< સભાશિક્ષક 10 >
1 ૧ જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
Eiterflugor set illtev og æsing i salven åt salvemakeren; ein grand dårskap veg meir enn visdom, meir enn æra.
2 ૨ બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
Vismanns-hug til retta gjeng, og dåre-hug til keiva.
3 ૩ વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
Og kvar helst dåren gjeng, tryt vitet hans, og han segjer frå til kvar og ein at han er ein dåre.
4 ૪ જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
Um hovdings vreide reiser seg mot deg, so gakk ikkje frå din post! For roleg åtferd hindrar mange synder.
5 ૫ મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
Det er ei ulukka som eg hev set under soli liksom eit mistak som kjem frå ein magthavar:
6 ૬ મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
Dårskapen er sett i høge sessar, og rikfolk lyt sitja lågt.
7 ૭ મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
Eg hev set trælar på hesteryggen og hovdingar ganga på sin fot som trælar.
8 ૮ જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
Den som grev ei grav, kann stupa nedi, og den som riv ein mur, kann ormen stinga.
9 ૯ જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
Den som bryt stein, kann få mein; den som høgg ved, kann koma ut i fåre.
10 ૧૦ જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
Når øksi ikkje bit og han ei slipar eggi, då lyt han bruka dess meir magt. Men visdomen veit å vøla til.
11 ૧૧ જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
Når ormen sting fyrr ein fær mana, hev manaren ingen fyremun.
12 ૧૨ જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
Ord av vismanns munn er gudlege, men lipporne på dåren gløyper honom sjølv.
13 ૧૩ તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
Dei fyrste ordi i hans munn er dårskap, og røda endar reint i arge vitløysa.
14 ૧૪ વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
Dåren brukar mange ord, endå ingen mann veit kva som henda skal, og kva som etter hans tid henda skal, kven kann segja honom det?
15 ૧૫ મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
Dåren møder seg med maset sitt, han som ikkje ein gong veit å gå til byen.
16 ૧૬ જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
Usælt er du land som hev eit barn til konge, og fyrstar som held etarlag um morgonen!
17 ૧૭ તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
Sælt er du land som hev ein adelboren konge, og fyrstar som held sine mål i rette tid på kara-vis og ei med fyll!
18 ૧૮ આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
Når leta rår, sig bjelkarne ned, og huset lek når henderne heng. -
19 ૧૯ ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
Til gaman held dei gilde, og vin gjev livet gleda, og pengar greider alt.
20 ૨૦ રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.
Ikkje ein gong i tankarne må du banna ein konge, og ikkje i ditt sengrom banna ein rikmann. For himmelens fuglar ber ljoden burt, og dei fløygde melder din tala.