< પુનર્નિયમ 8 >

1 આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો.
Monhwɛ yiye na munni ahyɛde a merema mo nnɛ yi biara so, sɛnea ɛbɛyɛ a mubenya nkwa na mo ase adɔ dɔɔso na moakɔfa asase a Awurade kaa ntam de hyɛɛ mo agyanom bɔ no atena so.
2 તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.
Monkae sɛnea Awurade mo Nyankopɔn dii mo anim faa sare so mfe aduanan, nam so brɛɛ mo ase de sɔɔ mo suban hwɛe sɛ mubedi ne mmara so anaasɛ morenni so no.
3 અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.
Nokware, ɔmaa ɔkɔm dee mo nam so brɛɛ mo ase na ɔmaa mo mana, aduan a na anka mo ne mo agyanom nnii bi da, dii. Ɔyɛɛ saa de kyerɛɛ mo sɛ, ɛnyɛ aduan nko ara na ɛho hia onipa wɔ nʼasetena mu, na mmom, asɛm biara a efi Awurade anom.
4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.
Mfe aduanan yi nyinaa mu, mo ntade antetew na mo anan ammɔ mpumpunnya na anhonhon nso.
5 એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે.
Munhu wɔ mo koma mu sɛ, sɛnea ɔbeatan teɛ ne ba no, saa ara nso na Awurade, mo Nyankopɔn, teɛ mo de siesie mo no.
6 તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
Munni Awurade, mo Nyankopɔn, ahyɛde so na monnantew nʼakwan so na momfa nidi mma no.
7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;
Efisɛ mo Awurade de mo rekɔ asase pa so; asase a nsuten, mmura ne nsuti sen wɔ abon ne mmepɔw mu;
8 ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં.
asase a atoko, awi, bobe, borɔdɔma, atoaa, ngodua ne ɛwo wɔ so.
9 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.
Ɛyɛ asase a aduan abu wɔ so a wonni biribiara ho hia wɔ so; asase a ɛso abo yɛ adaban na wobetumi atu kɔbere wɔ ne mmepɔw mu.
10 ૧૦ ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.
Sɛ mudidi mee a, munhyira Awurade, mo Nyankopɔn, wɔ asase pa a ɔde ama mo no nti.
11 ૧૧ સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.
Na monhwɛ yiye na mo werɛ amfi Awurade, mo Nyankopɔn, sɛ morenni ne mmara ne nʼahyɛde a merehyɛ mo nnɛ yi so.
12 ૧૨ રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.
Anyɛ saa na sɛ mudidi na momee na musisi mo afi afɛfɛ, na mokɔtenatena mu
13 ૧૩ અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,
na mo anantwi ne nguan ase dɔ, na munya dwetɛ ne sika pii, na mo agyapade nyinaa dɔɔso
14 ૧૪ ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.
a, saa bere no na ɛsɛ sɛ mohwɛ yiye. Monnyɛ ahomaso na mommma mo werɛ mmfi Awurade mo Nyankopɔn a oyii mo fii Misraim nkoasom asase so no.
15 ૧૫ જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
Ɔno na odii mo anim yii mo fii sare a na ɛso yɛ hu, asase sakoo a osukɔm wɔ so, na awɔ ne nkekantwɛre a wɔn ano wɔ bɔre wɔ so no so. Ɔmaa mo nsu fi ɔbotan mu.
16 ૧૬ યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે.
Ɔmaa mo mana aduan a mo agyanom nnim dii wɔ sare so. Ɔyɛɛ eyi de brɛɛ mo ase, de sɔɔ mo hwɛe na wama awiei no asi mo yiye.
17 ૧૭ રખેને તમે તમારા મનમાં વિચારો કે “મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.”
Ɔyɛɛ saa de kyerɛɛ mo sɛ, ɛnsɛ sɛ modwene sɛ mo ahonya no fi mo ankasa mo ahoɔden mu.
18 ૧૮ પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.
Daa monkae sɛ Awurade, mo Nyankopɔn, a ɔma mo tumi ma moyɛ adefo no, ɔyɛ saa de di apam a ɔne mo agyanom hyɛe no so.
19 ૧૯ અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.
Sɛ mo werɛ fi Awurade, mo Nyankopɔn, na mokodi anyame afoforo akyi, som wɔn, kotow wɔn a, sɛe na wɔbɛsɛe mo.
20 ૨૦ જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.
Sɛnea Awurade asɛe amanaman a na wɔwɔ mo anim no, mo nso sɛ moantie Awurade, mo Nyankopɔn no a, saa ara na wɔbɛsɛe mo.

< પુનર્નિયમ 8 >