< એફેસીઓને પત્ર 1 >

1 એફેસસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે:
Pavel, apostol al lui Isus Hristos, prin voia lui Dumnezeu, către sfinții care sunt în Efes și către cei credincioși în Isus Hristos:
2 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત હો.
Har vouă și pace de la Dumnezeu Tatăl nostru și de la Domnul Isus Hristos.
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;
Binecuvântat să fie Dumnezeul și Tatăl Domnului nostru Isus Hristos, care ne-a binecuvântat cu orice binecuvântare duhovnicească în locurile cerești, în Hristos,
4 એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.
după cum ne-a ales în El înainte de întemeierea lumii, ca să fim sfinți și fără cusur înaintea Lui, în dragoste,
5 તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા
predestinându-ne pentru adopție, ca copii, prin Isus Hristos, pentru El însuși, după buna plăcere a dorinței Sale,
6 કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.
spre lauda gloriei harului Său, prin care ne-a dat de bunăvoie favoarea în Cel iubit.
7 ઈસુ ખ્રિસ્તનાં રક્તદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.
În El avem răscumpărarea noastră prin sângele Său, iertarea greșelilor noastre, potrivit cu bogăția haruluiSău
8 સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.
pe care l-a făcut să abunde față de noi în toată înțelepciunea și prudența,
9 તેમણે ઈસુ ખ્રિસ્તમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો,
făcându-ne cunoscut misterul voinței Sale, potrivit bunei Sale plăceri pe care a hotărât-o în El
10 ૧૦ કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.
pentru o administrare a plinătății vremurilor, pentru a rezuma toate lucrurile în Hristos, cele din ceruri și cele de pe pământ, în El.
11 ૧૧ જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા;
Ni s-a atribuit și nouă o moștenire în El, fiind rânduiți mai dinainte, potrivit cu planul Celui care face toate lucrurile după planul voii Sale,
12 ૧૨ જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
pentru ca noi, care mai înainte am sperat în Hristos, să fim spre lauda gloriei Lui.
13 ૧૩ તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા;
În el și voi, după ce ați auzit cuvântul adevărului, Vestea cea bună a mântuirii voastre — în care, crezând și voi, ați fost pecetluiți cu Duhul Sfânt făgăduit,
14 ૧૪ ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
care este un gaj al moștenirii noastre, pentru răscumpărarea proprietății lui Dumnezeu, spre lauda gloriei sale.
15 ૧૫ એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને,
De aceea și eu, care am auzit despre credința în Domnul Isus, care este printre voi, și despre dragostea pe care o aveți față de toți sfinții,
16 ૧૬ તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે.
nu încetez să mulțumesc pentru voi, pomenindu-vă în rugăciunile mele,
17 ૧૭ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;
pentru ca Dumnezeul Domnului nostru Isus Hristos, Tatăl slavei, să vă dea un duh de înțelepciune și de descoperire în cunoașterea Lui,
18 ૧૮ અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે.
ca să vă lumineze ochii inimii voastre, ca să știți care este nădejdea chemării Lui, și care sunt bogățiile gloriei moștenirii Sale în sfinți,
19 ૧૯ અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો.
și care este nespus de mare puterea Sa față de noi, cei care credem, potrivit cu lucrarea tăriei puterii Sale
20 ૨૦ ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા,
pe care a lucrat-o în Hristos când L-a înviat din morți și L-a făcut să șadă la dreapta Sa în locurile cerești,
21 ૨૧ અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. (aiōn g165)
cu mult mai presus de orice stăpânire, autoritate, putere, domnie și orice nume care se numește, nu numai în acest veac, ci și în cel ce va să vină. (aiōn g165)
22 ૨૨ અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા;
I-a supus toate lucrurile sub picioarele Lui și L-a dat să fie cap peste toate lucrurile pentru Adunare,
23 ૨૩ વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.
care este trupul Lui, plinătatea Celui care umple totul în toți.

< એફેસીઓને પત્ર 1 >