< પુનર્નિયમ 6 >
1 ૧ હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
Ovo su zapovijedi, zakoni i uredbe koje mi Jahve, Bog vaš, zapovjedi da vas u njima poučim, kako biste ih vršili u zemlji u koju odlazite da je zaposjednete;
2 ૨ તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
da se svega svog vijeka bojiš Jahve, Boga svoga, ti, sin tvoj i sin tvoga sina, vršeći sve zakone njegove i sve zapovijedi njegove što ti ih danas propisujem, pa da imaš dug život.
3 ૩ માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
Slušaj, Izraele, drži ih i vrši da ti dobro bude i da se razmnožiš u zemlji kojom teče med i mlijeko, kao što ti je obećao Jahve, Bog otaca tvojih.
4 ૪ હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.
Čuj, Izraele! Jahve je Bog naš, Jahve je jedan!
5 ૫ અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
Zato ljubi Jahvu, Boga svoga, svim srcem svojim, svom dušom svojom i svom snagom svojom!
6 ૬ આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત: કરણમાં રાખ.
Riječi ove što ti ih danas naređujem neka ti se urežu u srce.
7 ૭ અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
Napominji ih svojim sinovima. Govori im o njima kad sjediš u svojoj kući i kad ideš putem; kad liježeš i kad ustaješ.
8 ૮ તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
Priveži ih na svoju ruku za znak i neka ti budu kao zapis među očima!
9 ૯ અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
Ispiši ih na dovratnicima kuće svoje i na vratima svojim!
10 ૧૦ અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી.
A kad te Jahve, Bog tvoj, dovede u zemlju za koju se zakleo tvojim ocima, Abrahamu, Izaku i Jakovu, da će je tebi dati - u velike i lijepe gradove kojih nisi zidao;
11 ૧૧ અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ.
u kuće pune svakog dobra kojih nisi punio; na iskopane čatrnje kojih nisi kopao; u vinograde i maslinike kojih nisi sadio - i sit se najedeš:
12 ૧૨ ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
pazi da ne zaboraviš Jahvu koji te izveo iz zemlje egipatske, iz kuće ropstva.
13 ૧૩ યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ.
Boj se Jahve, Boga svoga; njemu iskazuj štovanje; njegovim imenom polaži prisegu.
14 ૧૪ તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ.
Ne idite za drugim bogovima između bogova drugih naroda što su oko vas.
15 ૧૫ કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
Jer je Jahve, Bog tvoj, što stoji u sredini tvojoj, ljubomoran Bog; gnjev bi Jahve, Boga tvoga, usplamtio protiv tebe i istrijebio te sa zemlje.
16 ૧૬ જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ.
Ne iskušavajte Jahvu, Boga svoga, kao što ste ga iskušavali kod Mase.
17 ૧૭ તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
Točno vršite zapovijedi Jahve, Boga svoga, upute njegove i zakone njegove koje je izdao.
18 ૧૮ અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
Čini što je pravo i dobro u očima Jahve da ti dobro bude i da se domogneš dobre zemlje za koju se Jahve zakleo tvojim ocima
19 ૧૯ જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
da će iz nje protjerati sve tvoje neprijatelje ispred tebe; tako je obećao Jahve.
20 ૨૦ ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?”
A kad te sutra zapita tvoj sin: što su te upute, zakoni i uredbe što ih je Jahve, Bog naš, vama propisao -
21 ૨૧ ત્યારે તું તારા દીકરાને કહેજે કે, “અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
kaži svome sinu: 'Bili smo faraonovi robovi u Egiptu, ali nas je Jahve izveo iz Egipta jakom rukom.
22 ૨૨ અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
Na naše je oči Jahve učinio velike i strašne znakove i čudesa protiv Egipta, protiv faraona i protiv svega doma njegova,
23 ૨૩ તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
a nas je odande izveo da nas dovede i dade nam zemlju koju je zakletvom obećao ocima našim.
24 ૨૪ આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.
I naredio nam je Jahve da sve ove naredbe vršimo u strahopoštovanju prema Jahvi, Bogu svome, da bismo uvijek bili sretni i da živimo kao što je to danas.'
25 ૨૫ યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.”
Naša će, dakle, pravednost biti: držati i vršiti sve ove zapovijedi pred Jahvom, Bogom našim, kako nam je naredio.