсть голова, Христос,
16 ૧૬ એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
котрого все тїло зложене і звязано всякою увяззю спромоги по дїйству, (яке є) в мірі кожної части, робить зрост тїла на збудуваннє самого себе в любові.
17 ૧૭ એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
Се ж оце глаголю і сьвідкую в Господї, щоб вам більш не ходити, яко ж і инші погане ходять у суєтї ума свого,
18 ૧૮ તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
оморочені мислями, відчужені від життя Божого через невіжество, що єсть в них, через окаменїннє сердець їх.
19 ૧૯ તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
Вони, зробившись безчувственними, оддали себе розпусту, щоб робити всяку нечистоту в зажерливости.
20 ૨૦ પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
Ви ж не так познали Христа:
21 ૨૧ જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
коли ж бо чули Його і в Йому навчились, що истина в Ісусї,
22 ૨૨ તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
щоб відложити вам по першому життю давнього чоловіка, що тлїє в похотях лукавих,
23 ૨૩ અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
а обновлятись духом ума вашого,
24 ૨૪ અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
та й одягнутись у нового чоловіка, створеного по Богу в праведности і сьвятости правди.
25 ૨૫ એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
Тим-же, відкинувши лож, говоріть правду кожен до ближнього свого; бо ми один одному члени.
26 ૨૬ ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
Гнівайтесь та й не грішіть: нехай сонце не зайде у гнїві вашому.
27 ૨૭ અને શેતાનને સ્થાન આપો નહિ.
Анї давайте місця дияволу.
28 ૨૮ ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
Хто крав, більш не крадь, а лучче працюй, роблячи руками своїми добре, щоб мав що подати тому, хто в нуждї.
29 ૨૯ તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
Всяке гниле слово нехай не виходить з уст ваших, а тільки таке, що годить ся на збудуваннє віри, щоб подало благодать тим, хто чує.
30 ૩૦ ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
І не засмучуйте Духа сьвятого Божого, котрим ви запечатані в день викупу.
31 ૩૧ સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
Усяка гіркість, і гнїв, і ярость, і крик, і лайка нехай зникне од вас із усїм лихим.
32 ૩૨ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.
Бувайте ж один до одного добрі, милосерні, прощаючи один одному, яко ж і Бог у Христї простив вам.