< એફેસીઓને પત્ર 2 >

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
And whanne ye weren deed in youre giltis and synnes,
2 એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn g165)
in which ye wandriden sum tyme aftir the cours of this world, aftir the prince of the power of this eir, of the spirit that worchith now in to the sones of vnbileue; (aiōn g165)
3 તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
in which also we `alle lyueden sum tyme in the desiris of oure fleisch, doynge the willis of the fleisch and of thouytis, and we weren bi kynde the sones of wraththe, as othere men;
4 પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
but God, that is riche in merci, for his ful myche charite in which he louyde vs,
5 આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
yhe, whanne we weren deed in synnes, quikenede vs togidere in Crist, bi whos grace ye ben sauyd, and ayen reiside togidere,
6 અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
and made togidere to sitte in heuenli thingis in Crist Jhesu;
7 એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn g165)
that he schulde schewe in the worldis aboue comynge the plenteuouse ritchessis of his grace in goodnesse on vs in Crist Jhesu. (aiōn g165)
8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
For bi grace ye ben sauyd bi feith, and this not of you; for it is the yifte of God,
9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
not of werkis, that no man haue glorie.
10 ૧૦ કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
For we ben the makyng of hym, maad of nouyt in Crist Jhesu, in good werkis, whiche God hath ordeyned, that we go in tho werkis.
11 ૧૧ એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
For which thing be ye myndeful, that sumtyme ye weren hethene in fleisch, which weren seid prepucie, fro that that is seid circumcisioun maad bi hond in fleisch;
12 ૧૨ તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
and ye weren in that time with out Crist, alienyd fro the lyuyng of Israel, and gestis of testamentis, not hauynge hope of biheest, and with outen God in this world.
13 ૧૩ પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
But now in Crist Jhesu ye that weren sum tyme fer, ben maad nyy in the blood of Crist.
14 ૧૪ કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
For he is oure pees, that made bothe oon, and vnbyndynge the myddil wal of a wal with out morter, enmytees in his fleisch;
15 ૧૫ સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
and auoidide the lawe of maundementis bi domes, that he make twei in hym silf in to a newe man,
16 ૧૬ અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
makynge pees, to recounsele bothe in o bodi to God bi the cros, sleynge the enemytees in hym silf.
17 ૧૭ અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
And he comynge prechide pees to you that weren fer, and pees to hem that weren niy;
18 ૧૮ કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
for bi hym we bothe han niy comyng in o spirit to the fadir.
19 ૧૯ એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
Therfor now ye ben not gestis and straungeris, but ye ben citeseyns of seyntis, and houshold meine of God;
20 ૨૦ પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
aboue bildid on the foundement of apostlis and of profetis, vpon that hiyeste corner stoon, Crist Jhesu;
21 ૨૧ તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
in whom ech bildyng maad waxith in to an hooli temple in the Lord.
22 ૨૨ તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
In whom also `be ye bildid togidere in to the habitacle of God, in the Hooli Goost.

< એફેસીઓને પત્ર 2 >