< પુનર્નિયમ 8 >
1 ૧ આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો.
Držite i vršite sve zapovijedi koje vam danas naređujem da biste živjeli i raznmožili se i da biste ušli i zaposjeli zemlju koju je Jahve pod zakletvom obećao ocima vašim.
2 ૨ તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.
Sjećaj se svega puta kojim te Jahve, Bog tvoj, vodio po pustinji ovih četrdeset godina da te ponizi, iskuša i dozna što ti je u srcu: hoćeš li držati zapovijedi njegove ili nećeš.
3 ૩ અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.
Ponižavao te i glađu morio, a onda te hranio manom - za koju nisi znao ni ti ni tvoji oci - da ti pokaže kako čovjek ne živi samo o kruhu nego da čovjek živi o svemu što izlazi iz usta Jahvinih.
4 ૪ આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.
Tvoja se odjeća na tebi nije izderala niti su ti noge oticale ovih četrdeset godina.
5 ૫ એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે.
Priznaj onda u svome srcu da te Jahve, Bog tvoj, odgaja i popravlja, kao što čovjek odgaja sina svoga.
6 ૬ તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
I drži zapovijedi Jahve, Boga svoga, hodeći putovima njegovim i bojeći se njega!
7 ૭ કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;
TÓa Jahve, Bog tvoj, vodi te u dobru zemlju: zemlju potoka i vrela, dubinskih voda što izviru u dolinama i bregovima;
8 ૮ ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં.
zemlju pšenice i ječma, loze, smokava i šipaka, zemlju meda i maslina;
9 ૯ જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.
zemlju u kojoj nećeš sirotinjski jesti kruha i gdje ti ništa neće nedostajati; zemlju gdje kamenje ima željeza i gdje ćeš iz njezinih brdina vaditi mjed.
10 ૧૦ ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.
Do sita ćeš jesti i blagoslivljati Jahvu, Boga svoga, zbog dobre zemlje koju ti je dao.
11 ૧૧ સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.
Čuvaj se da ne zaboraviš Jahvu, Boga svoga, zanemarujući njegove zapovijedi, njegove uredbe i njegove zakone koje ti danas dajem.
12 ૧૨ રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.
I pošto se najedeš do sitosti, posagradiš lijepe kuće i u njima se nastaniš;
13 ૧૩ અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,
kad ti se krupna i sitna stoka namnoži; kad se nakupiš srebra i zlata i kada sve tvoje uznapreduje,
14 ૧૪ ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.
nemoj da se uznese srce tvoje i da zaboraviš Jahvu, Boga svoga, koji te izveo iz zemlje egipatske, iz kuće ropstva;
15 ૧૫ જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
koji te proveo kroz onu veliku i strašnu pustinju, kroz zemlju plamenih zmija i štipavaca, suhim i bezvodnim krajem; koji ti je izveo vodu iz stijene tvrde kao kremen;
16 ૧૬ યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે.
koji te u pustinji hranio manom, nepoznatom tvojim ocima, da te ponizi i da te iskuša te da na kraju budeš sretan.
17 ૧૭ રખેને તમે તમારા મનમાં વિચારો કે “મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.”
Ne reci tada u svome srcu: svojom sam moći i snagom svojih ruku sebi namakao ovo bogatstvo.
18 ૧૮ પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.
Sjeti se Jahve, Boga svoga! TÓa on ti je dao snagu da stječeš bogatstvo da tako ispuni - kao što je danas - svoj Savez za koji se zakleo tvojim ocima.
19 ૧૯ અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.
Ako li zaboraviš Jahvu, Boga svoga, i pođeš za drugim bogovima te njima budeš iskazivao štovanje, njima se klanjao, kunem vam se danas da ćete zacijelo izginuti;
20 ૨૦ જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.
poput naroda koje će Jahve pogubiti pred vama, tako će i vas nestati jer niste poslušali glasa Jahve, Boga svoga.