< સભાશિક્ષક 10 >

1 જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
זבובי מות יבאיש יביע שמן רוקח יקר מחכמה מכבוד סכלות מעט
2 બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
לב חכם לימינו ולב כסיל לשמאלו
3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
וגם בדרך כשהסכל (כשסכל) הלך לבו חסר ואמר לכל סכל הוא
4 જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
אם רוח המושל תעלה עליך מקומך אל תנח כי מרפא יניח חטאים גדולים
5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
יש רעה ראיתי תחת השמש--כשגגה שיצא מלפני השליט
6 મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
נתן הסכל במרומים רבים ועשירים בשפל ישבו
7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
ראיתי עבדים על סוסים ושרים הלכים כעבדים על הארץ
8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
חפר גומץ בו יפול ופרץ גדר ישכנו נחש
9 જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
מסיע אבנים יעצב בהם בוקע עצים יסכן בם
10 ૧૦ જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
אם קהה הברזל והוא לא פנים קלקל וחילים יגבר ויתרון הכשיר חכמה
11 ૧૧ જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
אם ישך הנחש בלוא לחש ואין יתרון לבעל הלשון
12 ૧૨ જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
דברי פי חכם חן ושפתות כסיל תבלענו
13 ૧૩ તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
תחלת דברי פיהו סכלות ואחרית פיהו הוללות רעה
14 ૧૪ વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
והסכל ירבה דברים לא ידע האדם מה שיהיה ואשר יהיה מאחריו מי יגיד לו
15 ૧૫ મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
עמל הכסילים תיגענו--אשר לא ידע ללכת אל עיר
16 ૧૬ જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
אי לך ארץ שמלכך נער ושריך בבקר יאכלו
17 ૧૭ તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
אשריך ארץ שמלכך בן חורים ושריך בעת יאכלו בגבורה ולא בשתי
18 ૧૮ આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
בעצלתים ימך המקרה ובשפלות ידים ידלף הבית
19 ૧૯ ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
לשחוק עשים לחם ויין ישמח חיים והכסף יענה את הכל
20 ૨૦ રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.
גם במדעך מלך אל תקלל ובחדרי משכבך אל תקלל עשיר כי עוף השמים יוליך את הקול ובעל הכנפים (כנפים) יגיד דבר

< સભાશિક્ષક 10 >