< એફેસીઓને પત્ર 4 >

1 એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
Молим вас дакле ја сужањ у Господу, да се владате као што приликује вашем звању у које сте позвани,
2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
Са сваком понизношћу и кротошћу, с трпљењем, трпећи један другог у љубави,
3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
Старајући се држати јединство Духа у свези мира;
4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
Једно тело, један дух, као што сте и позвани у једној нади звања свог.
5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
Један Господ, једна вера, једно крштење,
6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
Један Бог и Отац свих, који је над свима, и кроза све, и у свима нама.
7 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
А свакоме се од нас даде благодат по мери дара Христовог.
8 એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.
Зато говори: Изишавши на висину запленио си плен, и даде даре људима.
9 તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
А шта изиђе, шта је, осим да и сиђе у најдоња места земље?
10 ૧૦ જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
Који сиђе то је Онај који и изиђе више свих небеса да испуни све.
11 ૧૧ વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
И Он је дао једне апостоле, а једне пророке, а једне јеванђелисте, а једне пастире и учитеље,
12 ૧૨ તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
Да се свети приправе за дело службе, на сазидање тела Христовог;
13 ૧૩ ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.
Докле достигнемо сви у јединство вере и познање Сина Божијег, у човека савршеног, у меру раста висине Христове;
14 ૧૪ જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
Да не будемо више мала деца, коју љуља и заноси сваки ветар науке, у лажи човечијој, путем преваре;
15 ૧૫ પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
Него владајући се по истини у љубави да у свему узрастемо у Ономе који је глава, Христос.
16 ૧૬ એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
Из ког је све тело састављено и склопљено сваким зглавком, да једно другом помаже добро по мери сваког уда, и чини да расте тело на поправљање самог себе у љубави.
17 ૧૭ એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
Ово дакле говорим и сведочим у Господу да више не ходите као што ходе и остали незнабошци у празности ума свог,
18 ૧૮ તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
Који имају смисао тамом покривен, и удаљени су од живота Божијег за незнање које је у њима, за окамењење срца својих;
19 ૧૯ તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
Који оставивши поштење предадоше се бесрамности, на чињење сваке нечистоте и лакомства.
20 ૨૦ પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
Али ви тако не познасте Христа;
21 ૨૧ જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
Јер Га чусте и у Њему се научисте, као што је истина у Исусу,
22 ૨૨ તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
Да одбаците, по првом живљењу, старог човека, који се распада у жељама преварљивим;
23 ૨૩ અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
И да се обновите духом ума свог,
24 ૨૪ અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
И обучете у новог човека, који је саздан по Богу у правди и у светињи истине.
25 ૨૫ એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
Зато одбаците лаж, и говорите истину сваки са својим ближњим; јер смо уди један другом.
26 ૨૬ ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
Гневите се и не грешите; сунце да не зађе у гневу вашем.
27 ૨૭ અને શેતાનને સ્થાન આપો નહિ.
Нити дајте места ђаволу.
28 ૨૮ ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
Који је крао више да не краде, него још да се труди, чинећи добро рукама својим да има шта давати потребноме.
29 ૨૯ તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
Никаква рђава реч да не излази из уста ваших, него само шта је добро за напредовање вере, да да благодат онима који слушају.
30 ૩૦ ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
И не ожалошћавајте Светог Духа Божијег, којим сте запечаћени за дан избављења.
31 ૩૧ સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
Свака горчина, и гнев, и љутина, и вика, и хула, да се узме од вас, са сваком пакошћу.
32 ૩૨ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.
А будите један другом благи, милостиви, праштајући један другом, као што је и Бог у Христу опростио вама.

< એફેસીઓને પત્ર 4 >